← Back to practice

July

Board exam · Social Science · 2016

76 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    આર્યો........ હતા.

    • A.સંગીત પ્રેમી
    • B.પ્રકૃતિ પ્રેમીCorrect
    • C.નાટક પ્રેમી
    • D.નૃત્ય પ્રેમી
  2. 2
    MCQ1 mark

    તેઓ સિંધુ ખીણની સંસ્કૃતિના સર્જક ગણાય છે. તેમણે માતૃરૂપે પાર્વતી અને પિતૃરૂપે પરમાત્મા અને શિવની પૂજાની સમજ આપી, તથા દીપ, ધૂપ અને આરતીથી પૂજા કરવાની પરંપરા આપી હતી. આ કયા લોકોની વાત છે તે નીચેનામાંથી લખો.

    • A.નેગ્રીટો
    • B.ઓસ્ટ્રેલોઈડ
    • C.દ્રવિડCorrect
    • D.આર્યો
  3. 3
    MCQ1 mark

    ભારત પ્રાચીન સમયથી કાચી તેમજ પકવેલી માટીનાં વાસણો માટે જાણીતું છે. જે દક્ષિણ ભારતના નાગાર્જુન કોંડા અને ગુજરાતના લાંઘણજમાંથી અસંખ્ય અવશેષો પ્રાપ્ત થયા છે. આવી માટીને શું કહે છે ?

    • A.ઈંટ
    • B.પાકેલી માટી
    • C.આરસપહાણ
    • D.ટેરાકોટાCorrect
  4. 4
    MCQ1 mark

    નાટયકલા શીખવતા સંજયભાઈએ નીચેના વિધાનો બોર્ડ પર લખી વિદ્યાર્થીઓને ખોટું વિધાન શોધવાકહ્યું.

    વિધાન – 1 – તે દશ્યશ્રાવ્ય માધ્યમ છે. વિધાન – 2 – તેમાં નાટયલેખન અને મંચન મહત્ત્વની બાબત છે. વિધાન – 3 – તેમાં અભિનય પ્રાણ ગણાતો નથી. વિધાન – 4 – તે અબાલવૃદ્ધોનું મનોરંજન અને લોકશિક્ષણ કરતી પ્રાચીનકળા છે.

    • A.વિધાન – 1 અને 3
    • B.વિધાન – 3Correct
    • C.વિધાન – 2
    • D.વિધાન – 2 અને 4
  5. 5
    MCQ1 mark

    ભગવાન બુદ્ધના દેહાવશેષોને એક પાત્રમાં મૂકી તેના પર અર્ધગોળાકાર ઈમારતો બનાવવામાં આવે છે. આવા સ્થાપત્યો કયા નામથી જાણીતા છે ?

    • A.સ્તૂપCorrect
    • B.કીર્તિસ્તંભ
    • C.સ્તંભલેખ
    • D.ગોપુરમ્
  6. 6
    MCQ1 mark

    ગોપુરમ્ એટલે શું?

    • A.બૌદ્ધ સાધુઓના વિહાર માટેનાં સ્થળો
    • B.મંદિરમાં જ્યાં મૂર્તિ રાખવામાં આવે છે તે ભાગ
    • C.દક્ષિણ ભારતના મંદિરની બહાર આવેલા ઊંચા સુશોભિત દરવાજાCorrect
    • D.સ્તંભો પર રચાયેલ મોટો હોલ.
  7. 7
    MCQ1 mark

    વર્ગખંડમાં ગુજરાતના જાણીતા શિલ્પ સ્થાપત્ય મોઢેરાના સૂર્યમંદિર અંગેની એક ચર્ચા સભામાં વિદ્યાર્થીઓએ જુદા-જુદા મંતવ્યો વ્યક્ત કર્યા.

    પ્રવીણ – આ મંદિર સોલંકીવંશના રાજા ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયું હતું. સોનલ – સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહમાં રહેલી સૂર્યની પ્રતિમાના મુકટમાં રહેલા મણિ પર પડતા સમગ્ર મંદિર ઝળહળી ઉઠતું. વિપુલ – આ મંદિર કાળા પેગોડા તરીકે વિખ્યાત છે. રૂબીના – આ મંદિરની બહાર જળકુંડમાં નાના-નાના 108 મંદિરો આવેલા છે.

    આ ચર્ચામાં કોણ સાચું છે ? તે શોધો.

    • A.પ્રવીણ, સોનલ અને રૂબીનાCorrect
    • B.માત્ર રૂબીના અને વિપુલ
    • C.વિપુલ, સોનલ અને પ્રવીણ
    • D.માત્ર સોનલ અને વિપુલ
  8. 8
    MCQ1 mark

    કયા મુઘલ બાદશાહએ મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરવા માટે એક અલગ ખાતાની સ્થાપના કરી હતી ?

    • A.બાબર
    • B.હુમાયુ
    • C.શાહજહાં
    • D.અકબરCorrect
  9. 9
    MCQ1 mark

    ‘તક્ષશિલા વિદ્યાપીઠ’ માટે કયું વિધાન સંલગ્ન છે ?

    • A.આ વિદ્યાપીઠમાંથી યુઅન-શ્વાંગ 657 ગ્રંથો લઈ ગયા હતાં.
    • B.આ વિદ્યાપીઠમાં 64 વિદ્યાઓનું શિક્ષણ અપાતું હતું.Correct
    • C.અહીં મહાવિદ્યાલયમાં સાત મોટા ખંડો હતાં.
    • D.અહીં વ્યાખ્યાન માટેના ત્રણસો ખંડો હતાં.
  10. 10
    MCQ1 mark

    ભારતમાં ભાષાઓનાં ક્રમશઃ વિકાસને લીધે આપણો સાહિત્યિક વારસો ખૂબ સમૃદ્ધ બન્યો છે. ભાષાઓને લગતા નીચે મુજબના જોડકાંમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    (અ)(બ)
    (A) મુઘલકાળ દરમ્યાન વિકસેલી ભાષા(1) અવધી
    (B) ઉત્તર ભારતમાં મધ્યયુગની શરૂઆતમાં સાહિત્યની ભાષા(2) ફારસી
    (C) દિલ્લીના સુલતાનોની રાજભાષા(3) સંસ્કૃત
    (D) તુલસીદાસે રામચરિતમાનસં લખેલ ભાષા(4) ઉર્દુ
    • A.A - 2, B - 3, C - 4, D - 1
    • B.A - 4, B – 3, C - 2, D - 1Correct
    • C.A - 3, B - 4, C - 1, D - 2
    • D.A - 1, B - 2, C - 3, D - 4
  11. 11
    MCQ1 mark

    નીચે આપેલાં જોડકાંમાં એક જોડકું સાચું નથી તે જણાવો.

    • A.કવિ કમ્બલ – તમિલ ભાષામાં રામાયણમ્ની રચના
    • B.કવિ ચંદુબદરાઈ – હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ
    • C.રાજતરંગિણી – ભારતનો સર્વ પ્રથમ ઐતિહાસિક ગ્રંથ
    • D.મુલ્લા દાઉદ – પદ્માવતCorrect
  12. 12
    MCQ1 mark

    નીચે દર્શાવેલ વિધાનો પૈકી એક વિધાન સંપૂર્ણ સાચું છે.

    • A.સુશ્રુતસંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિઓ-ઔષધિઓનું વર્ણન છે.
    • B.ચરકસંહિતા નામના ગ્રંથમાં શસ્ત્રક્રિયા માટેના ધારદાર સાધનોનો ઉલ્લેખ છે.
    • C.શૂન્યની શોધ આર્યભટ્ટે કરી.Correct
    • D.ભાસ્કરાચાર્યે ‘દશગીતિકા’ ગ્રંથ લખ્યો.
  13. 13
    MCQ1 mark

    ભારતમાં અજંતાની ગુફાઓ નીચેનામાંથી કયા રાજ્યમાં આવેલી છે ?

    • A.મહારાષ્ટ્રCorrect
    • B.મધ્યપ્રદેશ
    • C.ઓડિશા
    • D.ગુજરાત
  14. 14
    MCQ1 mark

    આપણા દેશનાં કયા સ્થાપત્ય પર ‘‘સ્વર્ગના બગીચામાં પવિત્ર દિલોનું સ્વાગત છે.’’ તે ઉક્તિ કંડારાયેલ છે. તો નીચેનામાંથી યોગ્ય જવાબ લખો.

    • A.સૂર્યમંદિર – મોઢેરા
    • B.લાલ કિલ્લો – દિલ્હીCorrect
    • C.તાજમહાલ – આગ્રા
    • D.બૃહદેશ્વર મંદિર – થંજાવુર
  15. 15
    MCQ1 mark

    નીચે એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન કરેલ છે. કયા કિલ્લાની બાબત છે. તે સાચો જવાબ લખો.

    વર્ણન:-

    • આ કિલ્લામાં રંગમહેલ આવેલ છે.
    • તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે.
    • આ કિલ્લામાં મયુરાસનનું સર્જન કરાવવામાં આવ્યું હતું.
    • A.ફતેહપુર સિકરીનો કિલ્લો
    • B.ગોલકોંડાનો કિલ્લો
    • C.લાલ કિલ્લોCorrect
    • D.ચાંપાનેરનો કિલ્લો
  16. 16
    MCQ1 mark

    જોડકાં જોડો.

    સ્થાપત્યપંક્તિ
    (a) કુતુબમિનાર(i) લાલ અને સફેદ પથ્થરોનો ઉપયોગ કુશળતા પૂર્વક થયો.
    (b) હુમાયુનો મકબરો(ii) ભારતમાં પથ્થરોમાંથી બનેલ સૌથી ઊંચો સ્તંભ મિનાર છે.
    (c) તાજમહાલ(iii) કાળા પથ્થરોમાંથી બનેલ હોવાથી ‘કાળા પેગોડા’ તરીકે ઓળખાય છે.
    (d) કોણાર્કનું સૂર્યમંદિર(iv) વિશ્વમાં સાત અજાયબીઓમાં સ્થાન ધરાવે છે.
    • A.(a - i), (b - ii), (c - iii), (d - iv)
    • B.(a - ii), (b - i), (c - iii), (d - iv)
    • C.(a - iii), (b - iv), (c - ii), (d - i)
    • D.(a - ii), (b - i), (c - iv), (d - iii)Correct
  17. 17
    MCQ1 mark

    પર્યટન ઉદ્યોગથી રાજ્યને કયો લાભ થાય છે ?

    • A.આર્થિકCorrect
    • B.સામાજિક
    • C.રાજકીય
    • D.શૈક્ષણિક
  18. 18
    MCQ1 mark

    ઉત્તર પ્રદેશના આગ્રામાં આવેલ તાજમહેલના શ્વેત સંગેમરમર(આરસ) ઝાંખા અને પીડા પડી રહ્યાં હતા તેનું શું કારણ હતું ?

    • A.ભૂમિ પ્રદૂષણ
    • B.જળ પ્રદૂષણ
    • C.વાયુપ્રદૂષણCorrect
    • D.ધ્વનિ પ્રદૂષણ
  19. 19
    MCQ1 mark

    દુનિયામાં ભાગ્યે જ એક કે બે સ્થળે મળતું સંસાધન કયું છે ?

    • A.સર્વસુલભ સંસાધન
    • B.વિરલ સંસાધન
    • C.સામાન્ય સુલભ સંસાધન
    • D.એકલ સંસાધનCorrect
  20. 20
    MCQ1 mark

    વન્યપ્રાણી અભ્યારણ બાબતે કઈ હકીકત સાચી છે ?

    • A.અભ્યારણ્યોમાં માનવીના હરવા-ફરવા પર પ્રતિબંધ હોય છે.
    • B.અભ્યારણ્યોમાં ચોક્કસ મર્યાદામાં માનવ પ્રવૃત્તિઓને અનુમતિ અપાય છે.Correct
    • C.અભ્યારણ્યોમાં કોઈપણ વ્યક્તિ પશુચારણ કરાવી શકતી નથી.
    • D.ગુજરાતમાં એકપણ અભ્યારણ્ય નથી.
  21. 21
    MCQ1 mark

    ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો ?

    • A.વાઘCorrect
    • B.ઘૂડખર
    • C.રીંછ
    • D.દીપડા
  22. 22
    MCQ1 mark

    નજીકનામાંથી કયા મસાલા પાકમાં ગુજરાત રાજ્ય પ્રથમ ઉત્પાદક રાજ્ય છે ?

    • A.મેથી
    • B.ધાણા
    • C.ઈસબગુલCorrect
    • D.સરસવ
  23. 23
    MCQ1 mark

    નીચેનામાંથી કયો પાક બાગાયતી નથી ?

    • A.રબર
    • B.ચા
    • C.સરસવCorrect
    • D.કૉફી
  24. 24
    MCQ1 mark

    ભારતની ખેતીના પાક વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી ?

    • A.કૉફીના છોડ પર સીધો પ્રકાશ ન પાડવો જોઈએ.
    • B.ભારતના કેરલ, કર્ણાટક અને તમિલનાડુ રાજ્યોમાં નાળિયેરના બગીચા છે.
    • C.શેરડીમાંથી ખાંડ, ખાંડસરી અને ગોળ બને છે.
    • D.ચણા, વટાણા, મસૂર વગેરે ખરીફ પાક છે.Correct
  25. 25
    MCQ1 mark

    નીચે દર્શાવેલ ભારતના રાજ્યો અને તેમાં થતાં પાક આપેલ છે. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    રાજ્યપાક
    (a) હિમાચલ પ્રદેશ(1) ઘઉં
    (b) મધ્ય પ્રદેશ(2) સરસવ
    (c) રાજસ્થાન(3) મકાઈ
    (d) પંજાબ(4) સફરજન
    • A.(a - 1), (b - 2), (c - 3), (d - 4)
    • B.(a - 4), (b - 3), (c - 2), (d - 1)Correct
    • C.(a - 2), (b - 1), (c - 4), (d – 3)
    • D.(a - 3), (b - 4), (c - 1), (d - 2)
  26. 26
    MCQ1 mark

    પૃષ્ટીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે ?

    • A.તળાવો
    • B.વૃષ્ટિ
    • C.નદીઓCorrect
    • D.સરોવરો
  27. 27
    MCQ1 mark

    ભારતની નદી અને તેના પરની બહુહેતુક યોજના આપેલ છે. તો તેમાં કઈ જોડી સાચી નથી ?

    • A.સતલુજ નદી – ભાખરા-નાંગલ
    • B.તાપી નદી – ઉકાઈ યોજના
    • C.મહાનદી – નાગાર્જુન સાગરCorrect
    • D.સાબરમતી નદી – ધરોઈ યોજના
  28. 28
    MCQ1 mark

    નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતાં કયો વિકલ્પ સાચો જણાય છે ?

    • A.ચંબલખીણ, ભાખરા-નાંગલ, નર્મદાખીણ, નાગાર્જુન સાગર
    • B.ભાખરા-નાંગલ, નાગાર્જુન સાગર, નર્મદાખીણ, ચંબલખીણ
    • C.નાગાર્જુન સાગર, નર્મદાખીણ, ચંબલખીણ, ભાખરા-નાંગલ
    • D.ભાખરા-નાંગલ, ચંબલખીણ, નર્મદાખીણ, નાગાર્જુન સાગરCorrect
  29. 29
    MCQ1 mark

    વિશ્વમાં અબરખના ઉત્પાદનમાં .......... દેશ પ્રથમ સ્થાન ધરાવે છે.

    • A.ઈંગ્લેન્ડ
    • B.ભારતCorrect
    • C.ચીન
    • D.અમેરિકા
  30. 30
    MCQ1 mark

    બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરની એક શાળા ધોરણ 10 ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઈચ્છે છે. તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે ?

    • A.મેથાણ
    • B.ઉજ્જૈલ
    • C.દાંતીવાડાCorrect
    • D.ધુવારણ
  31. 31
    MCQ1 mark

    ભારતનું કયું નગર ‘‘સિલિકોન વેલી’’ તરીકે જાણીતું બન્યું છે ?

    • A.જયપુર
    • B.દિલ્લી
    • C.નાગપુર
    • D.બેંગાલુરુCorrect
  32. 32
    MCQ1 mark

    નીચેનામાંથી ભારતના કૃષિ આધારિત કાપડ ઉદ્યોગની કઈ જોડી સાચી નથી ?

    • A.રેશમી કાપડ – જમ્મુ-કશ્મીર
    • B.શણ કાપડ – આંધ્રપ્રદેશ
    • C.સુતરાઉ કાપડ – હરિયાણાCorrect
    • D.ઊની કાપડ – પંજાબ
  33. 33
    MCQ1 mark

    હું કોણ છું ? મને ઓળખો. હું દિબ્રૂગઢથી કન્યાકુમારીને જોડતો ભારતનો સૌથી લાંબો રેલમાર્ગ છું.

    • A.કર્ણાવતી એક્સપ્રેસ
    • B.ગરીબરથ એક્સપ્રેસ
    • C.યોગા એક્સપ્રેસ
    • D.વિવેક એક્સપ્રેસCorrect
  34. 34
    MCQ1 mark

    ગુજરાત રાજ્યમાં સૌથી મોટું બંદર કયું છે ?

    • A.વેરાવળ
    • B.પોરબંદર
    • C.કંડલાCorrect
    • D.હજીરા
  35. 35
    MCQ1 mark

    ભારતમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ-નં. 7 સૌથી લાંબો છે. જે વારાણસીથી ............સ્થળ સુધી જાય છે.

    • A.કન્યાકુમારીCorrect
    • B.ચેન્નાઈ
    • C.મુંબઈ
    • D.બેંગાલુરુ
  36. 36
    MCQ1 mark

    વિશ્વ બેંકના ઈ.સ. 2004 ના અહેવાલ મુજબ માથાદીઠ આવક કેટલા ડોલર ($) થી ઓછી હોય તો તે વિકાસશીલ દેશ કહેવાય ?

    • A.480 $
    • B.735 $Correct
    • C.250 $
    • D.580 $
  37. 37
    MCQ1 mark

    શ્રી કિશનભાઈ વિશ્વના દેશોના અર્થતંત્રના લક્ષણો વિશે ચર્ચા કરતા હતાં. તેમાં એક દેશનાં લક્ષણો નીચે પ્રમાણેના છે. તો તે કેવા પ્રકારનું અર્થતંત્ર હશે ? લક્ષણો → દેશની વસ્તી વૃદ્ધિનો દર 2.5 ટકા છે. → દેશના લોકોની માથાદીઠ આવક 500 ડોલર છે. → રાષ્ટ્રીય આવકમાં ખેતીનો હિસ્સો 22 ટકા છે. → ટેક્નોલોજીનો વિકાસ ઓછો છે.

    • A.વિકાસશીલ અર્થતંત્રCorrect
    • B.વિકસિત અર્થતંત્ર
    • C.મિશ્ર અર્થતંત્ર
    • D.સામ્યવાદી અર્થતંત્ર
  38. 38
    MCQ1 mark

    ભારત સરકારે ‘વાયુ પ્રદૂષણ નિયંત્રણ ધારો’ કઈ સાલમાં પસાર કર્યો ?

    • A.ઈ.સ. 1951
    • B.ઈ.સ. 1961
    • C.ઈ.સ. 1981Correct
    • D.ઈ.સ. 1991
  39. 39
    MCQ1 mark

    વિશ્વ વ્યાપાર સંગઠન (W.T.O.) નું મુખ્ય મથક ક્યાં આવેલું છે ?

    • A.લંડન
    • B.જીનીવાCorrect
    • C.કોલકત્તા
    • D.ન્યુયોર્ક
  40. 40
    MCQ1 mark

    મહિલા સશક્તિકરણ, કૌશલ્યવર્ધન તાલીમ, સ્વરોજગારી અને બજાર સાથે જોડાણ કરવાનો હેતુ કઈ સરકારી યોજનામાં રાખવામાં આવ્યો છે ?

    • A.પ્રધાનમંત્રી જીવનજ્યોતિ યોજના
    • B.મિશનમંગલમ્ યોજનાCorrect
    • C.રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર યોજના
    • D.ઍગ્રો બિઝનેસ પૉલીસી – 2016
  41. 41
    MCQ1 mark

    નીચેનું વર્ણન ધ્યાનથી વાંચો. ‘‘જેમને બે ટંક પૂરતું ભોજન મળતું ન હોય, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન હોય, નિર્ધારિત અપેક્ષિત આવક ઓછી હોય, જેઓ મુખ્યત્વે નિરક્ષર હોય છે. તેમનું સરેરાશ આયુષ્ય દર ઓછો હોય છે.’’ આ કેવા પ્રકારના લોકો ગણાય ?

    • A.ઔદ્યોગિક બેરોજગારો
    • B.ખેતમજૂરો
    • C.શિક્ષિત બેરોજગારો
    • D.તમામ પ્રકારના ગરીબી રેખાની નીચે જીવતા લોકોCorrect
  42. 42
    MCQ1 mark

    15 મી માર્ચનો દિવસ ભારતમાં કયા દિવસ તરીકે ઉજવાય છે ?

    • A.ગ્રાહક અધિકાર દિન
    • B.વિશ્વ ગ્રાહક દિનCorrect
    • C.ગ્રાહક જાગૃતિ દિન
    • D.ગ્રાહક સુરક્ષા આયોગ
  43. 43
    MCQ1 mark

    ગ્રાહક શિક્ષણ-જાગૃતિ માટે કયું સામયિક બહાર પડે છે ?

    • A.ગ્રાહક જાગૃત મંચ
    • B.ગ્રાહક શિક્ષણ
    • C.ઈન સાઈટCorrect
    • D.કન્ઝયુમર એક્ટ
  44. 44
    MCQ1 mark

    જિલ્લા ફોરમ (જિલ્લા મંચ) માં ગ્રાહકને થયેલ નુકશાન કેટલા લાખ રૂા. સુધીના દાવા સ્વીકારાય છે?

    • A.રૂા. 20 લાખCorrect
    • B.રૂા. 30 લાખ
    • C.રૂા. 40 લાખ
    • D.રૂા. 15 લાખ
  45. 45
    MCQ1 mark

    ભારત સરકારે ભાવસપાટીને સ્થિર રાખવા માટે કયો ધારો અમલમાં મૂક્યો ?

    • A.આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1981
    • B.આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1950
    • C.આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1955Correct
    • D.આવશ્યક ચીજવસ્તુઓનો ધારો – 1975
  46. 46
    MCQ1 mark

    સરકાર દ્વારા કઈ પેદાશોના ભાવો નિર્ધારિત થાય છે ?

    • A.શાકભાજી
    • B.દાકતરી સારવાર
    • C.પેટ્રોલ-ડીઝલCorrect
    • D.હોટલમાં જમણ
  47. 47
    MCQ1 mark

    મહિલા સુરક્ષા અંતર્ગત માર્ગદર્શન મેળવવા માગતી મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે કઈ હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે ?

    • A.108
    • B.181Correct
    • C.104
    • D.100
  48. 48
    MCQ1 mark

    ભારતમાં મહિલા સશક્તિકરણ વર્ષ તરીકે કયા વર્ષને ઉજવવામાં આવેલ ?

    • A.ઈ.સ. 1975
    • B.ઈ.સ. 2002Correct
    • C.ઈ.સ. 1985
    • D.ઈ.સ. 1999
  49. 49
    MCQ1 mark

    ભારતના બંધારણના કયા આર્ટિકલ પ્રમાણે અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી છે ?

    • A.આર્ટિકલ 17Correct
    • B.આર્ટિકલ 46
    • C.આર્ટિકલ 25
    • D.આર્ટિકલ 29
  50. 50
    MCQ1 mark

    ભારતના બંધારણની કલમ 342 પ્રમાણેની અનુસૂચિ પ્રમાણે સમાવિષ્ટ જાતિઓને .........તરીકે ઓળખવામાં આવે છે.

    • A.લઘુમતી જાતિઓ
    • B.અનુસૂચિત જાતિઓ
    • C.બક્ષીપંચની જાતિઓ
    • D.અનુસૂચિત જનજાતિઓCorrect
  51. 51
    SHORT ANSWER2 marks

    સંસ્કૃતિનો અર્થ આપો.

    Answer

    સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. માનવ મનનું ખેડાણ અને તેમાં ઉતરેલી ટેવો, મૂલ્યો, આચાર-વિચાર વગેરેનો સરવાળો.
  52. 52
    LONG ANSWER2 marks

    ‘ગુપ્તયુગને કલાના સુવર્ણયુગ તરીકે ઓળખવામાં આવે છે.’’ આ વિધાન સમજાવો.

    Answer

    ગુપ્તકાળમાં શિલ્પ, સ્થાપત્ય, ચિત્ર, નૃત્ય, સંગીત વગેરે કલાઓનો અભૂતપૂર્વ વિકાસ થયો હતો. આ સમયમાં જબલપુરનું પાર્વતી મંદિર, ભુમરાનું શિવમંદર અને અજંતા-ઈલોરાની ગુફાઓના ચિત્રો આ કલાના ઉત્કૃષ્ટ નમૂના હોવાથી તેને સુવર્ણયુગ કહે છે.
  53. 53
    LONG ANSWER2 marks

    મોહેં–જો–દડોની ગટર યોજના વિશે સમજૂતિ આપો.

    Answer

    મોહેં-જો-દડોની નગરરચનાનું વિશિષ્ટ લક્ષણ તેની ગટર યોજના હતી. આવી ગટર યોજના સમકાલીન સભ્યતાઓમાં ભૂમધ્ય સમુદ્રના ક્રીટ ટાપુ સિવાય ક્યાંય જોવા મળતી નથી. દરેક મકાનમાં ખાળકુવો હતો જે મુખ્ય ગટર સાથે જોડાયેલ હતો.
  54. 54
    SHORT ANSWER2 marks

    વારસાના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.

    Answer

    વારસાનું જતન કરવું એ દરેક નાગરિકની પવ બંધારણીય ફરજ છે. ઐતિહાસિક સ્મારકોને નુકસાન ન પહોંચાડવું અને તેની જાળવણીમાં સહકાર આપવો જોઈએ.
  55. 55
    SHORT ANSWER2 marks

    જમીનના પ્રકાર કયા કયા છે ? (કોઈપણ ચાર નામ)

    Answer

    1. કાંપની જમીન, 2. રાતી જમીન, 3. કાળી જમીન, 4. લેટેરાઈટ (પડખાઉ) જમીન.
  56. 56
    SHORT ANSWER2 marks

    વનસંરક્ષણના ઉપાયો વર્ણવો.

    Answer

    લાકડાના સ્થાને સૌર ઉર્જા કે બાયોગેસનો ઉપયોગ કરવો, પડતર જમીનમાં વનીકરણ કરવું અને જંગલો કાપવા પર કડક નિયંત્રણો મૂકવા.
  57. 57
    LONG ANSWER2 marks

    કૃષિક્ષેત્રે થયેલ ટેક્નિકલ સુધારા સમજાવો. (કોઈપણ ચાર)

    Answer

    સિંચાઈ માટે ટપક પદ્ધતિ અને ફુવારા પદ્ધતિનો ઉપયોગ, હાઈબ્રિડ બિયારણોનો ઉપયોગ, રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો ઉપયોગ અને ટ્રેક્ટર-થ્રેસર જેવા આધુનિક યંત્રોનો ઉપયોગ.
  58. 58
    LONG ANSWER2 marks

    ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.

    Answer

    ભારતની લગભગ 60 ટકા વસ્તી રોજગારી માટે ખેતી પર નિર્ભર છે. રાષ્ટ્રીય આવકમાં ખેતીનો ફાળો લગભગ 17 ટકા છે અને તે ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે.
  59. 59
    SHORT ANSWER2 marks

    દક્ષિણ ભારતમાં તળાવો દ્વારા ખેતી થાય છે. શા માટે ?

    Answer

    દક્ષિણ ભારતનું ભૂપૃષ્ઠ પહાડી અને ઉચ્ચપ્રદેશ વાળું હોવાથી ત્યાં નહેરો બનાવવી મુશ્કેલ છે, તેથી કુદરતી ખાડાઓમાં પાણી સંગ્રહીને તળાવો દ્વારા ખેતી કરવામાં આવે છે.
  60. 60
    SHORT ANSWER2 marks

    માનવીને સૌ પ્રથમ ઉપયોગમાં આવેલી ધાતુ તાંબાની ઉપયોગિતા શું-શું છે ?

    Answer

    તાંબુ વિદ્યુતનું સુવાહક હોવાથી વીજળીના તાર, સાધનો, રેડિયો, ટેલિફોન અને વાસણો બનાવવામાં ઉપયોગી છે.
  61. 61
    SHORT ANSWER2 marks

    સમાજવાદી અર્થવ્યવસ્થાના લક્ષણો વર્ણવો.

    Answer

    સાધનોની માલિકી રાજ્યની હોય છે, આર્થિક નિર્ણયો રાજ્ય દ્વારા લેવાય છે અને નફાને બદલે સમાજનું કલ્યાણ મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.
  62. 62
    SHORT ANSWER2 marks

    આતંકવાદની સામાજિક અસરો લખો.

    Answer

    લોકોમાં ભય અને અસલામતીની ભાવના જન્મે છે, કોમી રમખાણો થાય છે અને ભાઈચારો નાશ પામે છે.
  63. 63
    LONG ANSWER3 marks

    ગુજરાતના ગરબા અને ગરબીની સમજ આપો.

    Answer

    ગરબો શબ્દ 'ગર્ભદીપ' પરથી આવ્યો છે. નવરાત્રિમાં શક્તિની આરાધના માટે સ્ત્રીઓ ગરબા ગાય છે. ગરબીનો સંબંધ મુખ્યત્વે શ્રીકૃષ્ણની ભક્તિ સાથે છે અને તે પુરુષ પ્રધાન હોય છે.
  64. 64
    LONG ANSWER3 marks

    કોણાર્કનાં સૂર્યમંદિર વિશે નોંધ લખો.

    Answer

    ઓડિશાના પુરી જિલ્લામાં આવેલું આ મંદિર રથ આકારનું છે. તેમાં 12 મોટા પૈડાં અને 7 ઘોડા ખેંચતા હોય તેવું દર્શાવાયું છે. તેને 'કાળા પેગોડા' પણ કહેવામાં આવે છે.
  65. 65
    LONG ANSWER3 marks

    લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે વર્ણન કરો.

    Answer

    આ ઉદ્યોગ આધુનિક ઉદ્યોગની ધરી સમાન છે. ભારતનો પ્રથમ લોખંડનો કારખાનું કુલ્ટીમાં સ્થપાયું હતું. ટાટા આયર્ન એન્ડ સ્ટીલ કંપની (TISCO) જમશેદપુરમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
  66. 66
    LONG ANSWER3 marks

    ભારતમાં બેરોજગારીના પ્રકારો સમજાવો.

    Answer

    1. મોસમી બેરોજગારી, 2. છૂપી (પ્રચ્છન્ન) બેરોજગારી, 3. માળખાગત બેરોજગારી, 4. ઘર્ષણજન્ય બેરોજગારી, 5. શિક્ષિત બેરોજગારી.
  67. 67
    LONG ANSWER3 marks

    વિશ્વ શ્રમ બજારનો ખ્યાલ સ્પષ્ટ કરો.

    Answer

    વિશ્વના દેશો જ્યારે પોતાના શ્રમિકોનું આદાન-પ્રદાન આંતરરાષ્ટ્રીય સ્તરે કરે ત્યારે તેને વિશ્વ શ્રમ બજાર કહેવાય છે. ઉચ્ચ અભ્યાસ અને તાલીમ માટે થતું સ્થળાંતર આનો ભાગ છે.
  68. 68
    LONG ANSWER3 marks

    મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ જણાવો.

    Answer

    કન્યા કેળવણી રથયાત્રા, સરસ્વતી સાધના યોજના (સાયકલ વિતરણ), મિશન મંગલમ યોજના અને વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.
  69. 69
    LONG ANSWER5 marks

    વાસ્તુશાસ્ત્ર વિશે ટૂંકનોંધ લખો.

    Answer

    વાસ્તુશાસ્ત્ર એ ભારતીય વિજ્ઞાનનો અનમોલ વારસો છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ અને વિશ્વકર્માએ આ ક્ષેત્રે મહત્વનું પ્રદાન કર્યું છે. તેમાં રહેવાની જગ્યા, મંદિર વગેરેના નિર્માણ માટેના નિયમો દર્શાવ્યા છે.
  70. 70
    LONG ANSWER5 marks

    બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારની મુખ્ય જોગવાઈઓ સમજાવો.

    Answer

    6 થી 14 વર્ષના બાળકોને મફત શિક્ષણ, શાળામાં પ્રવેશ સમયે કોઈ ફી કે ટેસ્ટ નહીં, શિક્ષકો દ્વારા ખાનગી ટ્યુશન પર પ્રતિબંધ અને યોગ્ય ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈઓ છે.
  71. 71
    LONG ANSWER5 marks

    ભ્રષ્ટાચારની વ્યાખ્યા આપો. તેને અંકુશમાં લેવાના પગલાં જણાવો.

    Answer

    ભ્રષ્ટાચાર એટલે સત્તાનો દુરુપયોગ કરી અંગત લાભ મેળવવો. તેને અંકુશમાં લેવા લોકપાલ અને લોકાયુક્તની નિમણૂક, લાંચ રુશ્વત વિરોધી બ્યુરોની સ્થાપના અને પારદર્શી વહીવટ જરૂરી છે.
  72. 72
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો.

    1. જૈવ આરક્ષિત ક્ષેત્ર – સુંદરવન કયા રાજ્યમાં આવેલું છે ?

    Answer

    પશ્ચિમ બંગાળ
  73. 73
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 2) મગફળી ઉત્પાદન કરતાં એક રાજ્યનું નામ આપો.

    Answer

    ગુજરાત
  74. 74
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 3) ખાંડ ઉદ્યોગના એક રાજ્યનું નામ આપો.

    Answer

    ઉત્તર પ્રદેશ અથવા મહારાષ્ટ્ર
  75. 75
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 4) અબરખનું ઉત્પાદન કરતાં એક રાજ્યનું નામ આપો.

    Answer

    આંધ્રપ્રદેશ અથવા રાજસ્થાન
  76. 76
    SHORT ANSWER1 mark

    નીચે આપેલા ભારતના નક્શામાં આપેલ વિગતો દર્શાવો. 5) આંતરિક જળમાર્ગ હલ્દીયાથી અલ્હાબાદ કયા બે રાજ્યોમાંથી પસાર થાય છે ?

    Answer

    ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ
July (2016) — Practice — Pratikriya