← Back to practice

MARCH

Board exam · Social Science · 2018

83 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    નીચે પૈકી કઈ જોડી ખોટી છે ?

    • A.સિદ્ધપુર – રુદ્ર મહાલય
    • B.અમદાવાદની – સીદી સૈયદની જાળી
    • C.પાટણ – સહસ્ત્રલિંગ તળાવ
    • D.ચાંપાનેર – મહોબતખાનનો મકબરોCorrect
  2. 2
    MCQ1 mark

    કઈ પ્રજા પ્રાચીનકાળમાં પશ્ચિમ ચીનમાંથી તિબેટમાં થઈ ભારતમાં આવી ઉત્તર આસામ, સિક્કિમ,ભૂતાન, પૂર્વ બંગાળામાં વસવાટ કર્યો ?

    • A.મોંગોલોઈડCorrect
    • B.દ્રવિડ
    • C.ડિનારિક
    • D.આર્મેનોઈડ
  3. 3
    MCQ1 mark

    ‘વિશ્વ યોગ દિવસ’ કઈ તારીખે ઉજવવામાં આવે છે ?

    • A.18 જૂન
    • B.21 જૂનCorrect
    • C.23 જૂન
    • D.26 જૂન
  4. 4
    MCQ1 mark

    નીચે આપેલા લક્ષણો પરથી એક કળાને ઓળખી બતાવો.

    • સસ્તા ખર્ચે લોક શિક્ષણ સાથે મનોરંજન પીરસે છે.
    • સોલંકી યુગમાં તેને પ્રોત્સાહન અપાયું.
    • તેના વિષયવસ્તુમાં સામાજિક કુરિવાજોના પ્રતિકારનો સમાવેશ થાય છે.
    • તેના મુખ્ય પાત્રો રંગલો−રંગલી હોય છે.
    • A.ગરબા
    • B.રાસ
    • C.ભવાઈCorrect
    • D.ધમાલનૃત્ય
  5. 5
    MCQ1 mark

    સંસ્કૃત ભાષામાં સ્થાપત્ય માટે બીજો કયો શબ્દ વપરાય છે ?

    • A.વાસ્તુCorrect
    • B.કોતરણી
    • C.મંદિર
    • D.ખંડેર
  6. 6
    MCQ1 mark

    મસ્જિદના સ્તંભોવાળા ઓરડાને ....... કહે છે.

    • A.સહુન
    • B.મકસુરા
    • C.મહેરાબ
    • D.લિવાનCorrect
  7. 7
    MCQ1 mark

    નીચે આપેલા મંદિરોમાંથી કયું મંદિર તેરમાળનું ગોપુરમ્ ધરાવે છે ?

    • A.બૃહદેશ્વર મંદિરCorrect
    • B.મીનાક્ષી મંદિર
    • C.ખજૂરાહો
    • D.કોણાર્કનું સૂર્યમંદિર
  8. 8
    MCQ1 mark

    કવિ ચંદબરદાઈનો કયો ગ્રંથ હિન્દી સાહિત્યનો પ્રારંભિક ગ્રંથ છે ?

    • A.વિક્રમાદેવ ચરિત
    • B.કવિ રાજ માર્ગ
    • C.પૃથ્વીરાજ રાસોCorrect
    • D.ચંદ્રાયન
  9. 9
    LONG ANSWER1 mark

    નીચે આપેલા જોડકાં જોડો.

    (અ)(બ)
    (i) કૌટિલ્ય(a) ફતવા-એ-જહાંદારી
    (ii) પાણિની(b) આયના-એ-અકબરી
    (iii) અબુલ-જલ(c) ગીતગોવિંદ
    (iv) જયદેવ(d) અર્થશાસ્ત્ર
    (e) અષ્ટાધ્યાયી

    Answer

    i-(d), ii-(e), iii-(b), iv-(c)
  10. 10
    MCQ1 mark

    મહાન મુસાફર યુઅન-ગ્વાંગે સાતમી સદીમાં ભારતની કઈ પ્રાચીન અને પ્રસિદ્ધ વિદ્યાપીઠની મુલાકાત લીધી હતી ?

    • A.તક્ષશિલા
    • B.નાલંદાCorrect
    • C.વલભી
    • D.વારાણસી
  11. 11
    MCQ1 mark

    મોક્ષ પ્રાપ્તિના ત્રણ માર્ગો જ્ઞાન, કર્મ અને ભક્તિમાર્ગનું વિવેચન .......ગ્રંથમાં કરવામાં આવ્યુંછે ?

    • A.રામાયણ
    • B.શ્રીમદ્ ભગવદ્ગીતાCorrect
    • C.મહાભારત
    • D.ઉપનિષદ
  12. 12
    MCQ1 mark

    નીચેનામાંથી કયું જોડકું ખોટું છે ?

    • A.હડપ્પા – નર્તકીની પ્રતિમા
    • B.કુષાણ રાજવીઓ – બુદ્ધની પ્રતિમાઓ
    • C.સમ્રાટ અશોક – ધનુર્ધારી રામનું શિલ્પCorrect
    • D.ચોલ રાજવીઓ – નટરાજનું શિલ્પ
  13. 13
    MCQ1 mark

    અકબરે આગરાનો કિલ્લો ક્યારે બંધાવ્યો હતો ?

    • A.ઈ. સ. 1628 માં
    • B.ઈ. સ. 1707 માં
    • C.ઈ. સ. 1565 માંCorrect
    • D.ઈ. સ. 1580 માં
  14. 14
    MCQ1 mark

    ખજૂરાહોનાં કુલ મંદિરોમાંથી આજે કેટલાં મંદિરો છે ?

    • A.18
    • B.25Correct
    • C.52
    • D.75
  15. 15
    MCQ1 mark

    નીચેનામાંથી કયો વાવનો પ્રકાર નથી ?

    • A.વિજયા
    • B.તદ્દાCorrect
    • C.ભદ્રા
    • D.નંદા
  16. 16
    MCQ1 mark

    કુતુબમિનારને લાલ પથ્થર અને આરસથી બનાવવામાં આવ્યો છે. તેની ઉપર કઈ આયાતો કંડારવામાં આવી છે ?

    • A.કુરાનCorrect
    • B.બાઈબલ
    • C.અવેસ્તા
    • D.ભગવદ્ગીતા
  17. 17
    MCQ1 mark

    તાજમહેલના શ્વેત સંગેમરમર(આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા. તેનું શું કારણ હતું ?

    • A.ધ્વનિ પ્રદૂષણ
    • B.વાયુપ્રદૂષણCorrect
    • C.જળ પ્રદૂષણ
    • D.ભૂમિ પ્રદૂષણ
  18. 18
    MCQ1 mark

    ઘોડેસવારીની પ્રવૃત્તિઓને પ્રોત્સાહન અને રોજગારી કયા ઉદ્યોગથી મળી રહે છે ?

    • A.વાહન ઉદ્યોગ
    • B.શણ ઉદ્યોગ
    • C.પર્યટનCorrect
    • D.સુતરાઉ ઉદ્યોગ
  19. 19
    MCQ1 mark

    નીચેનામાંથી કયા રાષ્ટ્રીય ઉદ્યાનમાં એક શિંગી ગેંડો જોવા મળે છે ?

    • A.કાંઝીરંગાCorrect
    • B.દચીગામ
    • C.કોર્બેટ
    • D.વેળાવદર
  20. 20
    MCQ1 mark

    ભારતનાં જંગલોમાંથી કયું પ્રાણી નષ્ટ થઈ ચૂક્યું છે ?

    • A.ચિત્તોCorrect
    • B.વાઘ
    • C.સિંહ
    • D.દીપડો
  21. 21
    MCQ1 mark

    એક શાળાના વિદ્યાર્થીઓ ભારતની જૈવિક કૃષિ પદ્ધતિઓની ચર્ચામાં ભાગ લે છે. તેમાંથી કયા વિદ્યાર્થીનો મત ખોટો છે ?

    મનીષ : તેમાં કોઈપણ રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવતો નથી. રાહુલ : તેમાં રાસાયણિક ખાતરનો જરૂરિયાત પૂરતો ઉપયોગ થાય છે. કેતન : તેમાં છાણીયું ખાતર, અળસિયાનું ખાતર, લીમડાનું દ્રાવણ અને છાશનો ઉપયોગ કરે છે. મનન : ખેતીની સાથે પશુપાલન, મરઘાં બતકાં ઉછેર, મધમાખી ઉછેરની પ્રવૃત્તિ કરવામાં આવે છે.

    • A.મનીષ, રાહુલ, કેતન
    • B.કેતન અને મનન
    • C.રાહુલ અને મનનCorrect
    • D.મનીષ અને કેતન
  22. 22
    MCQ1 mark

    મને ઓળખો. હું ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીનો મુખ્ય ખોરાક છું. પોષકતત્ત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છું. મારામાં કેલ્શ્યિમ અને આયર્નનું પ્રમાણ વધારે છે.

    • A.નાગલીCorrect
    • B.ઘઉં
    • C.જુવાર
    • D.બાજરી
  23. 23
    MCQ1 mark

    નીચેનામાંથી કોને ‘સફેદસોના’ તરીકે ઓળખાય છે ?

    • A.રેશમ
    • B.રૂCorrect
    • C.ઊન
    • D.રબર
  24. 24
    MCQ1 mark

    જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ભારતમાં કયું રાજ્ય પ્રથમ સ્થાને છે ?

    • A.રાજસ્થાન
    • B.ગુજરાતCorrect
    • C.મહારાષ્ટ્ર
    • D.ઉત્તર પ્રદેશ
  25. 25
    MCQ1 mark

    નીચે આપેલ ભારતના નક્શામાં કઈ બહુહેતુક યોજના દર્શાવવામાં આવી છે ? (નકશો સ્નીપેટ: image-25.png)

    • A.દામોદર ખીણ
    • B.હીરાકુંડCorrect
    • C.કોસી
    • D.તુંગભદ્રા
  26. 26
    MCQ1 mark

    વર્ગખંડમાં ‘ખેત તલાવડી' વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે ?

    • A.શ્રદ્ધા - તે વૃષ્ટિ સંચયની એક પદ્ધતિ છે.Correct
    • B.હીના - તે પીવા યોગ્ય પાણીની પ્રાપ્તિનું મહત્ત્વનું સંસાધન છે.
    • C.રીમા - તે વધુ વૃક્ષો વાવો આંદોલનનું મહત્ત્વનું અંગ છે.
    • D.નીલા - તે જમીનનું ધોવાણ અટકાવવાની આધુનિક તકનીક છે.
  27. 27
    MCQ1 mark

    ભારતના કયા રાજ્યમાં સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સૌથી વધુ છે ?

    • A.પંજાબCorrect
    • B.મિઝોરમ
    • C.ગુજરાત
    • D.રાજસ્થાન
  28. 28
    LONG ANSWER1 mark

    નીચેના જોડકાં સાચાં જોડી ઉત્તર શોધો.

    (અ)(બ)
    (a) ચાંદી, પ્લેટિનિયમ(1) સામાન્ય ઉપયોગમાં લેવાતું ખનીજ
    (b) મેગ્નેશિયમ, ટીટાનિયમ(2) મિશ્રધાતુ રૂપે વપરાતી ખનીજ
    (c) સીસું, નિકલ(3) કીમતી ધાતુમય ખનીજ
    (d) ટંગસ્ટન, વેનેડિયમ(4) હલકી ધાતુમય ખનીજ

    Answer

    a-(3), b-(4), c-(1), d-(2)
  29. 29
    MCQ1 mark

    સીસાની ધાતુને ...... કહે છે.

    • A.હેમેટાઈટ
    • B.બોક્સાઈટ
    • C.લિગ્નાઈટ
    • D.ગેલેનાCorrect
  30. 30
    MCQ1 mark

    વિશ્વનું સૌથી મોટું ખનીજતેલ શુદ્ધિકરણનું સંકુલ ક્યાં આવેલું છે ?

    • A.કોયલી
    • B.દિગ્બોઈ
    • C.जामનગરCorrect
    • D.ચેન્નાઈ
  31. 31
    MCQ1 mark

    નીચેના નગરોમાંથી કયા નગરને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહે છે ?

    • A.મુંબઈCorrect
    • B.ઈન્દોર
    • C.અમદાવાદ
    • D.નાગપુર
  32. 32
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ જોડી રાસાયણિક ખાતર ઉદ્યોગની દૃષ્ટિએ ખોટી છે ?

    • A.મહારાષ્ટ્ર – પણજીCorrect
    • B.તમિલનાડુ – રાનીપેટ
    • C.બિહાર – સિંદરી
    • D.ગુજરાત – વડોદરા
  33. 33
    MCQ1 mark

    O.N.G.C. અને રાજ્ય સરકારને કઈ સંસ્થા હેલિકોપ્ટરની સેવા આપે છે ?

    • A.ઈન્ડિયન એરલાઈન્સ
    • B.ઈન્ડિગો
    • C.ગો-એર
    • D.પવનહંસCorrect
  34. 34
    MCQ1 mark

    ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર કયો છે ?

    • A.- 1
    • B.- 8
    • C.- 7Correct
    • D.- 2
  35. 35
    MCQ1 mark

    સમૂહ સંસારના મુદ્રિત માધ્યમમાં નીચેનામાંથી કયાનો સમાવેશ થતો નથી ?

    • A.દૈનિક સમાચાર પત્ર
    • B.સામયિક
    • C.મોબાઈલ ફોનCorrect
    • D.હસ્તપ્રત
  36. 36
    MCQ1 mark

    હાલમાં વિશ્વમાં મોટા ભાગનાં દેશોમાં કયા પ્રકારનું અર્થતંત્ર પ્રવર્તે છે ?

    • A.સમાજવાદી
    • B.મિશ્ર પદ્ધતિCorrect
    • C.બજાર પદ્ધતિ
    • D.મૂડીવાદી
  37. 37
    MCQ1 mark

    ઉત્પાદનની પ્રક્રિયામાં ત્રણેય સાધનોનો કુશળતા પૂર્વક સંયોજન કરનારને ...... કહે છે.

    • A.મૂડી
    • B.શ્રમ
    • C.જમીન
    • D.નિયોજકCorrect
  38. 38
    MCQ1 mark

    વિશ્વમાં કયા દિવસને ‘વિશ્વ પર્યાવરણ દિન’ તરીકે ઉજવવામાં આવે છે ?

    • A.12 માર્ચ
    • B.5 જૂનCorrect
    • C.11 જૂન
    • D.8 માર્ચ
  39. 39
    MCQ1 mark

    નીચે આપેલમાંથી કયા ક્ષેત્રને ખાનગીક્ષેત્ર માટે ખુલ્લું મુકવામાં આવ્યું નથી ?

    • A.સંરક્ષણCorrect
    • B.સંદેશા વ્યવહાર
    • C.વિદ્યુત ઉત્પાદન
    • D.ખાંડ ઉદ્યોગ
  40. 40
    MCQ1 mark

    દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે જોડવાની પ્રક્રિયા એટલે

    • A.ઉદારીકરણ
    • B.વૈશ્વિકીકરણCorrect
    • C.ખાનગીકરણ
    • D.રાષ્ટ્રીયકરણ
  41. 41
    MCQ1 mark

    સમાજના લોકો પ્રાથમિક જરૂરિયાતો લઘુત્તમ ભાવે પણ પ્રાપ્ત કરી શકવા સમર્થ ન હોય તેઓ કયા પ્રકારના ગરીબ ગણાય ?

    • A.સાપેક્ષગરીબ
    • B.નિરપેક્ષગરીબCorrect
    • C.ગરીબી રેખાની ઉપર
    • D.તુલનાત્મક ગરીબ
  42. 42
    MCQ1 mark

    એક કારખાનાના માલિકે પોતાની જરૂર કરતાં 10 શ્રમિકો વધુ રોક્યાં છે. આ 10 શ્રમિકોને ખસેડી લેવામાં આવે તો કુલ ઉત્પાદનમાં કોઈ ફેર પડતો નથી. તો આ શ્રમિકો બેરોજગારીના કયા પ્રકારમાં ગણી શકાય ?

    • A.માળખાગત બેરોજગારી
    • B.ઘર્ષણજન્ય બેરોજગારી
    • C.પ્રચ્છન્ન બેરોજગારીCorrect
    • D.ઔદ્યોગિક બેરોજગારી
  43. 43
    MCQ1 mark

    અર્થતંત્રમાં નાણાનો પૂરવઠો વધારવાનો કે ઘટાડવાનો નિર્ણય કઈ બેંક લે છે ?

    • A.I.Correct
    • B.I.
    • C.I.
    • D.B.I.
  44. 44
    MCQ1 mark

    P.A.S.A. નું પૂરું નામ નીચેનામાંથી કયું છે ?

    • A.પ્રિવેન્શન ઑફ એન્ટિસોશ્યલ સોશ્યલ એક્ટ
    • B.પ્રોટેક્શન ઑફ એન્ટિસોશ્યલ એક્ટિવિટીઝ એક્ટ
    • C.પ્રિવેન્શન ઑફ એનાટોમી એક્ટિવિટીઝ એક્ટ
    • D.પ્રિવેન્શન ઑફ એન્ટિસોશ્યલ એક્ટિવિટીઝ એક્ટCorrect
  45. 45
    MCQ1 mark

    રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે ?

    • A.24 ડિસેમ્બરCorrect
    • B.15 માર્ચ
    • C.25 માર્ચ
    • D.14 ડિસેમ્બર
  46. 46
    MCQ1 mark

    દૂધ અને દૂધની બનાવટો, માંસ, માછલી તેમજ ખાદ્ય પદાર્થોના ઉત્પાદનોને પ્રમાણિત કરવાનું અને આંતરરાષ્ટ્રીય સ્તરે વેપારનીતિ નિયમોનું ઘડવાનું કાર્ય કોણ કરે છે ?

    • A.O.
    • B.O.
    • C.C.Correct
    • D.એગમાર્ક
  47. 47
    MCQ1 mark

    ભવિષ્યમાં ભાવ વધારો થવાનો છે. એવી આગાહીથી લોકો શું કરે છે ?

    • A.સંગ્રહખોરીCorrect
    • B.દાણચોરી
    • C.નફાખોરી
    • D.કાળાબજાર
  48. 48
    MCQ1 mark

    ભારતનો કયો પાડોશી દેશ માનવ વિકાસના સંદર્ભમાં ભારત કરતાં વધુ સારી સ્થિતિ ધરાવે છે ?

    • A.અફઘાનિસ્તાન
    • B.શ્રીલંકાCorrect
    • C.નેપાળ
    • D.પાકિસ્તાન
  49. 49
    MCQ1 mark

    ભારતમાં નક્સલવાદી આંદોલન કઈ વિચારધારાથી પ્રેરીત છે ?

    • A.કાર્લ માર્કસ્
    • B.હિટલર
    • C.માઓ-ત્સે-ડુંગCorrect
    • D.લેનિન
  50. 50
    LONG ANSWER1 mark

    જોડકાં જોડી સાચો વિકલ્પ પસંદ કરો.

    રાજ્યબળવાખોરી સંગઠન
    (1) નાગાલેન્ડ(a) ટી.યુ.જે.એસ.
    (2) મણિપુર(b) ઉલ્હા
    (3) ત્રિપુરા(c) કે.એન.એફ.
    (4) આસામ(d) એન.એસ.સી.એન.

    Answer

    1-(d), 2-(c), 3-(a), 4-(b)
  51. 51
    SHORT ANSWER2 marks

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો' ટૂંકમાં સમજૂતી આપો.

    Answer

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો તેના શિલ્પ-સ્થાપત્ય, મેળાઓ, લોકજીવન અને ઐતિહાસિક સ્થાનોથી સમૃદ્ધ છે. લોથલ, ધોળાવીરા, રુદ્રમહાલય, અડાલજની વાવ જેવા સ્થળો આ વારસાનો ભાગ છે.
  52. 52
    SHORT ANSWER2 marks

    ‘લોથલ’ ભારતનું અગત્યનું બંદર હતું. સમજાવો.

    Answer

    લોથલ અમદાવાદ જિલ્લામાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું નગર હતું. અહીં વહાણ લાંગરવા માટે ધક્કો (Dockyard) મળી આવ્યો છે, જે સૂચવે છે કે તે આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું અગત્યનું બંદર હતું.
  53. 53
    SHORT ANSWER2 marks

    ‘મોહેં–જો–દડો’ની ગટર યોજના વિશે માહિતી આપો.

    Answer

    મોહેં-જો-દડોની ગટર યોજના આયોજનબદ્ધ હતી. દરેક મકાનમાં ખાડા હતા જે મુખ્ય ગટર સાથે જોડાયેલા હતા. ગટરો પર પથ્થરના ઢાંકણા હતા, જે તે સમયની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ દર્શાવે છે.
  54. 54
    SHORT ANSWER2 marks

    પ્રવાસન સ્થળોની સ્વચ્છતા અને જતન વિશે તમારા મંતવ્યો લખો.

    Answer

    પ્રવાસન સ્થળોએ કચરો ન ફેંકવો જોઈએ, દીવાલો પર લખાણ ન કરવું જોઈએ અને ઐતિહાસિક સ્થાપત્યોને નુકસાન ન પહોંચાડવું જોઈએ. જનજાગૃતિ દ્વારા જ વારસાનું જતન શક્ય છે.
  55. 55
    SHORT ANSWER2 marks

    સંસાધન એટલે શું ? માલિકીના આધારે તેનું વર્ગીકરણ વિગતે સમજાવો.

    Answer

    જે વસ્તુ પર માનવી આશ્રિત હોય અને જેનાથી તેની જરૂરિયાતો પૂરી થાય તે સંસાધન છે. માલિકીના આધારે: 1) વ્યક્તિગત સંસાધન, 2) રાષ્ટ્રીય સંસાધન, 3) વૈશ્વિક સંસાધન.
  56. 56
    SHORT ANSWER2 marks

    કૃષિ સંશોધન ક્ષેત્રે કાર્ય કરતી સંસ્થાઓના નામ લખો.

    Answer

    ICAR (ભારતીય કૃષિ સંશોધન પરિષદ) અને DARE (કૃષિ સંશોધન અને શિક્ષણ વિભાગ) જેવી સંસ્થાઓ કૃષિ ક્ષેત્રે કાર્યરત છે.
  57. 57
    SHORT ANSWER2 marks

    ભારતના અર્થતંત્રમાં કૃષિનું યોગદાન વર્ણવો.

    Answer

    ભારત કૃષિપ્રધાન દેશ છે. તે રાષ્ટ્રીય આવકમાં હિસ્સો આપે છે, રોજગારી પૂરી પાડે છે અને ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.
  58. 58
    SHORT ANSWER2 marks

    જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ.

    Answer

    જળ વ્યવસ્થાપન માટે વરસાદી જળનો સંગ્રહ, ભૂગર્ભ જળની સપાટી ઉંચી લાવવી, પાણીનો કરકસરભર્યો ઉપયોગ અને પ્રદૂષણ રોકવું જરૂરી છે.
  59. 59
    SHORT ANSWER2 marks

    આધુનિક યુગને ‘ખનીજયુગ’ કહે છે. શા માટે ?

    Answer

    આજે ટાંકણીથી લઈને મોટા યંત્રો અને અવકાશયાન સુધીની તમામ વસ્તુઓ ખનીજોમાંથી બને છે. માનવ પ્રગતિના પાયામાં ખનીજ હોવાથી આ યુગને ખનીજયુગ કહેવાય છે.
  60. 60
    SHORT ANSWER2 marks

    વિકાસશીલ અર્થતંત્રનાં કોઈપણ ચાર લક્ષણો જણાવો.

    Answer

    1) નીચી માથાદીઠ આવક, 2) વસ્તીવૃદ્ધિ, 3) કૃષિ પર નિર્ભરતા, 4) બેરોજગારી.
  61. 61
    SHORT ANSWER2 marks

    भारतનું વન્યજીવ વૈવિધ્યસભર શાથી છે ?

    Answer

    ભારતની ભૌગોલિક વિવિધતા (પર્વતો, જંગલો, રણ) અને આબોહવાને કારણે અહીં વિવિધ પ્રકારના પશુ-પક્ષીઓ અને પ્રાણીઓ જોવા મળે છે.
  62. 62
    SHORT ANSWER2 marks

    બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત જણાવો.

    Answer

    બળવાખોરી સ્થાનિક સ્તરે અને પોતાની જ સરકાર વિરુદ્ધ હોય છે, જ્યારે આતંકવાદ વૈશ્વિક સમસ્યા છે જે નિર્દોષ લોકોમાં ભય ફેલાવે છે.
  63. 63
    SHORT ANSWER2 marks

    આતંકવાદની આર્થિક અસરો જણાવો.

    Answer

    આતંકવાદથી સંપત્તિનો નાશ થાય છે, ઉદ્યોગ-ધંધા અને પર્યટન પર માઠી અસર પડે છે અને સરકારને સુરક્ષા પાછળ વધુ ખર્ચ કરવો પડે છે.
  64. 64
    SHORT ANSWER3 marks

    ભારતની પ્રાચીન કલા તરીકે હાથ વણાટ વિશે સમજૂતી લખો.

    Answer

    ભારત હાથ વણાટ માટે જગપ્રસિદ્ધ હતું. ઢાકાની મલમલ, કાશ્મીરના ગાલીચા અને પાટણના પટોળા આ કલાના ઉત્કૃષ્ટ નમૂનાઓ છે.
  65. 65
    SHORT ANSWER3 marks

    એલિફન્ટા ગુફાઓ વિશેની નોંધ લખો.

    Answer

    મહારાષ્ટ્રમાં મુંબઈ પાસે દરિયામાં આવેલી આ ગુફાઓમાં 'ત્રિમૂર્તિ'નું શિલ્પ પ્રખ્યાત છે. તે શિલ્પકલાનો અદભુત નમૂનો છે.
  66. 66
    SHORT ANSWER3 marks

    પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો જણાવો.

    Answer

    વધુ વૃક્ષો વાવવા, પ્રદૂષણ નિયંત્રણના સાધનો વાપરવા, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ઉપયોગ કરવો અને ઉદ્યોગોના કચરાનો યોગ્ય નિકાલ કરવો.
  67. 67
    SHORT ANSWER3 marks

    બેરોજગારીનો અર્થ જણાવી કોઈપણ બે વિશે સમજૂતી આપો.

    Answer

    પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા અને શક્તિ હોવા છતાં કામ ન મળે તેને બેરોજગારી કહેવાય. પ્રકાર: 1) પ્રચ્છન્ન બેરોજગારી, 2) શિક્ષિત બેરોજગારી.
  68. 68
    SHORT ANSWER3 marks

    ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ વિશેની સમજૂતી આપો.

    Answer

    ખેતીનો વિકાસ, ગૃહ ઉદ્યોગોને પ્રોત્સાહન, ગ્રામીણ ક્ષેત્રે રોજગારીની તકો ઊભી કરવી અને શિક્ષણ-આરોગ્યમાં સુધારો કરવો.
  69. 69
    SHORT ANSWER3 marks

    મહિલા સમાનતા અંગે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ વિશેની સમજૂતી લખો.

    Answer

    સરસ્વતી સાધના યોજના, કન્યા કેળવણી રથયાત્રા, અને વિધવા સહાય યોજના જેવી યોજનાઓ મહિલા સમાનતા માટે અમલમાં છે.
  70. 70
    SHORT ANSWER3 marks

    માનવ વિકાસ આંકના માપનની નવી પ્રવિધિમાં કયા કયા નિર્દેશકોનો ઉપયોગ કરાય છે ? તે સવિસ્તાર સમજાવો.

    Answer

    નવી પ્રવિધિમાં ત્રણ મુખ્ય નિર્દેશકો છે: 1) અપેક્ષિત આયુષ્ય આંક (LEI), 2) શિક્ષણ આંક (EI), અને 3) આવક આંક (II).
  71. 71
    LONG ANSWER5 marks

    પ્રાચીન ભારતે રસાયણવિદ્યામાં સાધેલી પ્રગતિનું વર્ણન કરો.

    Answer

    પ્રાચીન ભારતના નાગાર્જુન જેવા રસાયણશાસ્ત્રીઓએ પારાની ભસ્મ બનાવી ઔષધ તરીકે વાપરવાની ભલામણ કરી હતી. દિલ્હીનો લોહસ્તંભ આ વિદ્યાનો જીવંત નમૂનો છે.
  72. 72
    LONG ANSWER5 marks

    ગ્રાહકે ખરીદી કરતી વખતે શી કાળજી રાખવી જોઈએ ?

    Answer

    ગ્રાહકે પાકું બિલ લેવું, ISI કે એગમાર્ક જેવા માર્કા તપાસવા, વજન અને કિંમતની ચકાસણી કરવી અને ગેરમાર્ગે દોરતી જાહેરાતોથી સાવધ રહેવું.
  73. 73
    LONG ANSWER5 marks

    ભારતીય બંધારણમાં કયા બાળ અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો છે ?

    Answer

    મફત અને ફરજિયાત શિક્ષણ, શોષણ સામે રક્ષણ, જીવન જીવવાનો હક અને પોતાની અભિવ્યક્તિનો અધિકાર બાળ અધિકારોમાં સામેલ છે.
  74. 74
    LONG ANSWER1 mark

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો.

    1. કાળી જમીનનું એક ક્ષેત્ર

    Answer

    નક્શામાં મહારાષ્ટ્ર અથવા ગુજરાતના વિસ્તારને કાળી જમીન તરીકે દર્શાવવો.
  75. 75
    LONG ANSWER1 mark

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 2) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન

    Answer

    રાજસ્થાન રાજ્યમાં રણથંભોરનું સ્થાન દર્શાવવું.
  76. 76
    LONG ANSWER1 mark

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 3) શણ ઉત્પાદનનું એક ક્ષેત્ર

    Answer

    પશ્ચિમ બંગાળના ગંગાના મુખત્રિકોણ પ્રદેશને દર્શાવવો.
  77. 77
    LONG ANSWER1 mark

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 4) સુતરાઉ કાપડ ઉદ્યોગનું કોઈ એક કેન્દ્ર

    Answer

    અમદાવાદ, મુંબઈ કે કોઈ પણ મુખ્ય કેન્દ્ર દર્શાવવું.
  78. 78
    LONG ANSWER1 mark

    ભારતના રેખાંકિત નક્શામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે યોગ્ય સ્થાને દર્શાવો. 5) રાષ્ટ્રીય જળમાર્ગ – 2

    Answer

    બ્રહ્મપુત્રા નદી પર સાદિયાથી ધુબરી સુધીનો માર્ગ દર્શાવવો.
  79. 79
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે

    1. કાળી જમીન ધરાવતું કોઈએક રાજ્યનું નામ લખો.

    Answer

    ગુજરાત (અથવા મહારાષ્ટ્ર)
  80. 80
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 2) રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે ?

    Answer

    રાજસ્થાન
  81. 81
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 3) શણનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે ?

    Answer

    પશ્ચિમ બંગાળ
  82. 82
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 4) સુતરાઉ કાપડ ઉદ્યોગનું એક કેન્દ્રનું નામ આપો.

    Answer

    અમદાવાદ (અથવા મુંબઈ)
  83. 83
    SHORT ANSWER1 mark

    ફક્ત અંધ વિદ્યાર્થીઓ માટે 5) રાષ્ટ્રીય જળમાર્ગ – 2 કયા બે સ્થાનોને જોડે છે ?

    Answer

    સાદિયા અને ધુબરી
MARCH (2018) — Practice — Pratikriya