← Back to practice

March

Board exam · Social Science · 2017

77 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    એક પ્રજા જે પ્રકૃતિ પ્રેમી છે. વૃક્ષો, નદી, સૂર્ય, વરસાદ વગેરેની પૂજા કરતા, તેમનામાંથી ધાર્મિક વિધિઓ ઉદ્ભવી હતી તે પછી યજ્ઞયાગાદિ ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી.

    • A.ઓસ્ટ્રોલોઈડ પ્રજા
    • B.નેગ્રીટો પ્રજા
    • C.આર્યપ્રજાCorrect
    • D.અલ્પાઈન પ્રજા
  2. 2
    MCQ1 mark

    ભારતની પ્રજાને ભરપૂર પાણીવાળી નદીઓ, ઝરણાં, તરાઈના જંગલો, પવિત્ર યાત્રાધામ જેવા ભૂમિદશ્યોની ભેટ કોના દ્વારા આપવામાં આવી છે ?

    • A.હિમાલયCorrect
    • B.સહ્યાદ્રિ
    • C.અરવલ્લી
    • D.નિલગિરિ
  3. 3
    MCQ1 mark

    નીચે આપેલ શહેરોમાંથી એક શહેર જે વીંટી, હાર, દામણી, ચૂની, કુંડલ જેવા અલંકારોમાં કિંમતી પથ્થરોનું જડતર કામ માટે જાણીતું છે ?

    • A.રાજસ્થાન – જોધપુર
    • B.રાજસ્થાન - બિકાનેરCorrect
    • C.ગુજરાત – સુરત
    • D.ઉત્તરપ્રદેશ – વારાણસી
  4. 4
    MCQ1 mark

    મહાકવિ કાલીદાસને સુસંગત ચાર વિધાનો આપ્યાં છે. જેમાંથી એક વિધાન કવિ કાલીદાસ સાથે સંબંધ ધરાવતું નથી, તે કયું ?

    • A.કાલીદાસની શ્રેષ્ઠ રચના ‘અભિજ્ઞાન શાકુન્તલમ’ હતી.
    • B.કાલીદાસે વૈદર્ભિ શૈલીમાં નાટય રચનાઓ રચી હતી.
    • C.કાલીદાસની નાટય રચનાને જર્મન કવિ ગેટે પ્રશંસા કરી હતી.
    • D.મહાવીર ચરિતમ અને સ્વપ્નવાસવદત્તમ એ તેમની નોંધપાત્ર રચનાઓ છે.Correct
  5. 5
    MCQ1 mark

    પ્રાચીન સમયનું એક વેપાર વાણિજ્યનું કેન્દ્ર જ્યાંથી તાંબું ગાળવાની ભઠ્ઠી, ઓજારો બનાવવાના ઉપકરણો, ધાતુની બંગડી તથા સોનાના દાગીના વિ. ના અવશેષો મળ્યા તે સ્થળ ઓળખો.

    • A.ધોળાવીરા
    • B.મોહેંજોદડો
    • C.દેશળપુર
    • D.લોથલCorrect
  6. 6
    MCQ1 mark

    આપણા સાહિત્યિક વારસામાં ‘‘અર્થશાસ્ત્ર’’ નામના ગ્રંથનું નામ ગૌરવભેર લેવાય છે. નીચે પૈકીની કઈ બાબત આ ગ્રંથને યોગ્ય રીતે લાગું પડે છે ?

    • A.તેમાં બૌદ્ધ તત્ત્વ જ્ઞાની નાગસેન અને મિલિન્દ વચ્ચેના સંવાદો આલેખવામાં આવેલા છે.
    • B.તેમાં અર્થશાસ્ત્રને લગતા સિદ્ધાંતોનું આલેખન થયેલ છે.
    • C.તે વહીવટી વિજ્ઞાનને લગતી કૃતિ છે.Correct
    • D.તેની રચના ભવભૂતિએ કરેલ છે.
  7. 7
    LONG ANSWER1 mark

    નીચે વિભાગ A માં વંશજો આપ્યા છે તથા વિભાગ B માં રાજાઓના નામ આપ્યા છે. યોગ્ય જોડકા જોડી સાચાં વિકલ્પ પસંદ કરી દર્શાવો.

    AB
    a) પલ્લવ વંશ1) ભીમદેવ પ્રથમ
    b) મુઘલ વંશ2) નૃસિંહવર્મન બીજો
    c) ચોલ વંશ3) બાબર
    d) સોલંકી વંશ4) રાજરાજ

    Answer

    a-2, b-3, c-4, d-1
  8. 8
    MCQ1 mark

    અકબરના દરબારમાં ઉર્દૂ સાહિત્યકાર મહંમદ હુસેન આઝાદ થઈ ગયા, જેણે એક મૌલિક ગ્રંથની રચના કરી હતી.

    • A.દરબારે–અકબરીCorrect
    • B.બિહારી-સતસઈ
    • C.આયને અકબરી
    • D.અકબરનામા
  9. 9
    LONG ANSWER1 mark

    સાહિત્ય વારસાને લગતા જોડકાને યોગ્ય રીતે જોડો.

    AB
    a) ધર્મ તત્ત્વજ્ઞાન અને જ્ઞાન વિજ્ઞાનની પ્રાચીન ભાષાi) પ્રાકૃત
    b) ભગવાન મહાવીર અને બુધ્ધે જે ભાષામાં જનતાને ઉપદેશ આપ્યા.ii) પાલી
    c) પ્રારંભિક બૌધ્ધ સાહિત્યની રચના જે ભાષામાં થઈ.iii) તમિલ
    d) દ્રવિડ કુળની સૌથી પ્રાચીન ભાષાiv) સંસ્કૃત

    Answer

    a-iv, b-i, c-ii, d-iii
  10. 10
    MCQ1 mark

    પ્રાચીન ભારતના બૌધ્ધ સાહિત્યમાં અશ્વઘોષ રચિત ગ્રંથ ‘બુધ્ધચરિત’ કઈ ભાષામાં રચાયું હતું ?

    • A.પાલી
    • B.સંસ્કૃતCorrect
    • C.બ્રાહ્મી
    • D.પ્રાકૃત
  11. 11
    MCQ1 mark

    આપણા વિજ્ઞાન-ટેક્નોલોજીના વારસા વિશે પશ્ચિમના દેશોએ ભારત વિરૂધ્ધ કેવી ટીકા કરી હતી ?

    • A.ભારત ભય, ભૂખ, ભ્રષ્ટાચારનો દેશ છે.
    • B.ભારત સામાજિક પછાતપણું ધરાવતો દેશ છે.
    • C.ભારત ધર્મ-તત્ત્વજ્ઞાનમાં રચ્યો-પચ્યો રહે છે.Correct
    • D.ભારત માનવ અધિકારોથી વિરૂધ્ધ છે.
  12. 12
    MCQ1 mark

    નીચે ચાર જોડકા તેના સાચા વિકલ્પો સાથે આપેલ છે. જેમાં એક જોડકાની વિગત બંધબેસતી નથી. જણાવો.

    • A.પ્રજનન શાસ્ત્ર-બ્રાભવ્ય પાંચાલ
    • B.વાગ ભટ્ટ-અષ્ટાંગ હૃદય
    • C.ચક્રપાણિ દત્ત – ચિકિત્સા સંગ્રહ
    • D.લીલાવતી ગણિત – આપસ્તંભCorrect
  13. 13
    MCQ1 mark

    દક્ષિણ ભારતમાં કોના શાસનકાળ દરમિયાન વિપુલ ધાતુ શિલ્પોનું નિર્માણ કરવામાં આવ્યું હતું ?

    • A.ચાલુક્ય રાજવીઓ
    • B.પલ્લવ રાજવીઓ
    • C.ચોલ રાજવીઓCorrect
    • D.પાંડય શાસકો
  14. 14
    MCQ1 mark

    ઉત્તરપ્રદેશના આગ્રા ખાતે 1565 માં યમુના નદી કિનારે આગ્રાનો કિલ્લો બંધાયો હતો, જ્યાં શાહજહાંએ જિંદગીના આખરી દિવસો આ કિલ્લામાં વિતાવ્યા હતા, આ કિલ્લો બંધાવનાર મુઘલ બાદશાહ કોણ હતો ?

    • A.બાબર
    • B.શાહજહાં
    • C.અકબરCorrect
    • D.હુમાયુ
  15. 15
    MCQ1 mark

    આ સ્થળ વિજયનગરના સામ્રાજ્યની રાજધાનીનું નગર હતું. સ્થાપના હરિહર–બુક્કારાયે કરી હતી. કૃષ્ણદેવરાયનો શાસનકાળ સુવર્ણયુગ કહેવાતો, તો ભારતમાં દર્શાવેલ આ સ્થાપત્ય નગર કયું છે ?

    • A.હમ્પીCorrect
    • B.પટ્ટદકલ
    • C.ખજૂરાહો
    • D.મહાબલિપુરમ્
  16. 16
    MCQ1 mark

    મુઘલ બાદશાહ શાહજહાંએ દિલ્હી ખાતે મુઘલ શૈલીમાં લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું, જેમાં આકર્ષણના કેન્દ્રો દિવાને-આમ, દિવાને-ખાસ, રંગમહેલ, મુમતાઝ શીશમહેલ તથા લાહોરી દરવાજા, મોતી મસ્જિદ હતા. આમાં મોતી મસ્જિદનું નિર્માણ કોણે કરાવ્યું હતું ?

    • A.જહાંગીર
    • B.બહાદૂર શાહ
    • C.ઔરંગઝેબCorrect
    • D.હમિદા બેગમ
  17. 17
    MCQ1 mark

    નીચે જણાવેલ યાત્રા સ્થળો પૈકી ચારધામ યાત્રામાં કોનો સમાવેશ થાય છે ? P) રામેશ્વર – બદરીનાથ Q) જગન્નાથપુરી – દ્વારકા R) હરીદ્વાર – સોમનાથ S) ઉજ્જૈન – નાસિક

    • A.P અને R બંને
    • B.P અને Q બંનેCorrect
    • C.R અને S બંને
    • D.Q અને R બંને
  18. 18
    MCQ1 mark

    આપણા દેશમાં ઉજવાતા પ્રાદેશિક તહેવારો જેવા કે પોંગલ, બિહુ, ઓણમ, ગણગોર છે. આ તહેવારો ઉજવાતા હોય તે રાજ્યોને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ સાચા ક્રમમાં દર્શાવો.

    • A.કેરળ – રાજસ્થાન – તમિલનાડુ – અસમ
    • B.અસમ – તમિલનાડુ – કેરળ – રાજસ્થાનCorrect
    • C.અસમ – કેરળ – તમિલનાડુ – રાજસ્થાન
    • D.અસમ – રાજસ્થાન – તમિલનાડુ – કેરળ
  19. 19
    MCQ1 mark

    નીચેના પૈકી કઈ ભૌગોલિક પરિસ્થિતિ દ્વારા જમીનની પરિપક્વતા નક્કી થાય છે ?

    • A.આબોહવા
    • B.ભૂમિનો ઢાળ
    • C.તળખડકો
    • D.સમયગાળોCorrect
  20. 20
    MCQ1 mark

    યુનેસ્કોના ‘માનવ અને જૈવ ભૌગોલિક વિસ્તાર' કાર્યક્રમ અંતર્ગત વિશ્વમાં કયા પ્રકારના વિસ્તારો બનાવવાનું નક્કી કરવામાં આવેલ છે ?

    • A.અભ્યારણ્યો
    • B.જંગલ વિસ્તારો
    • C.રાષ્ટ્રીય ઉદ્યાનો
    • D.જૈવ આરક્ષિત ક્ષેત્રોCorrect
  21. 21
    MCQ1 mark

    વનસ્પતિ અને વન્યજીવનને લગતા ઉજવણીના દિવસોને જાન્યુઆરીથી ડિસેમ્બર કેલેન્ડર વર્ષ મુજબ નીચે પ્રમાણે ફાળવણી કરેલ છે. જેમાંથી સાચો વિકલ્પ શોધો.

    1. વિશ્વ પર્યાવરણ દિન
    2. વિશ્વ વન દિન
    3. જૈવ વિવિધતા દિવસ
    4. વન્ય પ્રાણી દિવસ
    • A.3, 2, 1, 4
    • B.2, 1, 4, 3
    • C.2, 3, 4, 1Correct
    • D.1, 2, 3, 4
  22. 22
    MCQ1 mark

    ભારતના ઉત્તર-પૂર્વના રાજ્યો, પશ્ચિમ બંગાળના હિમાલયની તળેટી, દક્ષિણ ભારતના નિલગીરી અને અનાઈ મલાઈની ટેકરીઓમાં કઈ પધ્ધતિ દ્વારા ખેતી થાય છે ?

    • A.આત્મનિર્વાહ ખેતી
    • B.સઘન ખેતી
    • C.બાગાયતી ખેતીCorrect
    • D.સ્થળાંતરીય ખેતી
  23. 23
    MCQ1 mark

    ભારતમાં કૃષિક્ષેત્રે સંશોધન તથા શિક્ષણ આપતી સંસ્થા કઈ છે ?

    • A.ઈન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રીસર્ચ (ICAR)Correct
    • B.નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (NDDB)
    • C.ડિપાર્ટમેન્ટ ઑફ એગ્રીકલ્ચરલ રીસર્ચ એન્ડ એજ્યુકેશન (DARE)
    • D.ગુજરાત તેલીબીયાં ઉત્પાદક સંઘ (GROFED)
  24. 24
    LONG ANSWER1 mark

    પાક અને પ્રદેશને લગતા જોડકાને યોગ્ય રીતે જોડતો વિકલ્પ પસંદ કરો.

    AB
    a) ઘઉંi) જૂનાગઢ જિલ્લો
    b) કપાસii) ભાલ પ્રદેશ
    c) તમાકુiii) કાનમ પ્રદેશ
    d) મગફળીiv) ચરોતર પ્રદેશ

    Answer

    a-ii, b-iii, c-iv, d-i
  25. 25
    MCQ1 mark

    ગુજરાતમાં મોટા ભાગની ખાંડની મિલો કયા ધોરણે સ્થપાય છે ?

    • A.સહકારીCorrect
    • B.રાજ્ય સંચાલિત
    • C.ભાગીદારી
    • D.વિદેશી મૂડી સહયોગ
  26. 26
    MCQ1 mark

    બીજી સદીમાં પાણીનો ઉપયોગ સિંચાઈ કરવા માટે ‘ગ્રાન્ડ એનિકટ નહેર’ નું નિર્માણ કઈ નદીમાંથી થયું હતું ?

    • A.કૃષ્ણા નદી
    • B.કાવેરી નદીCorrect
    • C.નર્મદા નદી
    • D.યમુના નદી
  27. 27
    MCQ1 mark

    માનવ સંસ્કૃતિના કેટલાક મહત્ત્વના તબક્કાઓ ખનીજોથી ઓળખાય છે. નીચેના ખનીજોના તબક્કાઓને ક્રમમાં ગોઠવી સાચો વિકલ્પ શોધો.

    1. લોહ યુગ
    2. તામ્ર યુગ
    3. પાષાણ યુગ
    4. અણુયુગ
    • A.2, 3, 1, 4
    • B.1, 3, 2, 4
    • C.3, 2, 1, 4Correct
    • D.3, 2, 4, 1
  28. 28
    MCQ1 mark

    ભારતીય લોખંડની કાચી ધાતુની નિકાસ કરતાં બંદરોમાં એકનો સમાવેશ થતો નથી.

    • A.પારાદ્વિપ
    • B.મેંગ્લોર
    • C.વિશાખાપટ્ટનમ્
    • D.કોચીનCorrect
  29. 29
    MCQ1 mark

    ભારતમાં પ્રથમ વિન્ડ ફાર્મ તુતીકોરીન - તામિલનાડુ રાજ્ય, તો ભારતનું સૌથી મોટું વિન્ડફાર્મ ગુચ્છ કયા રાજ્યમાં છે ?

    • A.આંધ્રપ્રદેશ
    • B.તમિલનાડુCorrect
    • C.કર્ણાટક
    • D.ઓરિસ્સા
  30. 30
    MCQ1 mark

    નીચે ચાર વિગતો વર્ણવી છે જેમાં ઉદ્યોગનું નામ – સ્થળ – રાજ્ય તેમજ સ્થાપના વર્ષ દર્શાવ્યા છે. જેનો અભ્યાસ કરતા એક વિગત અસત્ય જણાય છે. જણાવો.

    • A.લોહ અયસ્ક પ્રગલન – પોર્ટનોવા– તામિલનાડુ - 1830
    • B.સુતરાઉ કાપડ – મુંબઈ – મહારાષ્ટ્ર - 1854
    • C.લોખંડ પોલાદ ઉદ્યોગ – બર્નપુર – પશ્ચિમ બંગાળ - 1864Correct
    • D.રાસાયણિક ખાતર ઉદ્યોગ – રાનીપેટ– તામિલનાડુ- 1906
  31. 31
    MCQ1 mark

    નીચે ઉદ્યોગોનું વર્ગીકરણ જોડકા સ્વરૂપે જણાવ્યા છે. જેમાં એક જોડકુ ખરું નથી.

    • A.મોટા પાયા પરનો ઉદ્યોગ – સુતરાઉ કાપડ ઉદ્યોગ
    • B.નાના પાયા પરનો ઉદ્યોગ – ગોળ અને ખાંડ ઉદ્યોગ
    • C.હલકો ઉદ્યોગ – સિલાઈ મશીનનું નિર્માણ
    • D.ભારે ઉદ્યોગ – ખાંડ ઉદ્યોગCorrect
  32. 32
    MCQ1 mark

    સામાજિક વિજ્ઞાનના તાસમાં શ્રી દેસાઈ સાહેબ લોખંડ-પોલાદ ઉદ્યોગના કેન્દ્રો પૈકી એક કેન્દ્રની માહિતી આપી રહ્યા હતા જેવી કે આ કેન્દ્ર લોખંડની કાચી ધાતુ તથા અબરખની નિકાસ રાષ્ટ્રોમાં કરે છે તેનો વહિવટ SAIL હસ્તક છે અને તે તટવર્તી સ્થાન ધરાવે છે. ઉપર્યુક્ત માહિતી આધારે કયા કેન્દ્રનું સૂચન કરેલ છે ?

    • A.વિશાખાપટ્ટનમ્Correct
    • B.કોલકાતા
    • C.જમશેદપુર
    • D.તુતીકોરીન
  33. 33
    MCQ1 mark

    ભારતમાં રેલવે એન્જિન નિર્માણના મુખ્ય બે કેન્દ્રો જણાવો.

    • A.કર્ણાટક (બેંગ્લોર) - પશ્ચિમ બંગાળ ( કોલકાતા)
    • B.પશ્ચિમ બંગાળ (ચિત્તરંજન) – ઉત્તરપ્રદેશ (વારાણસી)Correct
    • C.મહારાષ્ટ્ર (નાસિક) – ગુજરાત (વાપી)
    • D.તામિલનાડુ (પેરામ્બુર) - મહારાષ્ટ્ર ( મુંબઈ)
  34. 34
    MCQ1 mark

    ભારતનો સૌથી લાંબા અંતરનો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં. 7 લંબાઈ 2372 કિલોમીટરની છે. કયા બે મુખ્ય શહેરો સાથે જોડાયેલો છે ?

    • A.ગૌહાટીથી ત્રિવેન્દ્રમ
    • B.અમૃતસરથી કન્યાકુમારી
    • C.પોરબંદરથી સિટ
    • D.વારાણસીથી કન્યાકુમારીCorrect
  35. 35
    MCQ1 mark

    આજે વિકાસશીલ દેશોમાં ઔદ્યોગિક ક્ષેત્રનો વિકાસ થતા કયા ક્ષેત્રનું મહત્ત્વ ઘટયું છે ?

    • A.સેવા ક્ષેત્ર
    • B.માધ્યમિક ક્ષેત્ર
    • C.પ્રાથમિક ક્ષેત્રCorrect
    • D.રાજકીય ક્ષેત્ર
  36. 36
    MCQ1 mark

    બજાર પધ્ધતિના કેટલાક લક્ષણો નીચે આપેલ છે. તેમાંથી એક લક્ષણ બંધબેસતું નથી. તે શોધો.

    • A.નિર્ણયો આયોજન પંચ દ્વારા લેવાય છે.Correct
    • B.મુખ્ય હેતુ નફો મેળવવાનો છે.
    • C.સરકારનો હસ્તક્ષેપ હોતો નથી.
    • D.ઉત્પાદનના સાધનોની માલિકી ખાનગી–વ્યક્તિગત હોય છે.
  37. 37
    MCQ1 mark

    દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ જનસંખ્યા વડે ભાગતાં કઈ આવક મળે છે ?

    • A.વાર્ષિક આવક
    • B.માથાદીઠ આવકCorrect
    • C.દૈનિક આવક
    • D.સરેરાશ આવક
  38. 38
    MCQ1 mark

    મિશ્ર અર્થતંત્રની મર્યાદાઓમાં એક મર્યાદા ખોટી છે, તે જણાવો.

    • A.અસ્થિરતા
    • B.સંકલનનો અભાવ
    • C.વિકાસનો ઊંચો દરCorrect
    • D.આર્થિક નીતિના સાતત્યનો અભાવ
  39. 39
    MCQ1 mark

    વિશ્વ વેપાર સંગઠનનું વડું મથક કયા સ્થળે આવેલું છે ?

    • A.ન્યૂયોર્ક
    • B.ઈંગ્લેન્ડ
    • C.બર્લીન
    • D.જીનીવાCorrect
  40. 40
    MCQ1 mark

    વૈશ્વિકીકરણનો ખ્યાલ વિદેશી મૂડીરોકાણની નીતિ અને બીજી કઈ નીતિ સાથે સંકળાયેલ છે ?

    • A.વિદેશ વેપાર નીતિCorrect
    • B.નાણાકીય નીતિ
    • C.રાજકોષીય નીતિ
    • D.ઔદ્યોગિક નીતિ
  41. 41
    MCQ1 mark

    નીચેની વિગત ધ્યાનથી વાંચો, જેમાં સરકાર વેતન ચૂકવતી નથી, ભવિષ્યમાં તેને રોજગારી મેળવવાના હેતુથી તાલિમ અને શિક્ષણ પુરુ પાડે છે. વિધાન સાથે સુસંગત કાર્યક્રમ જણાવો.

    • A.જવાહર ગ્રામ સમૃધ્ધિ યોજના
    • B.સંપૂર્ણ ગ્રામીણ રોજગાર યોજના
    • C.સ્વરોજગારી યુક્ત ગરીબી નિવારણ કાર્યક્રમCorrect
    • D.વેતનયુક્ત ગરીબી નિવારણ કાર્યક્રમ
  42. 42
    MCQ1 mark

    ભારતમાં ખેતી જેવાં ક્ષેત્રમાં વધારાના શ્રમિકના કાર્યથી ખેત ઉત્પાદનમાં વધારો થતો નથી તો તેવા શ્રમિકની કેવી બેરોજગારી ગણાવશો ?

    • A.મોસમી બેરોજગારી
    • B.શિક્ષિત બેરોજગારી
    • C.માળખાગત બેરોજગારી
    • D.પ્રચ્છન્ન બેરોજગારીCorrect
  43. 43
    MCQ1 mark

    પ્રધાનમંત્રી ગ્રામોધ્ધાર યોજના ’ અંતર્ગત એક યોજના ખોટી દર્શાવી છે. તે જણાવો.

    • A.રાષ્ટ્રીય સામાજિક સહાય યોજના
    • B.વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજનાCorrect
    • C.નિર્મલ ભારત અભિયાન
    • D.સર્વ શિક્ષા અભિયાન
  44. 44
    MCQ1 mark

    ક્રાંતિકારી અને આતંકવાદી બાબતે નીચે જણાવેલ વિધાનોમાંથી કોઈ એક વિધાન બંને વચ્ચે પાયાનો તફાવત દર્શાવે છે. તે ઓળખી કાઢો ?

    • A.ક્રાંતિકારી હંમેશા અહિંસક આંદોલન કરે છે, જ્યારે આતંકવાદી હંમેશાં હિંસક આંદોલન કરે છે.
    • B.ક્રાંતિકારીઓ પોતે આંદોલન કરતા હોય છે. જ્યારે આતંકવાદીઓ હંમેશાં ભાડાના સૈનિકોના રૂપમાં હોય છે.
    • C.ક્રાંતિકારી કદાપિ કોઈ નાગરિકોના વિરોધી હોતા નથી પરંતુ શાસન પ્રણાલીના વિરોધમાં બ્લોભલાલચ વિના સ્વયંપ્રેરિત પોતાની માતૃભૂમિ માટે લડતા હોય છે. જ્યારે આતંકવાદીઓને નાગરિકોની કોઈ પરવા હોતી નથી.Correct
    • D.ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ એ ક્રાંતિકારી ચળવળ હતી જ્યારે કાશ્મીરમાં વર્ષોથી ચાલી રહેલ સંઘર્ષ એ આતંકવાદ છે.
  45. 45
    MCQ1 mark

    સામાજિક, આર્થિક તથા શૈક્ષણિક પાસાઓને ધ્યાને લઈ ‘અન્ય પછાત’ વર્ગોમાં કઈ જાતિઓનો સમાવેશ કરવો તેની ન્યાયિક તપાસ સારૂ ગુજરાત રાજ્યમાં કયા પંચની રચના કરવામાં આવેલ

    • A.બક્ષી પંચCorrect
    • B.માંડલ પંચ
    • C.નાણાવટી પંચ
    • D.બળવંતરાય મહેતા પંચ
  46. 46
    MCQ1 mark

    સરકાર દ્વારા નીચે પૈકીની કઈ બાબત માટે કરાયેલ ખર્ચ એ ‘‘માનવસંસાધન’’ વિકાસ માટેનું મૂડી રોકાણ કહેવાય ?

    • A.દરેક ગામને જોડતા રસ્તા બનાવવા.
    • B.ખેત-પેદાશો આધારિત ઉદ્યોગો સ્થાપવા.
    • C.દરેક જીલ્લામાં રમત સંકુલો બનાવવા.Correct
    • D.બંદરો અને જેટીનો વિકાસ કરવો.
  47. 47
    LONG ANSWER1 mark

    નીચે રાજ્યો અને તેમના બળવાખોર સંગઠનોની વિગતો આપેલ છે જેના સાચા જોડકા જોડી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

    A (રાજ્યો)B (બળવાખોર સંગઠનો)
    a) અસમ1) પિપલ્સ વૉર ગ્રુપ
    b) મણિપુર2) યુનાઈટેડ માઈનોરીટી ફ્રન્ટ
    c) પશ્ચિમ બંગાળ3) કૂકી નેશનલ ફ્રન્ટ

    Answer

    a-(2), b-(3), c-(1)
  48. 48
    MCQ1 mark

    મહિલા સશક્તિકરણ બાબતે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે ?

    • A.સ્ત્રીઓને સામાજિક સુરક્ષા અને તકોનું નિર્માણ થાય તેવી વ્યવસ્થા સરકારે કરી છે.
    • B.ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતા માટે ‘‘વિદ્યાદીપ’’ યોજના અમલી છે.
    • C.મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિનું એક લક્ષ્યાંક સ્ત્રી-પુરૂષ સમાન દરજ્જો હતું.
    • D.ભારતના અન્ય રાજ્યોની સરખામણીમાં દર હજાર પુરૂષ દીઠ સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ગુજરાતમાં સૌથી વધુ છે.Correct
  49. 49
    MCQ1 mark

    નબળા વર્ગોની સામાજિક સમજ અને ઉદ્ધાર, સામાજિક પરિવર્તન, ન્યાય અને માનવ ગરિમા માટે કામ કરતી વ્યક્તિને કયો પુરસ્કાર અપાય છે ?

    • A.રાષ્ટ્રપતિ પુરસ્કાર
    • B.ડૉ. બાબા સાહેબ આંબેડકર પુરસ્કારCorrect
    • C.મહાત્મા ગાંધી પુરસ્કાર
    • D.ભારત રત્ન પુરસ્કાર
  50. 50
    MCQ1 mark

    કયા પ્રકારના લોકોના હિત સારું સરકારે નીચે મુજબના પગલા લીધા છે ?

    • તેઓના પુનર્વાસ માટે 1992 નો કાયદો.
    • સરકારી નોકરીઓમાં 3% બેઠકો અનામત.
    • 18 વર્ષ સુધી નિઃશુલ્ક શિક્ષણ
    • મકાન, વેપાર, ધંધો, રોજગાર વિગેરે માટે, રાહતદરે જમીન
    • A.વિકલાંગCorrect
    • B.મહિલાઓ
    • C.અનુસૂચિત જાતિની વ્યક્તિઓ
    • D.બાળ મજૂરો
  51. 51
    SHORT ANSWER2 marks

    જાહેર મિલકત તેમજ પર્યાવરણને કોઈ નુકશાન પહોંચાડી રહ્યું છે, તો તમે શું કરશો ?

    Answer

    જાહેર મિલકત અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી મૂળભૂત ફરજ છે. નુકસાન કરનારને અટકાવવા જોઈએ, તેમને જાગૃત કરવા જોઈએ અને જરૂર પડે તો સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ.
  52. 52
    SHORT ANSWER2 marks

    પ્રાચીન ભારતના તમિલ સાહિત્યમાં સંગમ આયોજન થયું હતું, જેમાં સંગમ સાહિત્ય વિશે ચર્ચા કરો.

    Answer

    તમિલ સાહિત્યમાં ત્રણ 'સંગમ' (પરિષદ) નું આયોજન થયું હતું. આ સાહિત્યમાં એતુથોકોઈ (આઠ કાવ્યોનું સંકલન), પથ્થુપાત્તુ (દસ ગીતો) અને પદિનેનકીલકાનકુ મુખ્ય છે. તિરુવલ્લુવરનો 'કુરલ' ગ્રંથ પણ આ સમયનો પ્રખ્યાત ગ્રંથ છે.
  53. 53
    SHORT ANSWER2 marks

    પ્રાચીન ભારતના લોહસ્તંભ વિશે માહિતી આપો.

    Answer

    દિલ્હીમાં કુતુબમિનાર પાસે આવેલો લોહસ્તંભ સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા દ્વારા બનાવવામાં આવ્યો છે. આ સ્તંભ સાત ટન વજન ધરાવે છે અને આટલા વર્ષો સુધી ખુલ્લામાં હોવા છતાં તેને કાટ લાગ્યો નથી, જે ભારતીય ધાતુવિદ્યાનું ઉત્તમ ઉદાહરણ છે.
  54. 54
    SHORT ANSWER2 marks

    પ્રાચીન ભારતના ખગોળશાસ્ત્રનો ખ્યાલ આપી આર્યભટ્ટ અને બ્રહ્મગુપ્તની ખગોળશાસ્ત્રીય સિદ્ધિ જણાવો.

    Answer

    આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયાને કારણે થાય છે. બ્રહ્મગુપ્તે 'બ્રહ્મસ્ફુટ સિદ્ધાંત'માં ગુરુત્વાકર્ષણના નિયમોનો ઉલ્લેખ કર્યો છે.
  55. 55
    SHORT ANSWER2 marks

    કાળી જમીનને દ્વિપકલ્પીય ઉચ્ચપ્રદેશની ભેટ ગણવામાં આવે છે – વિધાન ચર્ચો.

    Answer

    કાળી જમીન લાવા પથરાવાથી બની છે. તે ભેજ સંગ્રહવાની શક્તિ ધરાવે છે અને કપાસના પાક માટે ખૂબ જ અનુકૂળ છે. દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં આ જમીન પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે.
  56. 56
    SHORT ANSWER2 marks

    ભારતમાં ‘ચા’ કૃષિ પાક માટે અનૂકુળ સંજોગો જણાવી પકવતા રાજ્યો જણાવો.

    Answer

    ચા માટે 20-30 ડિગ્રી તાપમાન, 200 સેમીથી વધુ વરસાદ અને ઢોળાવવાળી જમીન જરૂરી છે. અસમ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
  57. 57
    SHORT ANSWER2 marks

    પાકની ઉત્પાદકતા અને ગુણવત્તા સિંચાઈ પર આધાર રાખે છે, કારણ આપો.

    Answer

    ભારતમાં વરસાદ અનિયમિત અને અનિશ્ચિત છે. યોગ્ય સમયે અને પૂરતા પ્રમાણમાં પાણી મળવાથી પાકનું ઉત્પાદન વધે છે અને ગુણવત્તા પણ જળવાય છે.
  58. 58
    SHORT ANSWER2 marks

    ભારતમાં શણ ઉદ્યોગ પશ્ચિમ બંગાળમાં શાથી કેન્દ્રિત થયો છે ?

    Answer

    હુગલી નદીના કિનારે શણને ધોવા માટે પુષ્કળ પાણીની સગવડ, કાચા માલની ઉપલબ્ધતા, સસ્તો શ્રમ અને પરિવહનની સુવિધાને કારણે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે.
  59. 59
    SHORT ANSWER2 marks

    પર્યાવરણની સુરક્ષા માટે કયા કયા પગલાં લેવામાં આવ્યા છે ?

    Answer

    1972માં સ્ટોકહોમમાં પ્રથમ પૃથ્વી પરિષદ યોજાઈ હતી. દર વર્ષે 5 જૂનને પર્યાવરણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સ્થાપના કરવામાં આવી છે અને જંગલોના રક્ષણ માટે કાયદા ઘડવામાં આવ્યા છે.
  60. 60
    LONG ANSWER2 marks

    તફાવત સ્પષ્ટ કરો. નિરપેક્ષ ગરીબી – સાપેક્ષ ગરીબી

    Answer

    નિરપેક્ષ ગરીબી: જીવનની લઘુતમ જરૂરિયાતો (અનાજ, વસ્ત્ર, આવાસ) સંતોષી ન શકે તેવી સ્થિતિ. સાપેક્ષ ગરીબી: સમાજના જુદા જુદા વર્ગોની આવકની સરખામણીમાં કોઈ એક વર્ગની આવક ઓછી હોવાની સ્થિતિ.
  61. 61
    SHORT ANSWER2 marks

    વસ્તીવૃદ્ધિ બેરોજગારી ઘટાડવા માટે અવરોધક પરિબળ સાબિત થયું છે.’ – વિધાન સ્પષ્ટ કરો.

    Answer

    વસ્તીવૃદ્ધિને કારણે શ્રમ પુરવઠામાં ઝડપથી વધારો થાય છે, પરંતુ તેની સામે રોજગારીની તકો ઉભી કરવામાં અર્થતંત્ર નિષ્ફળ જાય છે, તેથી બેરોજગારી વધે છે.
  62. 62
    SHORT ANSWER2 marks

    માનવ વિકાસ માટે સાક્ષરતા ખૂબ જ જરૂરી છે. શા માટે ?

    Answer

    સાક્ષરતા એ માનવ વિકાસનો પાયો છે. તે નવી તકોનું સર્જન કરે છે, જાગૃતિ લાવે છે અને વ્યક્તિને સન્માનપૂર્વક જીવવામાં મદદરૂપ થાય છે.
  63. 63
    LONG ANSWER3 marks

    સંગીતકલાનો પરિચય આપી માત્ર પ્રકાર જણાવી સંગીતકારોના નામ લખો.

    Answer

    ભારતીય સંગીતના બે પ્રકાર છે: શાસ્ત્રીય સંગીત અને લોકસંગીત. મુખ્ય સંગીતકારો: તાનસેન, બૈજુ બાવરા, અમીર ખુસરો, વિષ્ણુ નારાયણ ભાતખંડે.
  64. 64
    LONG ANSWER3 marks

    સ્તંભાલેખોની માહિતી આપી સારનાથના સ્તંભની ટૂંકમાં નોંધ આપો.

    Answer

    સારનાથનો સિંહસ્તંભ મૌર્યકાળની અને શિલ્પકલાની શ્રેષ્ઠ કૃતિ છે. તેમાં ચાર સિંહોની આકૃતિઓ છે અને નીચે ધર્મચક્ર અંકિત છે જે આપણા રાષ્ટ્રધ્વજમાં સ્થાન પામ્યું છે.
  65. 65
    SHORT ANSWER3 marks

    જંગલોના નિકંદનને કારણે કઈ કઈ વિનાશક અસરો સર્જાઈ છે ?

    Answer

    જંગલોના નિકંદનથી પર્યાવરણમાં અસંતુલન સર્જાય છે, જેમ કે વરસાદનું ઘટતું પ્રમાણ, ગ્લોબલ વોર્મિંગ, રણીકરણ અને વન્ય જીવોના આશ્રયસ્થાનોનો નાશ.
  66. 66
    SHORT ANSWER3 marks

    બાયોગેસનો પરિચય આપી, ગુજરાતમાં કયા કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે ?

    Answer

    બાયોગેસ એ જૈવિક કચરામાંથી બને છે. ગુજરાતમાં સિદ્ધપુરના મેથાણ અને અન્ય ગ્રામીણ વિસ્તારોમાં બાયોગેસ પ્લાન્ટ સ્થપાયા છે.
  67. 67
    SHORT ANSWER3 marks

    કોલસાના પ્રકાર જણાવી દરેકની ટૂંકમાં માહિતી આપો.

    Answer

    કોલસાના ચાર પ્રકાર છે: 1. એન્થ્રેસાઇટ (ઉત્તમ ગુણવત્તા), 2. બીટ્યુમિન્સ, 3. લિગ્નાઈટ, 4. પીટ (નિમ્ન ગુણવત્તા).
  68. 68
    SHORT ANSWER3 marks

    બાળકોના સર્વાંગી વિકાસ માટે તેમને આપવામાં આવેલ બાળ અધિકારોની ચર્ચા કરો.

    Answer

    બાળ અધિકારોમાં શિક્ષણનો અધિકાર, સુરક્ષાનો અધિકાર, પોષણનો અધિકાર અને ભેદભાવ મુક્ત વિકાસના અધિકારોનો સમાવેશ થાય છે.
  69. 69
    LONG ANSWER5 marks

    વિભાગ-D

    નીચેના પ્રશ્નક્રમાંક 16 થી 18 ના ગુણ સરખા છે. દરેકના 5 ગુણ છે. પ્રશ્નોના જવાબ માગ્યા મુજબ લખો.

    ભારતે “વસુધૈવ ટુમ્બમ્’ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. સમજાવો.

    Answer

    ભારતીય સંસ્કૃતિએ પ્રાચીન સમયથી જ 'સમગ્ર વિશ્વ એક કુટુંબ છે' (વસુધૈવ કુટુંબકમ) ના સિદ્ધાંતને સ્વીકાર્યો છે. ભારતે વિવિધ ધર્મો, જાતિઓ અને વિચારધારાઓનો સમન્વય કરી શાંતિ અને સહિષ્ણુતાનો સંદેશ આપ્યો છે.
  70. 70
    LONG ANSWER5 marks

    ભાવ વધારો નિયંત્રણ લાવવા સરકારે લીધેલ પગલાંની ચર્ચા કરો.

    Answer

    ભાવ વધારો નિયંત્રણ માટે સરકાર નાણાકીય પગલાં (વ્યાજ દરમાં ફેરફાર), વહીવટી પગલાં, સંગ્રહખોરી વિરોધી કાયદા અને જાહેર વિતરણ પ્રણાલી (PDS) નો ઉપયોગ કરે છે.
  71. 71
    LONG ANSWER5 marks

    બજારમાં ઉપભોક્તા (ગ્રાહક) નું શોષણ કઈ કઈ રીતે કરવામાં આવે છે ?

    Answer

    ગ્રાહકનું શોષણ ઓછું વજન આપીને, ભેળસેળવાળી વસ્તુઓ વેચીને, વધુ કિંમત વસૂલીને, ભ્રામક જાહેરાતો દ્વારા અથવા નબળી ગુણવત્તાની સેવાઓ આપીને કરવામાં આવે છે.
  72. 72
    LONG ANSWER5 marks

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો.

    (1) કૉફી પકવતો સૂર્ગ પ્રદેશ. (2) હિરાકુડ યોજના (3) અબરખની ખનીજ ઉત્પાદક ક્ષેત્ર (4) ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું કેન્દ્ર (5) મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ (2 અટક સ્થાન જણાવો)

    Answer

    નકશામાં નીચે મુજબ દર્શાવો: 1. કર્ણાટકનો કુર્ગ પ્રદેશ. 2. ઓડિશામાં મહા નદી પર હિરાકુડ ડેમ. 3. આંધ્રપ્રદેશ અથવા રાજસ્થાનનો અબરખ વિસ્તાર. 4. બેંગલુરુ. 5. મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ જેમાં નાગપુર અને ભુસાવળ જેવા સ્ટેશનો દર્શાવવા.
  73. 73
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (1) કૉફી પકવતો સૂર્ય પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે ?

    Answer

    કર્ણાટક
  74. 74
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (2) હિરાકુડ યોજના કઈ નદી પર આવેલી છે ?

    Answer

    મહાનદી
  75. 75
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (3) અબરખ ખનીજ ઉત્પાદક ક્ષેત્ર ધરાવતું રાજ્ય જણાવો.

    Answer

    આંધ્રપ્રદેશ
  76. 76
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (4) ઈલેક્ટ્રોનિક ઉદ્યોગની રાજધાનીનું કેન્દ્ર જણાવો.

    Answer

    બેંગલુરુ
  77. 77
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે : (5) મુંબઈથી કોલકાતા રેલવે માર્ગ પર આવતા અટક સ્થાનો જણાવો. (2 અટકસ્થાન જણાવો)

    Answer

    ભુસાવળ, નાગપુર, રાયપુર (કોઈપણ બે)