← Back to practice

May

Board exam · Social Science · 2021

54 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    LONG ANSWER5 marks

    યોગ્ય જોડકાં જોડો.

    (A)(B)
    1) દ્વારકાધીશ મંદિર(A) દિલ્લી
    2) જડત્તર કામ(B) જૂનાગઢ
    3) જરીકામ(C) દ્વારકા
    4) લાલ કિલ્લો(D) બિકાનેર
    5) અડીકડી ની વાવ(E) સુરત
    (F) પાટણ

    Answer

    1-(C), 2-(D), 3-(E), 4-(A), 5-(B)
  2. 2
    TRUE FALSE1 mark

    કાળી જમીનમાં જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે.

    Answer

    True
  3. 3
    TRUE FALSE1 mark

    વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય હિન્દી અને સંસ્કૃતના લેખક હતા.

    Answer

    False
  4. 4
    TRUE FALSE1 mark

    જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનીજો વપરાય છે તેને ખનીજ આધારિત ઉદ્યોગ કહે છે.

    Answer

    True
  5. 5
    TRUE FALSE1 mark

    ભારતમાં બેરોજગારીની સમસ્યા વધુ ઘેરી બનવા પાછળ મુખ્ય જવાબદાર કારણોમાં વસ્તી વધારો નથી.

    Answer

    False
  6. 6
    TRUE FALSE1 mark

    મહિલાઓને માત્ર એક જ કૉલથી મદદ મળી રહે તે માટે ૧૦૮ અભયમ્ મહિલા હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે.

    Answer

    False
  7. 7
    SHORT ANSWER1 mark

    સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી કોણ હતા?

    Answer

    મહર્ષિ પાણિની
  8. 8
    SHORT ANSWER1 mark

    જમીનનું ધોવાણ એટલે શું?

    Answer

    જમીનના ઉપરના કણોનું કુદરતી પરિબળો દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ઘસડાઈ જવું.
  9. 9
    SHORT ANSWER1 mark

    ભારતમાં રણ પ્રકારની જમીન કયાં વિસ્તારોમાં જોવા મળે છે?

    Answer

    રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના શુષ્ક ક્ષેત્રો તથા ગુજરાતમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં.
  10. 10
    SHORT ANSWER1 mark

    જાહેર વિતરણ પ્રણાલી (PDS) ભારતમાં કઈ સાલથી અમલમાં આવી હતી?

    Answer

    ૧૯૭૭
  11. 11
    MCQ1 mark

    .............. ભાષાને ‘આર્ય ભાષા’ કે ‘ઋષિઓની ભાષા’ કે ‘વિદ્વાનોની ભાષા’ કહે છે.

    • A.લેટીન
    • B.પ્રાકૃત
    • C.સંસ્કૃતCorrect
  12. 12
    MCQ1 mark

    નાલંદામાંથી મળી આવેલ ભગવાન બુધ્ધની મૂર્તિ .............. ફૂટ ઊંચી છે.

    • A.24
    • B.18Correct
    • C.
  13. 13
    MCQ1 mark

    શાકાહારી લોકો માટે .............. એ પ્રોટીનનો મુખ્ય સ્ત્રોત છે.

    • A.કઠોળCorrect
    • B.તેલીબિયાં
    • C.પીણા
  14. 14
    MCQ1 mark

    નોબેલ પારિતોષિક વિજેતા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી .............. એ માનવ વિકાસ આંકની વિભાવના કરી.

    • A.રાલ્ફ નાડર
    • B.અમર્ત્ય સેનCorrect
    • C.ડૉ. અબ્દુલ કલામ
  15. 15
    MCQ1 mark

    .............. આંદોલન ભારતમાં સૌ પ્રથમ ઈ.સ. 1967 માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયું.

    • A.ગ્રાહક સુરક્ષા
    • B.નક્સલવાદCorrect
    • C.ઉલ્હા
  16. 16
    MCQ1 mark

    નીચેના કોષ્ટકમાં ગુજરાતના મુખ્ય મેળાઓની વિગત આપેલ છે. જે માંથી હોળી આસપાસ (ફાગણ માસ) માં ભરાતા મેળાઓને ઓળખી બતાવો.

    ક્રમમેળાનુ નામમેળાનુ સ્થળ
    1)તરણેતરનો મેળોતરણેતર (સુરેન્દ્રનગર)
    2)ભડીયાદનો મેળોભડીયાદ (અમદાવાદ)
    3)નકળંગનો મેળોભાવનગર
    4)માધવપુરનો મેળોમાધવપુર (પોરબંદર)
    5)વૌઠાનો મેળોધોળકા (અમદાવાદ)
    6)મીરાદાતારનો મેળોઉનાવા (ઉંઝા)
    7)ડાંગ દરબારનો મેળોઆહવા (ડાંગ)
    8)ગોળ ગધેડાનો મેળોગરબાડા (દાહોદ)
    9)કાર્તિકી પૂર્ણિમાનો મેળોસોમનાથ (ગીર)
    10)ભાંગુરિયાનો મેળોછોટા ઉદેપુર અને ક્વાંટ
    • A.ભડીયાદનો મેળો, વૌઠાનો મેળો, માધવપુરનો મેળો.Correct
    • B.ગોળ ગધેડાનો મેળો, કાર્તિકી પૂર્ણિમાનો મેળો, ભાંગુરિયાનો મેળો.
    • C.તરણેતરનો મેળો, નકળંગનો મેળો, મીરા દાતારનો મેળો.
    • D.વૌઠાનો મેળો, માધવપુરનો મેળો, નકળંગનો મેળો.
  17. 17
    MCQ1 mark

    નીચે આપેલ શિલ્પનું ચિત્ર કઈ ગુફામાં આવેલ છે. (ચિત્ર સંદર્ભ: ત્રિમૂર્તિ શિલ્પ)

    • A.અંજતાની ગુફા
    • B.ઈલોરાની ગુફા
    • C.એલિફન્ટાની ગુફાCorrect
    • D.ઢાંકની ગુફા
  18. 18
    MCQ1 mark

    કપાસ, શેરડી, શણ, તમાકું અને રબર ક્યાં પ્રકારના પાકો છે.

    • A.તેલીબિયાંના પાક
    • B.પીણાના પાક
    • C.રોકડીયા પાકCorrect
    • D.ઔષધીય અને મસાલા પાક
  19. 19
    MCQ1 mark

    નીચે આપેલ ભારતના નકશામાં ઉદ્યોગના મુખ્ય કેન્દ્રો (બોકારો, દુર્ગાપુર, જમશેદપુર, બર્નપુર, રાઉરકેલા, ભિલાઈ) દર્શાવેલ છે. તે કયા ઉદ્યોગના છે તે જણાવો?

    • A.સુતરાઉ કાપડ ઉદ્યોગ
    • B.શણના કાપડનો ઉદ્યોગ
    • C.ખાંડ ઉદ્યોગ
    • D.લોખંડ-પોલાદ ઉદ્યોગCorrect
  20. 20
    MCQ1 mark

    કેટલાંક ગણ્યા ગાંઠયા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું અનૈતિક અને હિંસાત્મક કૃત્ય એટલે શું?

    • A.દાણ ચોરી
    • B.આંતવાદCorrect
    • C.કાળા બજાર
    • D.સટ્ટાખોરી
  21. 21
    LONG ANSWER2 marks

    આપણા સાંસ્કૃતિક વારસામાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય છે?

    Answer

    સાંસ્કૃતિક વારસામાં મંદિરો, શિલાલેખો, સ્તૂપો, વિહારો, ચૈત્યો, મકબરા, મસ્જિદો, કિલ્લાઓ, ગુંબજો, રાજમહેલો, દરવાજા, ઈમારતો, ઉત્ખનન કરેલા સ્થળો તેમજ ઐતિહાસિક સ્મારકોનો સમાવેશ કરી શકાય.
  22. 22
    LONG ANSWER2 marks

    નીચે આપેલા ઐતિહાસીક સ્થળો વિશે માહિતી આપો. (A) અમદાવાદ (B) જૂનાગઢ

    Answer

    અમદાવાદ: સીદી સૈયદની જાળી, જામા મસ્જિદ, હઠીસીંગના દેરા. જૂનાગઢ: ઉપરકોટ, અશોકનો શિલાલેખ, ખાપરા-કોડિયાની ગુફા.
  23. 23
    LONG ANSWER2 marks

    વલભી વિદ્યાપીઠ વિશે માહિતી આપો.

    Answer

    વલભી ગુજરાતનું સાતમી સદીનું વિખ્યાત શિક્ષણધામ હતું. મૈત્રક વંશના રાજાઓના આશ્રયે આ વિદ્યાપીઠનો વિકાસ થયો. તે હીનયાન પંથનું કેન્દ્ર હતું.
  24. 24
    LONG ANSWER2 marks

    વેદો કેટલા છે? કયાં કયાં?

    Answer

    વેદો ચાર છે: ૧) ઋગ્વેદ, ૨) સામવેદ, ૩) યજુર્વેદ અને ૪) અથર્વવેદ.
  25. 25
    LONG ANSWER2 marks

    જમીનના પ્રકારો કેટલા છે? કયાં કયાં?

    Answer

    ICAR મુજબ ભારતીય જમીનના ૮ પ્રકાર છે: ૧. કાંપની, ૨. રાતી, ૩. કાળી, ૪. લેટેરાઇટ, ૫. રણ પ્રકારની, ૬. પર્વતીય, ૭. જંગલ પ્રકારની, ૮. દલદલ પ્રકારની.
  26. 26
    LONG ANSWER2 marks

    ભારતમાંથી લુપ્ત થઈ રહેલ વન્યજીવો વિશે માહિતી આપો.

    Answer

    ચિત્તો ભારતમાંથી સંપૂર્ણ લુપ્ત થયો છે. આ સિવાય ગીધ, ગુલાબી ગરદનવાળી બતક, સારસ અને ઘેરાડ જેવા પક્ષીઓ લુપ્ત થવાની તૈયારીમાં છે.
  27. 27
    LONG ANSWER1 mark

    મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

    પ્રશ્ન: કેરલ અને તમિલનાડુના ખેડૂતો નહેર દ્વારા સિંચાઈ શા માટે કરે છે?

    Answer

    દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું છે અને ખડકાળ જમીન હોવાથી કુવા ખોદવા મુશ્કેલ છે, તેથી નહેર અને તળાવો દ્વારા સિંચાઈ વધુ થાય છે.
  28. 28
    LONG ANSWER1 mark

    મુખ્ય જળસ્ત્રોતમાં ભૂમિગત જળનું સ્થાન પણ અગત્યનું છે. સૃષ્ટિય જળના અવશોષણથી ભૂમિગત જળ પ્રાપ્ત થાય છે. ભૂમિગત જળનો જથ્થો અમર્યાદિત છે. ભારતમાં ઉત્તર મેદાની વિસ્તારમાં 42% ભૂમિગત જળ મળે છે. દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારોને કારણે ભૂમિગત જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે. ભૂમિગત જળનો સૌથી વધું ઉપયોગ સિંચાઈ માટે થાય છે.

    પ્રશ્ન: ઉત્તર ભારતના ખેડૂતો સિંચાઈ માટે ભૂમિગત જળનો શા માટે વધુ ઉપયોગ કરે છે?

    Answer

    ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કાંપની પોચી જમીન હોવાથી અને વરસાદી જળનું શોષણ વધુ થતું હોવાથી ત્યાં ૪૨% જેટલું વિપુલ ભૂમિગત જળ ઉપલબ્ધ છે.
  29. 29
    LONG ANSWER2 marks

    કૃષિ આધારિત ઉદ્યોગો અને ખનીજ આધારિત ઉદ્યોગોના નામ આપો.

    Answer

    કૃષિ આધારિત: સુતરાઉ કાપડ, ખાંડ, કાગળ. ખનીજ આધારિત: લોખંડ-પોલાદ, સિમેન્ટ, એલ્યુમિનિયમ.
  30. 30
    LONG ANSWER2 marks

    સિમેન્ટ ઉદ્યોગ વિશે ટૂંકમાં માહિતી આપો.

    Answer

    મકાન બાંધકામ માટે સિમેન્ટ અનિવાર્ય છે. ચીન પછી ભારત વિશ્વમાં બીજો મોટો ઉત્પાદક છે. ચૂનાનો પત્થર, કોલસો, જીપ્સમ તેનો કાચો માલ છે. ગુજરાતમાં પણ આ ઉદ્યોગનો સારો વિકાસ થયો છે.
  31. 31
    LONG ANSWER2 marks

    વહીવટી દષ્ટિએ જંગલોના પ્રકાર જણાવો?

    Answer

    ૧) અનામત જંગલ (Reserved Forest), ૨) સંરક્ષિત જંગલ (Protected Forest), ૩) અવર્ગીકૃત જંગલ (Unclassed Forest).
  32. 32
    LONG ANSWER2 marks

    ગરીબી રેખા હેઠળ જીવતા લોકોના લક્ષણો જણાવો.

    Answer

    જેમને બે ટંક પૂરતું ભોજન ન મળતું હોય, રહેવા માટે મોકળાશવાળી જગ્યા ન હોય, નિરક્ષર હોય, અને જેમનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્યથી ઓછું હોય.
  33. 33
    LONG ANSWER2 marks

    MPO, FPO, ECO અને ISI માર્કાઓ વિશે જણાવો.

    Answer

    ISI: ઔદ્યોગિક ઉત્પાદનો માટે. FPO: જામ, ફ્રૂટ જ્યુસ વગેરે માટે. ECO: પર્યાવરણને અનુકૂળ પેદાશો (સાબુ, તેલ) માટે. MPO: માસની પેદાશો માટે.
  34. 34
    LONG ANSWER3 marks

    ગુજરાતના ગરબા, ગરબી અને રાસ વિશે માહિતી આપો.

    Answer

    ગરબા 'ગર્ભદીપ' પરથી બન્યો છે. ગરબી મુખ્યત્વે પુરુષો ગાય છે અને કૃષ્ણ ભક્તિ સાથે જોડાયેલ છે. રાસ એ ગોળાકારે ફરીને ગવાતું નૃત્ય છે જે શ્રીકૃષ્ણે નરસિંહ મહેતાને બતાવ્યું હોવાની માન્યતા છે.
  35. 35
    LONG ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: અહિં ભારતના સાંસ્કૃતિક વારસાના કર્યાં સ્થળ વિશે માહિતી આપવામાં આવી છે?

    Answer

    અજંતાની ગુફાઓ
  36. 36
    LONG ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: આ ગુફાઓમાં વિહારોની સંખ્યા કેટલી છે?

    Answer

    કુલ ૨૯ ગુફાઓ છે, જેમાંથી ૫ ચૈત્ય છે, તેથી વિહારોની સંખ્યા ૨૪ છે.
  37. 37
    LONG ANSWER1 mark

    સહ્યાદ્રિ પર્વતમાળાને કોરીને ઘોડાની નાળ આકારે અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે. અહીંની ગુફાઓને બે ભાગમાં વહેંચી શકાય (1) ચિત્રકલા આધારિત ગુફાઓ અને (2) શિલ્પકલા આધારિત ગુફાઓ. ભીંતચિત્રો આધારિત ગુફાઓ પૈકી 1, 2, 10, 16 અને 17 નંબરની ગુફાઓના ભીંતચિત્રો અજોડ અને ઉચ્ચકક્ષાનાં છે. આ ચિત્રોનો મુખ્ય વિષય બોદ્ધ ધર્મ છે. આ ગુફાઓના બે પ્રકાર પાડી શકાય- ચૈત્ય અને વિહાર 9, 10, 19, 26 અને 29 નંબરની ગુફાઓ ચૈત્ય છે. જ્યારે બાકીની ગુફાઓ વિહારો છે. આ ગુફાઓ એક સમયે વિસરાઈ ગઈ હતી. આ ગુફાઓ પ્રારંભિક બોદ્ધ વાસ્તુકલા, ગુફા ચિત્રો અને શિલ્પકલાનાં ઉત્કૃષ્ટ ઉદાહરણોમાં સ્થાન પામે છે. તેની અનોખી કલા સમૃધ્ધિના કારણે માત્ર ભારતમાં જ નહિ પણ વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. ચિત્રકલા, શિલ્પકલા અને સ્થાપત્ય કલાના અપૂર્વ સુમેળરૂપ આ ગુફાઓમાં થયેલ કલા સર્જન ભારતીય કલાને વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.

    પ્રશ્ન: આ સ્થાપત્યને વિશ્વ વારસાના સ્થળોની યાદીમાં શા માટે સમાવેશ કરવામાં આવેલ છે?

    Answer

    કારણ કે તે પ્રારંભિક બૌદ્ધ વાસ્તુકલા, અજોડ ભીંતચિત્રો અને શિલ્પકલાનો ઉત્કૃષ્ટ નમૂનો છે જે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે.
  38. 38
    LONG ANSWER3 marks

    તાજમહેલ – ટૂંકનોંધ લખો.

    Answer

    તાજમહેલ આગ્રામાં યમુના નદીના કિનારે આવેલો છે. શાહજહાંએ તેની પત્ની મુમતાઝ મહેલની યાદમાં તે બંધાવ્યો હતો. તે સફેદ આરસપહાણથી બનેલો છે અને વિશ્વની સાત અજાયબીઓમાંની એક છે.
  39. 39
    LONG ANSWER3 marks

    બહુહેતુક યોજના એટલે શું? તેનું મહત્ત્વ જણાવો.

    Answer

    નદી ખીણો સાથે સંકળાયેલી એવી યોજના કે જેના દ્વારા પૂર નિયંત્રણ, જમીન ધોવાણ અટકાવવું, સિંચાઈ, પીવાનું પાણી, મત્સ્ય ઉદ્યોગ અને જળવિદ્યુત જેવા અનેક હેતુઓ સિદ્ધ થાય.
  40. 40
    LONG ANSWER3 marks

    બેરોજગારીના મુખ્ય પ્રકારો જણાવી કોઈ પણ ત્રણ વિશે ટૂંકમાં માહિતી આપો.

    Answer

    ૧. મોસમી બેરોજગારી, ૨. છૂપી (પ્રચ્છન્ન) બેરોજગારી, ૩. માળખાગત બેરોજગારી, ૪. ઘર્ષણજન્ય બેરોજગારી, ૫. શિક્ષિત બેરોજગારી.
  41. 41
    LONG ANSWER3 marks

    ગરીબી ઉદ્ભવવાના કારણો જણાવો.

    Answer

    ખેતી ક્ષેત્રે ઓછી આવક, નિરક્ષરતા, વસ્તી વધારો, ટેકનોલોજીનો અભાવ અને ચીજવસ્તુઓના ભાવમાં વધારો.
  42. 42
    LONG ANSWER3 marks

    ગુજરાત સરકારે મહિલા સમાનતા માટે કઈ કઈ યોજનાઓ અમલમાં મુકેલ છે? તે જણાવો.

    Answer

    બેટી બચાવો - બેટી પઢાવો, મિશન મંગલમ, સરસ્વતી સાધના યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના.
  43. 43
    LONG ANSWER3 marks

    ભારતમાં સ્વાસ્થ્ય સુધારણા માટે થયેલી કામગીરી વર્ણવો.

    Answer

    બાળ રસીકરણ કાર્યક્રમ, પીવાના શુદ્ધ પાણીની સુવિધા, હોસ્પિટલોમાં વધારો, પોલિયો અને શીતળા જેવી બીમારીઓનું નિર્મૂલન.
  44. 44
    LONG ANSWER3 marks

    નીચેના વન્યજીવોનો પરિચય આપો.

    1. લાલ પાંડા.
    2. જળચર ગંગેય ડોલ્ફિન.
    3. એક શિંગી ભારતીય ગેંડો.

    Answer

    લાલ પાંડા હિમાલયના શીત જંગલોમાં જોવા મળે છે. ગંગેય ડોલ્ફિન મીઠા પાણીમાં રહે છે. એક શિંગી ગેંડો અસમ અને પશ્ચિમ બંગાળના દલદલના વિસ્તારોમાં જોવા મળે છે.
  45. 45
    LONG ANSWER4 marks

    વાસ્તુશાસ્ત્ર-સવિસ્તાર જવાબ આપો.

    Answer

    વાસ્તુશાસ્ત્ર એ પ્રાચીન ભારતની અણમોલ ભેટ છે. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ વગેરેએ આમાં મોટું પ્રદાન કર્યું છે. તેમાં રહેઠાણ, મંદિર, કિલ્લા વગેરેના નિર્માણ માટેના દિશા અને સ્થાપત્યના નિયમો છે.
  46. 46
    LONG ANSWER4 marks

    વૈદિકવિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્ત્વ જણાવો.

    Answer

    મહર્ષિ ચરકે 'ચરક સંહિતા'માં ૨૦૦૦ થી વધુ ઔષધીઓ વર્ણવી છે. મહર્ષિ સુશ્રુતને 'શલ્ય ચિકિત્સાના પિતા' માનવામાં આવે છે જેમણે જટિલ ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરી વિશે માહિતી આપી હતી.
  47. 47
    LONG ANSWER4 marks

    ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાનગત સુધારા જણાવો.

    Answer

    જમીનદારી પ્રથાની નાબૂદી, જમીન ટોચ મર્યાદાનો કાયદો, કિસાન ક્રેડિટ કાર્ડ (KCC), પાક વીમો અને ટેકાના ભાવે ખરીદી.
  48. 48
    LONG ANSWER4 marks

    ઘઉંના પાકને અનુકૂળ સંજોગો વર્ણવી ઉત્પાદન કરતા રાજયો જણાવો.

    Answer

    ઘઉં એ રવી પાક છે. તેને કાળી કે ગોરાડુ જમીન અને ૭૫ સેમી વરસાદ જોઈએ. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે.
  49. 49
    LONG ANSWER4 marks

    ભાવ વૃધ્ધિના કારણો વિશે વિસ્તાર પૂર્વક માહિતી આપો.

    Answer

    વસ્તી વધારો, નાણાંનો પુરવઠો વધવો, કાળું નાણું, નિકાસમાં વધારો અને સંગ્રહખોરી/નફાખોરી ભાવ વધારાના મુખ્ય કારણો છે.
  50. 50
    LONG ANSWER4 marks

    તફાવત આપો: આંતકવાદ અને બળવાખોરી

    Answer

    આંતકવાદ વૈશ્વિક સમસ્યા છે જ્યારે બળવાખોરી સ્થાનિક સમસ્યા છે. આંતકવાદ કોઈ રાષ્ટ્ર વિરુદ્ધ હોય છે જ્યારે બળવાખોરી પોતાની જ સરકાર વિરુદ્ધ હોય છે.
  51. 51
    SHORT ANSWER1 mark

    દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - કાંપની જમીન કયાં રાજ્યમાં આવેલી છે?

    Answer

    ઉત્તર પ્રદેશ / પંજાબ / બિહાર / પશ્ચિમ બંગાળ / ગુજરાત
  52. 52
    SHORT ANSWER1 mark

    દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - ગીર રાષ્ટ્રીય ઉધાન કયાં રાજ્યમાં આવેલું છે?

    Answer

    ગુજરાત
  53. 53
    SHORT ANSWER1 mark

    દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - ચા ઉત્પાદન કરતું મુખ્ય રાજ્ય જણાવો?

    Answer

    અસમ
  54. 54
    SHORT ANSWER1 mark

    દૃષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે - સુતરાઉ કાપડ ઉદ્યોગના મુખ્ય કેન્દ્રનું નામ લખો.

    Answer

    અમદાવાદ / મુંબઈ / કોઈમ્બતુર