આર્યો........ હતા.
- A.સંગીત પ્રેમી
- B.પ્રકૃતિ પ્રેમીCorrect
- C.નાટક પ્રેમી
- D.નૃત્ય પ્રેમી
Board exam · Social Science · 2016
76 questions · No login required
Answers and solutions are AI-generated — please cross-check with your study materials.
આર્યો........ હતા.
તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક ગણાય છે. તેમણે માતૃરૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા અને શિવની પૂજાની સમજ આપી, તથા દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. આ કયા લોકોની વાત છે તે નીચેનામાંથી લખો.
ભારત પ્રાચીન સમયથી કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો માટે જાણીતું છે. જે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજમાંથી અસંખ્ય અવશેષો પ્રાપ્ત થયા છે. આવી માટીને શું કહે છે ?
નાટયકલા શીખવતા સંજયભાઈએ નીચેના વિધાનો બોર્ડ પર લખી વિદ્યાર્થીઓને ખોટું વિધાન શોધવાકહ્યું.
વિધાન – 1 – તે દશ્યશ્રાવ્ય માધ્યમ છે. વિધાન – 2 – તેમાં નાટયલેખન અને મંચન મહત્ત્વની બાબત છે. વિધાન – 3 – તેમાં અભિનય પ્રાણ ગણાતો નથી. વિધાન – 4 – તે અબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી પ્રાચીનકળા છે.
ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઈમારતો બનાવવામાં આવે છે. આવા સ્થાપત્યો કયા નામથી જાણીતા છે ?
ગોપુરમ્ એટલે શું?
વર્ગખંડમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્ય મોઢેરાના સૂર્યમંદિર અંગેની એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા મંતવ્યો વ્યક્ત કર્યા.
પ્રવીણ – આ મંદિર સોલંકીવંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. સોનલ – સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકટમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર ઝળહળી ઉઠતું. વિપુલ – આ મંદિર કાળા પેગોડા તરીકે વિખ્યાત છે. રૂબીના – આ મંદિરની બહાર જળકુંડમાં નાના-નાના 108 મંદિરો આવેલા છે.
આ ચર્ચામાં કોણ સાચું છે ? તે શોધો.
કયા મુઘલ બાદશાહએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી ?
‘તક્ષશિલા વિદ્યાપીઠ’ માટે કયું વિધાન સંલગ્ન છે ?
ભારતમાં ભાષાઓનાં ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતા નીચે મુજબના જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
| (અ) | (બ) |
|---|---|
| (A) મુઘલકાળ દરમ્યાન વિકસેલી ભાષા | (1) અવધી |
| (B) ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સાહિત્યની ભાષા | (2) ફારસી |
| (C) દિલ્લીના સુલતાનોની રાજભાષા | (3) સંસ્કૃત |
| (D) તુલસીદાસે રામચરિતમાનસં લખેલ ભાષા | (4) ઉર્દુ |
નીચે આપેલાં જોડકાંમાં એક જોડકું સાચું નથી તે જણાવો.
નીચે દર્શાવેલ વિધાનો પૈકી એક વિધાન સંપૂર્ણ સાચું છે.
ભારતમાં અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?
આપણા દેશનાં કયા સ્થાપત્ય પર ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’ તે ઉક્તિ કંડારાયેલ છે. તો નીચેનામાંથી યોગ્ય જવાબ લખો.
નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. કયા કિલ્લાની બાબત છે. તે સાચો જવાબ લખો.
વર્ણન:-
જોડકાં જોડો.
| સ્થાપત્ય | પંક્તિ |
|---|---|
| (a) કુતુબમિનાર | (i) લાલ અને સફેદ પથ્થરોનો ઉપયોગ કુશળતા પૂર્વક થયો. |
| (b) હુમાયુનો મકબરો | (ii) ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે. |
| (c) તાજમહાલ | (iii) કાળા પથ્થરોમાંથી બનેલ હોવાથી ‘કાળા પેગોડા’ તરીકે ઓળખાય છે. |
| (d) કોણાર્કનું સૂર્યમંદિર | (iv) વિશ્વમાં સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે. |
પર્યટન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે ?
ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ તાજમહેલના શ્વેત સંગેમરમર(આરસ) ઝાંખા અને પીડા પડી રહ્યાં હતા તેનું શું કારણ હતું ?
દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળતું સંસાધન કયું છે ?
વન્યપ્રાણી અભ્યારણ બાબતે કઈ હકીકત સાચી છે ?
ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો ?
નજીકનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત રાજ્ય પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?
નીચેનામાંથી કયો પાક બાગાયતી નથી ?
ભારતની ખેતીના પાક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?
નીચે દર્શાવેલ ભારતના રાજ્યો અને તેમાં થતાં પાક આપેલ છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
| રાજ્ય | પાક |
|---|---|
| (a) હિમાચલ પ્રદેશ | (1) ઘઉં |
| (b) મધ્ય પ્રદેશ | (2) સરસવ |
| (c) રાજસ્થાન | (3) મકાઈ |
| (d) પંજાબ | (4) સફરજન |
પૃષ્ટીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
ભારતની નદી અને તેના પરની બહુહેતુક યોજના આપેલ છે. તો તેમાં કઈ જોડી સાચી નથી ?
નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?
વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં .......... દેશ પ્રથમ સ્થાન ધરાવે છે.
બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે. તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે ?
ભારતનું કયું નગર ‘‘સિલિકોન વેલી’’ તરીકે જાણીતું બન્યું છે ?
નીચેનામાંથી ભારતના કૃષિ આધારિત કાપડ ઉદ્યોગની કઈ જોડી સાચી નથી ?
હું કોણ છું ? મને ઓળખો. હું દિબ્રૂગઢથી કન્યાકુમારીને જોડતો ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છું.
ગુજરાત રાજ્યમાં સૌથી મોટું બંદર કયું છે ?
ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-નં. 7 સૌથી લાંબો છે. જે વારાણસીથી ............સ્થળ સુધી જાય છે.
વિશ્વ બેંકના ઈ.સ. 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલર ($) થી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય ?
શ્રી કિશનભાઈ વિશ્વના દેશોના અર્થતંત્રના લક્ષણો વિશે ચર્ચા કરતા હતાં. તેમાં એક દેશનાં લક્ષણો નીચે પ્રમાણેના છે. તો તે કેવા પ્રકારનું અર્થતંત્ર હશે ? લક્ષણો → દેશની વસ્તી વૃદ્ધિનો દર 2.5 ટકા છે. → દેશના લોકોની માથાદીઠ આવક 500 ડોલર છે. → રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 22 ટકા છે. → ટેક્નોલોજીનો વિકાસ ઓછો છે.
ભારત સરકારે ‘વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો’ કઈ સાલમાં પસાર કર્યો ?
વિશ્વ વ્યાપાર સંગઠન (W.T.O.) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?
મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?
નીચેનું વર્ણન ધ્યાનથી વાંચો. ‘‘જેમને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન હોય, નિર્ધારિત અપેક્ષિત આવક ઓછી હોય, જેઓ મુખ્યત્વે નિરક્ષર હોય છે. તેમનું સરેરાશ આયુષ્ય દર ઓછો હોય છે.’’ આ કેવા પ્રકારના લોકો ગણાય ?
15 મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?
ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે ?
જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) માં ગ્રાહકને થયેલ નુકશાન કેટલા લાખ રૂા. સુધીના દાવા સ્વીકારાય છે?
ભારત સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો ?
સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે ?
મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે કઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે ?
ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ ?
ભારતના બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?
ભારતના બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને .........તરીકે ઓળખવામાં આવે છે.
સંસ્કૃતિનો અર્થ આપો.
Answer
‘ગુપ્તયુગને કલાના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.’’ આ વિધાન સમજાવો.
Answer
મોહેં–જો–દડોની ગટર યોજના વિશે સમજૂતિ આપો.
Answer
વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.
Answer
જમીનના પ્રકાર કયા કયા છે ? (કોઈપણ ચાર નામ)
Answer
વનસંરક્ષણના ઉપાયો વર્ણવો.
Answer
કૃષિક્ષેત્રે થયેલ ટેક્નિકલ સુધારા સમજાવો. (કોઈપણ ચાર)
Answer
ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.
Answer
દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે ?
Answer
માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ તાંબાની ઉપયોગિતા શું-શું છે ?
Answer
સમાજવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો વર્ણવો.
Answer
આતંકવાદની સામાજિક અસરો લખો.
Answer
ગુજરાતના ગરબા અને ગરબીની સમજ આપો.
Answer
કોણાર્કનાં સૂર્યમંદિર વિશે નોંધ લખો.
Answer
લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે વર્ણન કરો.
Answer
ભારતમાં બેરોજગારીના પ્રકારો સમજાવો.
Answer
વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.
Answer
મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો.
Answer
વાસ્તુશાસ્ત્ર વિશે ટૂંકનોંધ લખો.
Answer
બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.
Answer
ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો. તેને અંકુશમાં લેવાના પગલાં જણાવો.
Answer
નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો.
Answer
નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 2) મગફળી ઉત્પાદન કરતાં એક રાજ્યનું નામ આપો.
Answer
નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 3) ખાંડ ઉદ્યોગના એક રાજ્યનું નામ આપો.
Answer
નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 4) અબરખનું ઉત્પાદન કરતાં એક રાજ્યનું નામ આપો.
Answer
નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 5) આંતરિક જળમાર્ગ હલ્દીયાથી અલ્હાબાદ કયા બે રાજ્યોમાંથી પસાર થાય છે ?
Answer