← Back to practice

New Course

GSEB Gujarati SSC · Gujarati · 2019

72 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    નીચે આપેલ વિશેષતાઓ કયા નૃત્ય સાથે જોડાયેલ છે ? (i) આ નૃત્યમાં ભારતીય નૃત્યની પાયાની મુદ્રાઓ વણી લેવામાં આવી છે. (ii) આ નૃત્ય મુખ્યત્વે સ્ત્રી સૌંદર્યના વર્ણન પર આધારિત છે. (iii) આ નૃત્ય સ્ત્રીઓ અને પુરુષો બન્ને કરે છે.

    • A.કુચીપુડીCorrect
    • B.કથકલી
    • C.ઓડિસી
    • D.મણિપુરી
  2. 2
    MCQ1 mark

    ‘કાદમ્બરી’ ગ્રંથની રચના કોણે કરી હતી ?

    • A.બાણેCorrect
    • B.ભવભૂતિએ
    • C.ભાસે
    • D.ભાસ્કરાચાર્યે
  3. 3
    MCQ1 mark

    ‘હમ્પી’ સ્થાપત્ય નીચેનામાંથી કયા સ્થળ સાથે જોડાયેલ છે ?

    • A.તિરુવન્તપુરમ્
    • B.હોસપેટCorrect
    • C.પુરી
    • D.રાયપુર
  4. 4
    MCQ1 mark

    ‘શર્મિષ્ઠા તળાવ’ ગુજરાતના કયા સ્થળે આવેલું છે ?

    • A.વિરમગામ
    • B.ધોળકા
    • C.જૂનાગઢ
    • D.વડનગરCorrect
  5. 5
    MCQ1 mark

    રણ પ્રકારની જમીનમાં સિંચાઈની સુવિધાઓથી કયા પાક લેવાય છે ?

    • A.બાજરી – જુવાર
    • B.જુવાર – મગફળી
    • C.બાજરી – ઘઉંCorrect
    • D.જુવાર – તલ
  6. 6
    MCQ1 mark

    ગુજરાતનું સૌથી મોટું બંદર નીચેનામાંથી કયું છે ?

    • A.પોશિત્રા
    • B.પીપાવાવ
    • C.કંડલાCorrect
    • D.પોરબંદર
  7. 7
    MCQ1 mark

    ‘ભાવિ પેઢીની જરૂરિયાતો પૂરી પાડવાની ક્ષમતાને નુકસાન પહોંચાડ્યા સિવાય વર્તમાન પેઢીની જરૂરિયાતો સંતોષવી’’ એટલે શું ?

    • A.પર્યાવરણ અવક્રમણ
    • B.સુપોષિત વિકાસCorrect
    • C.પર્યાવરણ તરફ કૂર્લક્ષ
    • D.ખાનગી વિકાસ
  8. 8
    MCQ1 mark

    ‘ગ્રાહક અધિકાર દિન’ સમગ્ર વિશ્વમાં ક્યારે ઉજવવામાં આવે છે ?

    • A.15 મી માર્ચCorrect
    • B.12 મી ડિસેમ્બર
    • C.18 મી ફેબ્રુઆરી
    • D.5 મી જૂન
  9. 9
    MCQ1 mark

    નીચેનામાંથી કયા આર્ટિકલ અનુસાર બંધારણમાં રાજ્ય તરફથી નિભાવાતી અથવા નાણાકીય સહાયથી ચાલતી કેળવણીની સંસ્થામાં પ્રવેશ અટકાવી શકાય નહી ?

    • A.આર્ટિકલ - 16
    • B.આર્ટિકલ – 29Correct
    • C.આર્ટિકલ – 15 (1)
    • D.આર્ટિકલ – 46
  10. 10
    MCQ1 mark

    નીચે આપેલ ચિત્ર ભારતીય સંસ્કૃતિના કયા લક્ષણને પ્રદર્શિત કરે છે ?

    • A.સહિષ્ણુતા
    • B.વિવિધતામાં એકતાCorrect
    • C.प्राચીનતા અને સાતત્ય
    • D.આધ્યાત્મિકતા અને ભૌતિકવાદ
  11. 11
    MCQ1 mark

    દુનિયામાં એક-કે-બે સ્થળે જ મળતું સંસાધન એટલે .......

    • A.વિરલ સંસાધન
    • B.સર્વ સુલભ સંસાધન
    • C.સામાન્ય સુલભ સંસાધન
    • D.એકલ સંસાધનCorrect
  12. 12
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ બાબતની અસર નીચે જ્ઞાન અને જાણકારીના અભાવે વસ્તુઓ કોઈપણ પ્રકારની ચોકસાઈ કર્યા વિના ગ્રાહક ખરીદે છે ?

    • A.જાહેર ખબરોનીCorrect
    • B.વેપારીની
    • C.સરકારની
    • D.પાડોશી અને મિત્રોની
  13. 13
    MCQ1 mark

    સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ(ગ્રામ પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત) નું નિયંત્રણ હોય તે જંગલો કયા ? જણાવો.

    • A.કાંટાળા જંગલો
    • B.ઝૂમ જંગલો
    • C.ગ્રામ્ય જંગલો
    • D.સામુદાયિક જંગલોCorrect
  14. 14
    MCQ1 mark

    અમદાવાદમાં આવેલ એક શાળા પોતાના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટ જોવા લઈ જનાર છે. તો તેમને કયું નજીકનું ક્ષેત્ર પસંદ રહેશે ?

    • A.મેથાણCorrect
    • B.રુદાતલ
    • C.દાંતીવાડા
    • D.છાણી
  15. 15
    MCQ1 mark

    દક્ષિણ ભારતમાં ઉચ્ચપ્રદેશ અને પર્વતીય વિસ્તારના કારણે કયા પ્રકારના જળનું પ્રમાણ ઓછું જોવા મળે છે ?

    • A.પેય જળ
    • B.પૃષ્ટિય જળ
    • C.ભૂમિગત જળCorrect
    • D.વૃષ્ટિ જળ
  16. 16
    MCQ1 mark

    નીચે જમીન નિર્માણની પ્રક્રિયા બતાવેલ છે તેમાં પ્રશ્નાર્થ ચિહ્નની જગ્યાએ શું આવે ? ખડકો \rightarrow   આબોહવા \rightarrow   ખવાણ \rightarrow   ? \rightarrow   જમીન

    • A.સૂર્યપ્રકાશ
    • B.પથ્થર
    • C.જૈવિક તત્ત્વોCorrect
    • D.લાવારસ
  17. 17
    MCQ1 mark

    સૂફી સંત સલીમ ચિસ્તીની યાદમાં અકબરે કયું નગર વસાવ્યું ?

    • A.ચાંપાનેર
    • B.ફતેહપુર સિકરીCorrect
    • C.સરહાનપુર
    • D.વિજયનગર
  18. 18
    MCQ1 mark

    ભારતના અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનોના સ્થાન દક્ષિણના રાજ્યથી શરૂ કરી ઉત્તરના રાજ્યોના ક્રમ પસંદ કરો.

    • A.મદુમલાઈ, પેરિયાર, વેળાવદર, રાજાજી
    • B.પેરિયાર, વેળાવદર, મદુમલાઈ, રાજાજી
    • C.પેરિયાર, મદુમલાઈ, વેળાવદર, રાજાજીCorrect
    • D.રાજાજી, વેળાવદર, મદુમલાઈ, પેરિયાર
  19. 19
    MCQ1 mark

    ગુજરાતનું કયું ક્ષેત્ર ખનીજતેલ અને કુદરતી વાયુનો ભંડાર ધરાવતું ક્ષેત્ર છે ?

    • A.અંકલેશ્વરCorrect
    • B.ગાંધાર
    • C.લૂણેજ
    • D.અમદાવાદ
  20. 20
    MCQ1 mark

    નીચે આપેલા રેલવેના ડબાનાં ઉત્પાદન કેન્દ્રોને ઓળખી સાચો જવાબ લખો.

    • A.કોચી, મુંબઈ, માર્મગોવા, વિશાખાપટ્ટનમ્
    • B.ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, અમદાવાદ
    • C.બેંગાલૂરુ, કપૂરથલા, કોલકત્તા, પેરામ્બૂરCorrect
    • D.નાસિક, હૈદરાબાદ, લખનૌ, ઉજ્જૈન
  21. 21
    MCQ1 mark

    ઋક્ષ નામનો વિદ્યાર્થી તેના પિતાજી લો-કોલેજમાં અધ્યાપક છે. તેના દાદાજી પશુ-સંવર્ધન કરવાનું કામ કરે છે. તો ઋક્ષના પિતાજી અને દાદાજી ભારતીય અર્થકારણના કયા માળખામાં આવશે ? (પિતાજી અને દાદાજીનો પ્રશ્ન પ્રમાણે જવાબ ક્રમ જળવાવો જોઈએ)

    • A.પ્રાથમિક – માધ્યમિક
    • B.સેવા – માધ્યમિક
    • C.સેવા – પ્રાથમિકCorrect
    • D.પ્રાથમિક - સેવા
  22. 22
    MCQ1 mark

    ધો-10 માં અભ્યાસ કરતો દર્શિલ નામનો વિદ્યાર્થી બોર્ડ(S.S.C.) ની પરીક્ષા આપવા દ્વિચક્રી વાહન લઈને જાય છે. જેને ચલાવવા માટે ‘પરવાનો' જરૂરી છે. જે તેની પાસે નથી, અને પોલીસ દ્વારા તે પકડાય છે. આ પરિસ્થિતિમાં પોલીસે દર્શિલ સાથે શું કરવું જોઈએ ?

    • A.બોર્ડની(S.S.C.) પરીક્ષા હોવાના કારણે જવા દેવો જોઈએ.
    • B.દર્શિલના પિતાજી ઉચ્ચ હોદ્દા પર છે, તેથી જવા દેવો જોઈએ.
    • C.તેનું વાહન જપ્ત કરીને તેને જવા દેવો જોઈએ.Correct
    • D.નજીવો દંડ વસુલી જવા દેવો જોઈએ.
  23. 23
    MCQ1 mark

    ઊની કાપડ ઉદ્યોગનું કેન્દ્ર ‘દેવાસ’ કયા રાજ્યની શોભા વધારે છે ?

    • A.મધ્ય-પ્રદેશCorrect
    • B.ઉત્તર-પ્રદેશ
    • C.ઓરિસ્સા
    • D.કર્ણાટક
  24. 24
    MCQ1 mark

    નીચે ચિત્રમાં આપેલ લોગો શાના પર લગાડવામાં આવે છે ? (વૂલમાર્ક)

    • A.સાબુ અને ટેલકમ પાવડર પર
    • B.ઊનની બનાવટો અને પોશાક પરCorrect
    • C.સોનાના દાગીના પર
    • D.માંસ અને મટનની પેદાશો પર
  25. 25
    MCQ1 mark

    મિશ્ર અર્થતંત્ર બીજા કયા નામે ઓળખાય છે ?

    • A.મૂડીવાદી પદ્ધતિ
    • B.સમન્વય વિકારી પદ્ધતિ
    • C.મુક્ત અર્થતંત્ર
    • D.નિયંત્રિત આર્થિક પદ્ધતિCorrect
  26. 26
    MCQ1 mark

    ISI માર્કો નીચેનામાંથી કોના દ્વારા લગાડવા માટે મંજૂરી આપવામાં આવે છે ?

    • A.WHO દ્વારા
    • B.DMI &IRI
    • C.BIS દ્વારાCorrect
    • D.FAO દ્વારા
  27. 27
    MCQ1 mark

    નીચે આપેલા વિધાનો વાંચી તે કયા અનુસંધાને છે તે જવાબ શોધીને લખો. (i) કીટકોથી ક્ષતિગ્રસ્ત થયેલાં વૃક્ષોને દૂર કરવા જોઈએ. (ii) બળતણ માટે સૌર ઊર્જા, કુદરતી વાયુ વગેરે વિકલ્પો વિચારવા જોઈએ. (iii) સામાજિક વનીકરણ અને કૃષિ વનીકરણના પગલાં વિસ્તારવા જોઈએ.

    • A.વન સંરક્ષણના ઉપાયોCorrect
    • B.વન્ય જીવન જાળવણીના ઉપાયો
    • C.નિર્વનીકરણની અસરો
    • D.રાષ્ટ્રીય ઉદ્યાનોની જાળવણીના ઉપાયો
  28. 28
    MCQ1 mark

    અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યની શોભા વધારે છે ?

    • A.મધ્યપ્રદેશ
    • B.બિહાર
    • C.મહારાષ્ટ્રCorrect
    • D.કર્ણાટક
  29. 29
    MCQ1 mark

    સામાજિક વિજ્ઞાનના સાહેબે વર્ગમાં ચર્ચા યોજેલ, જે ચર્ચા સાંસ્કૃતિક વારસા અનુસંધાને હતી. તેમાં નીચેના વિદ્યાર્થીઓએ સ્થાપત્ય વિશે ચર્ચામાં ભાગ લીધો. તો તમારી દષ્ટિએ કોણ સાચું તે જણાવો ? પ્રિયાંશી – ‘ઈલોરાની ગુફામાં કૈલાસ મંદિર આવેલું છે. જે 50 મી. પહોળું, 33 મી. લાંબું અને 30 મી. ઊંચું છે.” ત્વરા – ઈલોરાની ગુફામાં હિન્દુ ધર્મને લગતી ગુફાઓ 30 થી 34 નંબરની છે. પ્રસન્ન – ઈલોરાની ગુફાઓ ઈ.સ. 600 થી ઈ.સ. 1000 ના કાળની છે. નિકિ – બેલ્લારી તાલુકામાં ઈલોરા સ્થિત છે.

    • A.ત્વરા
    • B.નિકિ
    • C.પ્રસન્નCorrect
    • D.પ્રિયાંશી
  30. 30
    MCQ1 mark

    ‘હું કોણ છું ? – આપેલ માહિતીના આધારે ઓળખો.

    • મારું નિર્માણ ઈ.સ. 1003 થી ઈ.સ. 1010 ના સમયગાળામાં થયું હતું.
    • મારું નિર્માણ ચોલવંશના રાજાએ કર્યું છે.
    • મારું શિખર જમીનથી લગભગ 200 ફૂટ ઊંચું છે.
    • A.બૃહદેશ્વર મંદિર - થંજાવુરCorrect
    • B.કોણાર્ક સૂર્યમંદિર – જગન્નાથપુરી
    • C.ચોસઠ યોગીનીનું મંદિર – મધ્યપ્રદેશ
    • D.મહાબલીપુરમ – તમિલનાડુ
  31. 31
    MCQ1 mark

    અમીર ખુશરો એ કઈ બે ભાષાઓના મિશ્રણ દ્વારા દ્વિભાષી ચોપાઈ અને દુહાઓની રચના કરી હતી ?

    • A.હિન્દી અને અરબી
    • B.હિન્દી અને ફારસીCorrect
    • C.ઉર્દૂ અને ફારસી
    • D.હિન્દી અને ઉર્દૂ
  32. 32
    MCQ1 mark

    નીચે આપેલા સંગ્રહાલયને તેના સ્થળ સાથે સાચો ક્રમ પસંદ કરો. (1) રાષ્ટ્રીય સંગ્રહાલય - (ii) દિલ્લી (2) ભારતીય સંગ્રહાલય - (iii) પશ્ચિમ બંગાળ (3) છત્રપતિ શિવાજી મહારાજ વાસ્તુ સંગ્રહાલય - (i) મહારાષ્ટ્ર (4) સાલારજંગ સંગ્રહાલય - (iv) આંધ્રપ્રદેશ

    • A.(1 - ii), (2 - i), (3 - iv), (4 - iii)
    • B.(1 - ii), (2 - iii), (3 - i), (4 - iv)Correct
    • C.(1 - iii), (2 - ii), (3 - i), (4 - iv)
    • D.(1 - 1), (2 - iv), (3 - iii), (4 - ii)
  33. 33
    MCQ1 mark

    સરકારી આવક ખર્ચ, કરવેરા વિષયક અને જાહેર ઋણ અંગેની નીતિ એટલે ....... નીતિ.

    • A.નાણાકીય નીતિ
    • B.રાજકોષીય નીતિCorrect
    • C.જાહેર વેપાર નીતિ
    • D.ઔદ્યોગિક નીતિ
  34. 34
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ યોજના અંતર્ગત દીકરીઓને વિના મૂલ્યે સાઈકલો આપવામાં આવે છે ?

    • A.સબલા
    • B.રાષ્ટ્રીય સ્વાવલંબન
    • C.ચિરંજીવી
    • D.સરસ્વતી સાધનાCorrect
  35. 35
    MCQ1 mark

    માનવીએ પોતાનાં કુનેહ, બુદ્ધિચાતુર્ય, આવડત અને કલા-કૌશલ્ય દ્વારા જે કંઈ પ્રાપ્ત કર્યુ કે સર્જન કર્યુ તેને શું કહે છે ?

    • A.ભૌતિક વારસો
    • B.જૈવિક વારસો
    • C.સાંસ્કૃતિક વારસોCorrect
    • D.પ્રાકૃતિક વારસો
  36. 36
    MCQ1 mark

    વન્યજીવોને લગતો કાયદો ક્યારે અમલમાં આવ્યો ?

    • A.1982
    • B.1987
    • C.1972Correct
    • D.1872
  37. 37
    MCQ1 mark

    ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિમાં ધાર્મિક, સામાજિક મહત્ત્વ ધરાવતા મેળાઓ ક્યાં યોજાય છે ? તે યોગ્ય જોડકાં રૂપે જોડો. (1) ભવનાથનો મેળો - (iii) ગિરનાર (2) વૌઠાનો મેળો - (i) ધોળકા (3) કાર્તિકી પૂર્ણિમાનો મેળો - (iv) સોમનાથ (4) મીરા દાતારનો મેળો - (ii) ઉનાવા

    • A.(1 - iii), (2 - i), (3 - ii), (4 - iv)
    • B.(1 - i), (2 - iv), (3 - ii), (4 - iii)
    • C.(1 - iii), (2 - 1), (3 - iv), (4 - ii)Correct
    • D.(1 - iii), (2 - ii), (3 - i), (4 - iv)
  38. 38
    MCQ1 mark

    નીચેના વિદ્વાનોના જૂથમાંથી એક વિદ્વાન જુદા પડે છે. તે વિદ્વાન કયા તે શોધો ?

    • A.બોધાયન
    • B.ચરકCorrect
    • C.ગૃત્સમદ
    • D.ભાસ્કરાચાર્ય
  39. 39
    MCQ1 mark

    તાજ મહેલના શ્વેત સંગેમરમર(આરસ) ઝાંખા અને પીળા પડી રહ્યા હતા, તેનું શું કારણ હતું ?

    • A.જળ પ્રદૂષણ
    • B.ભૂમિ પ્રદૂષણ
    • C.ધ્વનિ પ્રદૂષણ
    • D.વાયુ પ્રદૂષણCorrect
  40. 40
    MCQ1 mark

    માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ ભારતના પાડોશી દેશોને ઉતરતા ક્રમે ગોઠવતાં કઈ જોડ સાચી બનશે ?

    • A.શ્રીલંકા, ભૂતાન, ભારત, નેપાળ
    • B.ભારત, શ્રીલંકા, નેપાળ, ભૂતાન
    • C.શ્રીલંકા, ભારત, નેપાળ, ભૂતાન
    • D.શ્રીલંકા, ભારત, ભૂતાન, નેપાળCorrect
  41. 41
    MCQ1 mark

    વિશ્વ વ્યાપાર સંગઠનનું મુખ્ય મથક કયા શહેરમાં આવેલું છે ?

    • A.દિલ્લી
    • B.પેટ્રાગાર્ડ
    • C.જોયા
    • D.જીનીવાCorrect
  42. 42
    MCQ1 mark

    1981 માં પ્રદૂષણને નિયંત્રણમાં રાખવા માટે ભારત સરકારે કયો અધિનિયમ પસાર કર્યો ?

    • A.વન્યજીવ સંરક્ષણ
    • B.વાયુ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમCorrect
    • C.ભૂમિ પ્રદૂષણ નિયંત્રણ અધિનિયમ
    • D.પર્યાવરણીય સમતુલન અધિનિયમ
  43. 43
    MCQ1 mark

    નીચે આપેલા ઉપગ્રહ અને સામૂહિક સંચાર માધ્યમને તેના યોગ્ય સ્થાને ગોઠવી ઉત્તર શોધો. (1) IRS - (iii) ભારતીય દૂરસ્થ સંવેદન (2) PSLV - (iv) પ્રક્ષેપણ વાહન (3) E-MAIL - (ii) વ્યક્તિગત સંચારતંત્ર (4) દૂરદર્શન - (i) વીજાણું માધ્યમ

    • A.(1 - iii), (2 - iv), (3 - ii), (4 - i)Correct
    • B.(1 - iv), (2 - ii), (3 - i), (4 - iii)
    • C.(1 - iii), (2 - ii), (3 - 1), (4 - iv)
    • D.(1 - iii), (2 - iv), (3 - i), (4 - ii)
  44. 44
    MCQ1 mark

    નીચે આપેલ ચિત્ર જોઈ જણાવો કે આ ચિત્ર કોનું અને ક્યાં આવેલું છે ?

    • A.પદ્મનાભ - અજંતા
    • B.નટરાજ – ઈલોરા
    • C.પદ્મપાણિ – અજંતાCorrect
    • D.નટરાજ – એલિફન્ટા
  45. 45
    MCQ1 mark

    પશુઓના દાણ તરીકે કયો પાક મહત્ત્વનો છે ?

    • A.કપાસ
    • B.જુવારCorrect
    • C.કોફી
    • D.શણ
  46. 46
    MCQ1 mark

    ત્રિપુરામાં બિનકાયદેસર રીતે આવીને વસેલા લોકોએ કયું બળવાખોર સંગઠન રચ્યું છે ?

    • A.કે.એન.એ.
    • B.કે.એન.એફ.
    • C.ટી.યુ.જે.એસ.
    • D.એ.ટી.ટી.એફ.Correct
  47. 47
    MCQ1 mark

    ‘જાહેર વિતરણ પ્રણાલી’ ને વધુ સુદૃઢ બનાવવા નવી કઈ બાબતો અમલમાં મૂકી છે ?

    • A.એ.ટી.એમ. કાર્ડ
    • B.ચૂંટણીનું ઓળખપત્ર
    • C.બારકોડ રેશનકાર્ડ
    • D.બાયોમેટ્રીક ઓળખCorrect
  48. 48
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ સમસ્યા વૈશ્વિક છે ?

    • A.ભાષાવાદ
    • B.સાંપ્રદાયિકતા
    • C.જ્ઞાતિવાદ
    • D.આતંકવાદCorrect
  49. 49
    MCQ1 mark

    ગુજરાતમાં આવેલ બહુહેતુક યોજનાઓમાં કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલ છે ?

    • A.રૂપેણ
    • B.નર્મદા
    • C.મહીસાગરCorrect
    • D.સાબરમતી
  50. 50
    MCQ1 mark

    ભારતમાં મફત શિક્ષણ મેળવવાના કાયદામાં કઈ બાબતો પર મનાઈ ફરમાવી છે ?

    • A.પ્રવેશ સમયે કેપિટેશન ફીCorrect
    • B.ખાસ તાલિમની સુવિધા
    • C.જન્મના દાખલા વગર પ્રવેશ
    • D.પ્રવેશ કસોટી વિના પ્રવેશ
  51. 51
    LONG ANSWER2 marks

    દિલ્લી સ્થિત ઊંચો મિનારો જેનું બાંધકામ ઈલ્લુત્ફીશ દ્વારા પૂર્ણ કરાયેલ હતું – તેના સ્થાપત્ય વિશે ટૂંકી-નોંધ લખો.

    Answer

    કુતુબ મિનાર વિશેની માહિતી અને તેના બાંધકામની વિશેષતાઓ.
  52. 52
    SHORT ANSWER2 marks

    ‘ગોપુરમ્’ સ્થાપત્ય વિશે જણાવો.

    Answer

    દક્ષિણ ભારતના મંદિરોના પ્રવેશદ્વારને ગોપુરમ્ કહે છે.
  53. 53
    SHORT ANSWER2 marks

    ખંભાલીડા ગુફાનો પરિચય આપો.

    Answer

    રાજકોટ પાસે આવેલી ખંભાલીડા ગુફાઓ વિશે ટૂંકી માહિતી.
  54. 54
    LONG ANSWER2 marks

    ભારતમાં ‘હાથી પરિયોજના' શરૂ કરવામાં આવી – કારણ આપો.

    Answer

    હાથીઓના સંરક્ષણ અને તેમના કુદરતી રહેઠાણોના બચાવ માટે.
  55. 55
    LONG ANSWER2 marks

    બજાર પદ્ધતિનાં લક્ષણો જણાવો.

    Answer

    બજાર પદ્ધતિમાં આર્થિક નિર્ણયો ભાવતંત્રને આધારે લેવાય છે, નફાનો હેતુ હોય છે, વગેરે.
  56. 56
    SHORT ANSWER2 marks

    મેંગેનીઝના ઉપયોગો જણાવો.

    Answer

    મેંગેનીઝનો ઉપયોગ પોલાદ ઉદ્યોગ, કાચ ઉદ્યોગ, બેટરી, વગેરેમાં થાય છે.
  57. 57
    LONG ANSWER2 marks

    સ્ત્રીઓ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. - કારણ આપો.

    Answer

    સ્ત્રીઓના સશક્તિકરણ અને શિક્ષણ દ્વારા જ સમાજનો અને રાષ્ટ્રનો વિકાસ શક્ય છે.
  58. 58
    LONG ANSWER2 marks

    ભારતમાં અગ્નિ એશિયામાંથી આવેલી પ્રાચીન પ્રજાનો વિગતે પરિચય આપો.

    Answer

    ઓસ્ટ્રેલોઈડ (નિષાદ) પ્રજા વિશેની માહિતી.
  59. 59
    SHORT ANSWER2 marks

    વિશ્વના સૌથી મોટા કાવ્ય ગ્રંથ વિશે જણાવો.

    Answer

    મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે.
  60. 60
    LONG ANSWER2 marks

    ભારતમાં કૃષિ પેદાશની પેટન્ટ દેશના નામે કેમ હોવી જરૂરી છે ?

    Answer

    ભારતીય કૃષિ ઉત્પાદનોના આંતરરાષ્ટ્રીય હક્કો સુરક્ષિત કરવા માટે.
  61. 61
    LONG ANSWER2 marks

    ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન ટૂંકમાં જવાબ આપો.

    Answer

    કૃષિ રોજગારી, નિકાસ કમાણી અને રાષ્ટ્રીય આવકમાં મહત્વનો ફાળો આપે છે.
  62. 62
    LONG ANSWER2 marks

    બહુહેતુક યોજના એટલે શું ? તેના હેતુઓ જણાવો.

    Answer

    નદીઓ પર બંધ બાંધી પૂર નિયંત્રણ, સિંચાઈ, જળવિદ્યુત જેવી વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવતી યોજના.
  63. 63
    LONG ANSWER3 marks

    ભારતમાં કૃષિના પ્રકારોમાંથી કોઈપણ ત્રણ પ્રકારો સમજાવો.

    Answer

    જીવનનિર્વાહ ખેતી, સૂકી ખેતી, આદ્ર ખેતી, બાગાયતી ખેતી વગેરેમાંથી ત્રણ.
  64. 64
    LONG ANSWER3 marks

    ‘શણના કાપડનો ઉદ્યોગ' વિશે ટૂંકીનોંધ લખો.

    Answer

    ભારતનો બીજો મોટો ઉદ્યોગ, ઉત્પાદન અને નિકાસમાં ભારતનું સ્થાન.
  65. 65
    LONG ANSWER3 marks

    રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી કલાનો પરિચય આપો.

    Answer

    ચિત્રકલા વિશેની માહિતી અને તેની લાક્ષણિકતાઓ.
  66. 66
    LONG ANSWER3 marks

    ભ્રષ્ટાચારને ડામવાના ઉપાયો જણાવો.

    Answer

    લોકપાલ, એન્ટી કરપ્શન બ્યુરો અને લોકજાગૃતિ જેવા ઉપાયો.
  67. 67
    LONG ANSWER3 marks

    ભ્રષ્ટાચાર એટલે શું ? અર્થતંત્ર અને સમાજ પર વિપરીત અસરો જણાવો.

    Answer

    સત્તાનો દુરુપયોગ, કાળા નાણાનું સર્જન અને નૈતિક મૂલ્યોનું પતન.
  68. 68
    LONG ANSWER3 marks

    મધ્યકાલીન સ્થાપત્યોનો પરિચય આપો.

    Answer

    દિલ્હી સલ્તનત અને મુઘલ કાળ દરમિયાનના સ્થાપત્યો.
  69. 69
    LONG ANSWER5 marks

    બેરોજગારી ઘટાડવાના કોઈપણ આઠ ઉપાયો વિસ્તૃત સમજાવો.

    Answer

    શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર, ગૃહ ઉદ્યોગનો વિકાસ, કૌશલ્ય વિકાસ વગેરે.
  70. 70
    LONG ANSWER5 marks

    ગરીબી નિવારણની વ્યૂહ રચનાઓ જણાવો. (ગુણભાર અનુસાર લખો.)

    Answer

    રોજગારલક્ષી કાર્યક્રમો, ગ્રામોત્થાન યોજનાઓ અને સામાજિક સલામતી.
  71. 71
    LONG ANSWER5 marks

    પ્રાચીન ભારતની વૈદકવિદ્યા અને શૈલ્યચિકિત્સાનો પરિચય આપો.

    Answer

    ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને પ્રાચીન શસ્ત્રક્રિયાઓ.
  72. 72
    SHORT ANSWER5 marks

    ઉત્તરવહીમાં છપાયેલ રેખાંકિત નક્શામાં નીચેની વિગતો પૂરો.

    1. જુવાર ઉત્પન્ન કરતો એક પ્રદેશ
    2. રાષ્ટ્રીય જળમાર્ગ નંબર – 2
    3. રેશમી કાપડનું કર્ણાટકનું એક કેન્દ્ર (નામ સાથે)
    4. કૃષ્ણરાજ સાગર યોજના
    5. સીસું પ્રાપ્ત થતું હોય તેવો એક પ્રદેશ

    Answer

    Map identification task.
New Course (2019) — Practice — Pratikriya