← Back to practice

Old Course

GSEB Gujarati SSC · Gujarati · 2019

69 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    દાદા કેસરીસિંઘે આગગાડીને કોના જેવું જાનવર કહ્યું છે ?

    • A.અજગરCorrect
    • B.હાથી
    • C.બળદ
    • D.ભેંસ
  2. 2
    MCQ1 mark

    ‘જક્ષણી’ પાઠમાં વાર્તાનાયકની પત્ની ક્યાં જઈ રહી હતી ?

    • A.મુંબઈ
    • B.આગ્રાCorrect
    • C.અમદાવાદ
    • D.દિલ્હી
  3. 3
    MCQ1 mark

    આખા ગામના લોકો ગિલાને શું કહેતા હતા ?

    • A.રિક્ષા
    • B.રૉકેટ
    • C.છકડોCorrect
    • D.કૅરિયર
  4. 4
    MCQ1 mark

    અમૃતલાલ વેગડે કઈ કૃતિની રચના કરી છે ?

    • A.છકડો
    • B.જક્ષણી
    • C.સોનાનાં વૃક્ષો
    • D.શૂલપાણેશ્વરCorrect
  5. 5
    MCQ1 mark

    ‘સોનાનાં વૃક્ષો’ કૃતિનો સાહિત્ય પ્રકાર જણાવો.

    • A.નવલિકા
    • B.લલિતનિબંધCorrect
    • C.નિબંધ
    • D.પ્રવાસવર્ણન
  6. 6
    MCQ1 mark

    મણિબાનું પાત્ર કયા પાઠમાં આવે છે ?

    • A.પ્રકૃતિ કી ભાષા સમજો
    • B.પૃથિવીવલ્લભ
    • C.સ્ત્રી કેળવણી
    • D.આક્કાCorrect
  7. 7
    MCQ1 mark

    એ.પી.જે. અબ્દુલ કલામના વિજ્ઞાન શિક્ષકનું નામ જણાવો.

    • A.લક્ષ્મણર્ શાસ્ત્રી
    • B.રામાનંદ શાસ્ત્રી
    • C.શિવસુબ્રમણ્યા ઐયરCorrect
    • D.જલાલુદ્દીન
  8. 8
    MCQ1 mark

    ચકું ઝાડ પર ઘા કરવા જતાં મજૂરને રોકે છે કારણ કે ...

    • A.ઝાડ ચકુને ખૂબ ગમે છે.
    • B.એ ઝાડ નહોતું, પણ એના પપ્પા હતા.
    • C.ઝાડ ચકુને છાંયડો આપે છે.
    • D.ઝાડ ઈન્દિરાએ રોપ્યું હતું.Correct
  9. 9
    MCQ1 mark

    કાકાસાહેબ કાલેલકરને ‘સવાઈ ગુજરાતી’ કહીને કોણે નવાજ્યા છે ?

    • A.વિનોબા ભાવે
    • B.ગાંધીજીCorrect
    • C.સ્વામી વિવેકાનંદ
    • D.આક્કા
  10. 10
    MCQ1 mark

    ટાઈમટેબલ માણસને કેવો બનાવી દે છે ?

    • A.નિર્ભય
    • B.હોશિયાર
    • C.ગુલામCorrect
    • D.સ્વતંત્ર
  11. 11
    MCQ1 mark

    નર્મદે કેળવણીને કેવી કહી છે ?

    • A.કુસંગે ચડાવનારી
    • B.આરામ કરાવનારી
    • C.આળસું બનાવનારી
    • D.દુર્ગુણોને કાઢનારીCorrect
  12. 12
    MCQ1 mark

    કનૈયાલાલ માણેકલાલ મુનશીનું ઉપનામ જણાવો.

    • A.ઘનશ્યામCorrect
    • B.માય ડીયર જયુ
    • C.પુનર્વસુ
    • D.દ્વિરેફ
  13. 13
    MCQ1 mark

    આક્કાએ પાંજરામાંથી કોને ઉડાડી મૂક્યો ?

    • A.મોરને
    • B.કાગડાને
    • C.પોપટનેCorrect
    • D.હંસને
  14. 14
    MCQ1 mark

    આકાશમાં શેનો ભવ્ય મહોત્સવ જામ્યો હતો ?

    • A.અંધકારનો
    • B.પ્રકાશનોCorrect
    • C.વાદળાઓનો
    • D.તારાઓનો
  15. 15
    MCQ1 mark

    દાદા, સાપ કાનથી સાંભળે ? આ વાક્ય કોણ બોલે છે ?

    • A.પિનાકCorrect
    • B.કોશા
    • C.રાજુલ
    • D.નિયતિ
  16. 16
    MCQ1 mark

    સાચો ભક્ત જન્મોજન્મ શું માંગે છે ?

    • A.મુક્તિ
    • B.સંપત્તિ
    • C.અવતાર
    • D.ભક્તિCorrect
  17. 17
    MCQ1 mark

    જે વિદ્યા પ્રાપ્ત કરે છે તે શું પામે છે ?

    • A.તમામ પ્રકારની સમૃદ્ધિ પામે છે.Correct
    • B.સારું ઘર પામે છે.
    • C.તમામ ફાયદા પામે છે.
    • D.સ્વર્ગ પામે છે.
  18. 18
    MCQ1 mark

    કોણ બધું સુવાસિત કરે છે ?

    • A.સંતો
    • B.અત્તર
    • C.ફૂલ
    • D.ધૂપસળીCorrect
  19. 19
    MCQ1 mark

    કુંજલડીને સૌથી વધારે શું ગમે છે ?

    • A.મહેરામણCorrect
    • B.ઘરેણાં
    • C.ચોમાસું
    • D.પ્રિયતમ
  20. 20
    MCQ1 mark

    મન અને લોચન ન્યાય માટે કોની પાસે ગયાં ?

    • A.નંદકુંવર
    • B.બુદ્ધિCorrect
    • C.ગુરુ
    • D.શ્રીકૃષ્ણ
  21. 21
    MCQ1 mark

    ‘જૂનું પિયરઘર’ કાવ્ય કયા છંદમાં લખાયેલું છે ?

    • A.પૃથ્વી
    • B.અનુષ્ટુપ
    • C.ચોપાઈ
    • D.મંદાક્રાન્તાCorrect
  22. 22
    MCQ1 mark

    ‘તીર્થોત્તમ’ સૉનેટ કયા કાવ્યસંગ્રહમાંથી લીધું છે ?

    • A.‘પરિક્રમા’માંથીCorrect
    • B.‘અફવા’માંથી
    • C.‘સંગતિ’માંથી
    • D.‘ગંગોત્રી'માંથી
  23. 23
    MCQ1 mark

    ‘પ્રશ્ન’ સૉનેટમાં કવિને કોણ બધિર લાગે છે ?

    • A.વીજળી
    • B.તારા
    • C.પર્વતCorrect
    • D.વડ
  24. 24
    MCQ1 mark

    કવિ આકાશમાં પગલું માંડે છે ત્યારે એમને નીચે કોનો હાથ દેખાય છે ?

    • A.હરિવરનોCorrect
    • B.પોતાની પત્નીનો
    • C.ભાઈબંધનો
    • D.પિતાજીનો
  25. 25
    MCQ1 mark

    ભક્તિ કરવાની ઈચ્છાવાળો કેવું મન રાખે છે ?

    • A.અડગCorrect
    • B.અભિમાની
    • C.આળસું
    • D.ચંચળ
  26. 26
    MCQ1 mark

    હીરાને છાણના મૂલે કોણ વેચી નાખે ?

    • A.ચોર
    • B.ઝવેરી
    • C.મૂરખCorrect
    • D.રાજા
  27. 27
    MCQ1 mark

    યુધિષ્ઠિરે સહદેવને કેમ ન બોલાવ્યા ?

    • A.સહદેવ સૌથી નાનો હતો એટલે
    • B.સહદેવ દ્રૌપદી સાથે હતો એટલે
    • C.સહદેવને ખબર હતી એટલેCorrect
    • D.સહદેવ બહાર ગયો હતો એટલે
  28. 28
    MCQ1 mark

    ‘તપાસીએ’ ગઝલમાં કવિ કઈ બાબત તરફ આપણું ધ્યાન દોરે છે ?

    • A.પ્રાકૃતિક તત્ત્વો
    • B.વ્યક્તિના સ્વભાવ
    • C.પરમાત્માની લીલા
    • D.વાસ્તવિક જીવનની મૂળભૂત સચ્ચાઈCorrect
  29. 29
    MCQ1 mark

    ‘ભક્તિ પદારથ’ પદના સાહિત્યકારનું નામ જણાવો.

    • A.મીરાંબાઈ
    • B.પ્રેમાનંદ
    • C.નરસિંહ મહેતાCorrect
    • D.દયારામ
  30. 30
    MCQ1 mark

    ઉમાશંકર જેઠાલાલ જોશીનું તખલ્લુસ શું છે ?

    • A.સેહની
    • B.વાસુકિCorrect
    • C.ઈર્શાદ
    • D.કાન્ત
  31. 31
    MCQ1 mark

    બેઠલું નાળું વટીને જકાતનાકે ખીલો ! રેખાંકિત સમાસનો પ્રકાર જણાવો.

    • A.બહુવ્રીહિ સમાસ
    • B.ઉપપદ સમાસ
    • C.મધ્યમપદલોપી સમાસCorrect
    • D.દ્વન્દ્વ સમાસ
  32. 32
    MCQ1 mark

    ગંગા નદીનું પવિત્ર પાણી - શબ્દસમૂહ માટે એક શબ્દ આપો.

    • A.પીવાનું જળ
    • B.શુદ્ધ જળ
    • C.ન્હાવાનું જળ
    • D.ગંગોદકCorrect
  33. 33
    MCQ1 mark

    રાતોરાત વનપટ્ પડખું બદલી લે છે – વાક્યમાંનો અલંકાર જણાવો.

    • A.સજીવારોપણCorrect
    • B.ઉપમા
    • C.રૂપક
    • D.ઉત્પ્રેક્ષા
  34. 34
    MCQ1 mark

    રૂપક અલંકારનું ઉદાહરણ શોધીને લખો.

    • A.હૈયું જાણે હિમાલય.
    • B.આક્કા તે આક્કા.
    • C.મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું.Correct
    • D.વિરહિણીનાં આંસુ જેવો મહુડો.
  35. 35
    MCQ1 mark

    સતી બેભાન શય્યામાં ગંધથી જ પડી ગઈ – આ પંક્તિનો છંદ જણાવો.

    • A.વસંતતિલકાCorrect
    • B.અનુષ્ટુપ
    • C.શિખરિણી
    • D.હરિગીત
  36. 36
    MCQ1 mark

    નીચેની કાવ્યપંક્તિઓમાંથી ‘શિખરિણી’ છંદનું ઉદાહરણ દર્શાવો.

    • A.ભમો ભરતખંડમાં, સકળ ભોમ ખૂંદી વળીCorrect
    • B.ઈન્દ્રપ્રસ્થજનો આજે વિચાર કરતા હતા.
    • C.આ પ્રેમ સંસારી તણો તુજ તે જ જેવો છે નકી
    • D.ભમ્યો યાત્રાધામો, અડસઠ જલે સ્નાન કરિયાં.
  37. 37
    MCQ1 mark

    નજર ચુકાવવી – રૂઢિપ્રયોગનો અર્થ શોધો.

    • A.ભૂલથાપ ખવડાવવી.Correct
    • B.આંખો બંધ કરવી.
    • C.બીજે ધ્યાન આપવું.
    • D.નજર બંધ કરવી.
  38. 38
    MCQ1 mark

    વાડ થઈને ચીભડાં ગળે – કહેવતનો અર્થ લખો.

    • A.વાડ ચીભડાંનું ભક્ષણ કરે.
    • B.વાડ ઉપર ચીભડાં લાગે.
    • C.રક્ષક જ ભક્ષક બને.Correct
    • D.વાડ ચોરને અટકાવે.
  39. 39
    MCQ1 mark

    ‘પતીજ' શબ્દનો સમાનાર્થી શબ્દ લખો.

    • A.વિશ્વાસCorrect
    • B.પ્રમાણ
    • C.પતંગ
    • D.પતન
  40. 40
    MCQ1 mark

    શિષ્ટ શબ્દ શોધીને લખો.

    • A.નવાણ
    • B.ધધૂડો
    • C.બકાલું
    • D.આયુષ્યCorrect
  41. 41
    MCQ1 mark

    રેખાંકિત વિભક્તિ-પ્રત્યય કઈ વિભક્તિ દર્શાવે છે ? હું આંખોથી સાંભળું છું.

    • A.પંચમી
    • B.ચતુર્થી
    • C.તૃતીયાCorrect
    • D.સપ્તમી
  42. 42
    MCQ1 mark

    અહીં કાંઈ પૈસાનાં ઝાડ ! – વાક્યમાં રેખાંકિત વિભક્તિ કયો પ્રકાર દર્શાવે છે ?

    • A.અપાદાનના અર્થમાં પંચમી વિભક્તિ
    • B.કર્તાના અર્થમાં પ્રથમા વિભક્તિ
    • C.સંબંધના અર્થમાં ષષ્ઠી વિભક્તિCorrect
    • D.કરણના અર્થમાં તૃતીયા વિભક્તિ
  43. 43
    MCQ1 mark

    નીચેનાં વાક્યોમાંથી કયું રેખાંકિત પદ ‘નિપાત’ છે તે જણાવો.

    • A.એની ડાળીઓ માત્ર જાળીઓ જેવી.Correct
    • B.એની માત્ર ડાળીઓ જાળીઓ જેવી.
    • C.માત્ર ડાળીઓ જાળીઓ જેવી.
    • D.એની ડાળીઓ જાળીઓ જેવી માત્ર.
  44. 44
    MCQ1 mark

    નીચેના રેખાંકિત પદનો કૃદંત પ્રકાર જણાવો. આજે ચાંદો ફાંટ ભરીને ચાંદની લાવશે.

    • A.ભવિષ્ય કૃદંત
    • B.વર્તમાન કૃદંત
    • C.વિધ્યર્થ કૃદંત
    • D.સંબંધક ભૂતકૃદંતCorrect
  45. 45
    MCQ1 mark

    નીચેનામાંથી કયું વાક્ય પ્રેરક વાક્ય છે ?

    • A.ઈન્દિરા વાળ ગૂંથાવે છે.Correct
    • B.દાદાજી હસી પડે છે.
    • C.ચકુ ઓટલા ઉપર દફતર મૂકે છે.
    • D.આક્કાએ ખાધું નથી.
  46. 46
    MCQ1 mark

    નીચેનામાંથી કર્મણિ વાક્ય શોધીને દર્શાવો.

    • A.સ્વામી સૂચન કરે છે.
    • B.મહારાજે ભોજન પીરસ્યું.
    • C.શિક્ષકથી વંચાય છે.Correct
    • D.પિતાએ મને બોલાવ્યો.
  47. 47
    MCQ1 mark

    નીચેનો ગદ્યાંશ વાંચી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. નારી ઈશ્વરની દેન છે અને ઈશ્વરની દીકરી છે. ભગવાન પછી આપણે નારીના જ ઋણી છીએ – જિંદગી આપવા બદલ અને પછી જીવવાલાયક બનાવવા બદલ. તે માતાની જેમ આપણું રક્ષણ કરે છે તથા મિત્ર અને ગુરુની જેમ આપણને શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. નારીનાં ત્યાગ અને બલિદાન ભારતીય સંસ્કૃતિની મૂડી છે.

    પ્રશ્ન: નારી આપણને શેની પ્રેરણા આપે છે ?

    • A.ભણવાની
    • B.શુભ કાર્યો કરવાનીCorrect
    • C.રક્ષણ કરવાની
    • D.જીવન જીવવાની
  48. 48
    MCQ1 mark

    નીચેનો ગદ્યાંશ વાંચી પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. નારી ઈશ્વરની દેન છે અને ઈશ્વરની દીકરી છે. ભગવાન પછી આપણે નારીના જ ઋણી છીએ – જિંદગી આપવા બદલ અને પછી જીવવાલાયક બનાવવા બદલ. તે માતાની જેમ આપણું રક્ષણ કરે છે તથા મિત્ર અને ગુરુની જેમ આપણને શુભ કાર્યો કરવા માટે પ્રેરણા આપે છે. નારીનાં ત્યાગ અને બલિદાન ભારતીય સંસ્કૃતિની મૂડી છે.

    પ્રશ્ન: ભારતીય સંસ્કૃતિની અમૂલ્ય મૂડી કઈ છે ?

    • A.નારીનાં ત્યાગ અને બલિદાનCorrect
    • B.સુખ સમૃદ્ધિ
    • C.ઈશ્વરની દીકરી
    • D.નારીનું શોષણ
  49. 49
    MCQ1 mark

    નીચેનો કાવ્યાંશ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. રામમઢી રે મારી રામમઢી; ગંગાને કાંઠે રામમઢી, જમનાને કાંઠે રામમઢી, રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે. અલખધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી. – રે મારી.

    પ્રશ્ન: કવિની રામમઢી કઈ કઈ નદીને કાંઠે આવેલી છે ?

    • A.કૃષ્ણા અને કાવેરી
    • B.નર્મદા અને તાપી
    • C.સરસ્વતી અને રૂપેણ
    • D.ગંગા અને જમનાCorrect
  50. 50
    MCQ1 mark

    નીચેનો કાવ્યાંશ વાંચી તેની નીચે પૂછેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ દર્શાવો. રામમઢી રે મારી રામમઢી; ગંગાને કાંઠે રામમઢી, જમનાને કાંઠે રામમઢી, રે મારી રામમઢી. કોઈ સંતન આવે, મંગલ ગાવે. અલખધૂન રસરંગ લગાવે, આવે કોઈ અવધૂત ચડી. – રે મારી.

    પ્રશ્ન: કવિની રામમઢીમાં સંતો આવીને શું કરે છે ?

    • A.મંગલગીત ગાય છે.Correct
    • B.આરતી ઉતારે છે.
    • C.પૂજા કરે છે.
    • D.રાસ રમે છે.
  51. 51
    LONG ANSWER4 marks

    ‘જક્ષણી’ પાઠને આધારે વીશીના મહારાજનું વર્ણન કરો.

    Answer

    વીશીના મહારાજનું પાત્રાલેખન પાઠમાં વર્ણવેલ શારીરિક દેખાવ, સ્વભાવ અને વાર્તાનાયક સાથેના વ્યવહારને આધારે કરવાનું રહેશે.
  52. 52
    LONG ANSWER4 marks

    તૈલપની સવારીનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

    Answer

    તૈલપ રાજાની સવારીનું ભવ્ય અને શક્તિશાળી વર્ણન પાઠના આધારે કરવું, જેમાં સૈન્ય, રસાલો અને તેની છાપનો ઉલ્લેખ હોય.
  53. 53
    SHORT ANSWER2 marks

    ડૉક્ટરે દાદાજીને કોઈ મોટા ડૉક્ટરની સલાહ લેવાનું શા માટે સૂચવ્યું ?

    Answer

    દાદાજીની શારીરિક સ્થિતિ ગંભીર જણાતી હોય અથવા કોઈ ગંભીર રોગના લક્ષણ હોય ત્યારે ડૉક્ટર વિશેષ તપાસ માટે મોટા ડૉક્ટરની સલાહ આપે છે.
  54. 54
    SHORT ANSWER2 marks

    આક્કાના મૃત્યુની તેની મા પર શી અસર પડી ?

    Answer

    આક્કાના મૃત્યુથી તેની માતા અત્યંત શોકમગ્ન અને વિહ્વળ બની ગઈ હતી.
  55. 55
    SHORT ANSWER2 marks

    ગામના લોકો કલામના પિતા પાસે શા માટે જતા હતા ?

    Answer

    કલામના પિતા આધ્યાત્મિક જ્ઞાન ધરાવતા હતા અને લોકોની મુશ્કેલીઓ કે માંદગી માટે પ્રાર્થના અને માર્ગદર્શન માટે તેમની પાસે જતા હતા.
  56. 56
    LONG ANSWER3 marks

    ‘જૂનું પિયરઘર’ કાવ્યનો ભાવાર્થ જણાવો.

    Answer

    પરણેલી સ્ત્રીના પિયર પ્રત્યેના લગાવ, યાદો અને વર્ષો પછી પિયર જતી વખતે અનુભવાતી સંવેદનાઓનો ભાવાર્થ લખવો.
  57. 57
    LONG ANSWER3 marks

    ‘મન નો ડગે’ કાવ્યને આધારે સાચા હરિજન કેવા હોય છે ?

    Answer

    સાચા હરિજન અડગ મનના, લોભ-લાલચથી મુક્ત અને દરેક પરિસ્થિતિમાં સમાન રહી ભક્તિ કરનારા હોય છે.
  58. 58
    SHORT ANSWER2 marks

    લોચન મનને શો ખુલાસો આપે છે ?

    Answer

    લોચન (આંખો) જણાવે છે કે તે તો ફક્ત જોવાનું કામ કરે છે, પરંતુ આકર્ષણ તો મનમાં જન્મે છે.
  59. 59
    SHORT ANSWER2 marks

    સાચો ભક્ત ભક્તિ કેવી રીતે કરે છે ?

    Answer

    સાચો ભક્ત નિઃસ્વાર્થ ભાવે, અવિરતપણે અને હૃદયની શુદ્ધિ સાથે ભક્તિ કરે છે.
  60. 60
    SHORT ANSWER2 marks

    નાયિકા પોતાના પ્રિયતમ પાસે કયા કયા ઘરેણાંની માગણી કરે છે ?

    Answer

    કવિતાના આધારે નાયિકા હાર, નથણી કે અન્ય જે પારંપરિક ઘરેણાંની માગણી કરે છે તેનો ઉલ્લેખ કરવો.
  61. 61
    LONG ANSWER5 marks

    નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો.

    ‘‘પ્રત્યેક નાના મોટા વિદ્યાર્થીએ લાયબ્રેરીનું વ્યસન પાડવા જેવું છે. વિદ્યાર્થી તરીકે વિદ્યાવ્યાસંગ કેળવવો હિતાવહ છે. લાયબ્રેરીની નિયમિત મુલાકાત લઈને એકાદ-બે કલાક ત્યાંના શાંત, પવિત્ર અને પ્રેરણા સભર વાતાવરણમાં ગાળવાથી તમને જે અભ્યાસ પ્રેરણા જાગે છે, તે અપાર છે. પુસ્તકો, સામયિકો, સંદર્ભગ્રંથો વગેરે જિજ્ઞાસા ખાતર વાંચો કે પછી કોઈ ગંભીર અને વિશિષ્ટ હેતુ માટે વાંચો, તેનો લાભ જરૂર મળવાનો છે. અરે, કેવળ કુતૂહલવશ થઈને પણ લાયબ્રેરીમાં ચાર મેગેઝિનોનાં પાનાં ઉથલાવશો તો ય તમને નવા વિચારો, નવી દષ્ટિ, વિશેષ માહિતી લાધશે, જે તમારા જ્ઞાન અને સમજમાં વધારો કરશે અને જો તમે કોઈ વિશિષ્ટ બાબતની માહિતી મેળવવા કે નિશ્ચિત મુદ્દાઓ પર અભ્યાસ કરવા ઈચ્છતા હો તો, તમારું લાયબ્રેરી-વ્યસનચુસ્ત અને અતૂટ હોવું ઘટે !'

    Answer

    શીર્ષક: પુસ્તકાલય અને વિદ્યાર્થી. સંક્ષેપ: વિદ્યાર્થીએ જ્ઞાનવૃદ્ધિ અને અભ્યાસ માટે પુસ્તકાલયની મુલાકાતનું વ્યસન રાખવું જોઈએ. ત્યાંના વાતાવરણ અને વૈવિધ્યસભર વાંચનથી નવી દષ્ટિ અને માહિતી પ્રાપ્ત થાય છે, જે શૈક્ષણિક પ્રગતિમાં મદદરૂપ બને છે.
  62. 62
    LONG ANSWER5 marks

    નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. ચહું થાવા હુંયે મધુર ખીલતું પુષ્પ નવલું; પરંતુ ના ઈચ્છા જીવન જીવવા તાડ તરુનું.

    Answer

    આ પંક્તિમાં કવિ પુષ્પ જેવી કોમળતા અને સુવાસિત જીવન ઈચ્છે છે, પરંતુ તાડના વૃક્ષ જેવું ઉપયોગિતા વિનાનું લાંબુ આયુષ્ય ઈચ્છતા નથી. ટૂંકું પણ સાર્થક જીવન જીવવાનો ઉપદેશ છે.
  63. 63
    LONG ANSWER5 marks

    નીચે આપેલી કાવ્યપંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો. દીપકના બે દીકરા, કાજળ અને અજવાશ, એક કપૂત કાળું કરે, બીજો દિપે પ્રકાશ.

    Answer

    જેમ દીવો પ્રકાશ અને મેષ (કાજળ) બંને આપે છે, તેમ એક જ પિતાના બે સંતાનો અલગ સ્વભાવના હોઈ શકે - એક કુળનું નામ રોશન કરે અને બીજો અપયશ અપાવે. સત્સંગ અને સંસ્કારનું મહત્વ સમજાવવું.
  64. 64
    LONG ANSWER5 marks

    ‘વાંચે ગુજરાત’ અભિયાન અંતર્ગત તમારી શાળામાં કઈ કઈ પ્રવૃત્તિઓ યોજવામાં આવી તેની વિગતો દર્શાવતો પત્ર તમારા મિત્રને લખો. (પત્રમાં તમારું નામ, સરનામું કે સહીનો ઉલ્લેખ કરવો નહિ.)

    Answer

    પત્ર લેખનમાં તારીખ, સંબોધન, વાંચે ગુજરાત અભિયાન હેઠળ યોજાયેલી સ્પર્ધાઓ, પુસ્તક પ્રદર્શન વગેરેનો ઉલ્લેખ કરી વિગતે વર્ણન કરવું.
  65. 65
    LONG ANSWER5 marks

    તમારી શાળામાં યોજાયેલા રમતોત્સવ પર આશરે 100 શબ્દોમાં અહેવાલ તૈયાર કરો.

    Answer

    અહેવાલ લેખનમાં શીર્ષક, તારીખ, સ્થળ અને રમતોત્સવનું ક્રમબદ્ધ વર્ણન - ઉદ્ઘાટન, વિવિધ રમતો, વિજેતાઓનું સન્માન અને સમાપનનો ઉલ્લેખ કરવો.
  66. 66
    SHORT ANSWER3 marks

    નીચેનો ગદ્યપરિચ્છેદ ભાષાશુદ્ધિની દષ્ટિએ સુધારીને લખો. (જોડણી, અનુસ્વાર, વિરામચિહ્નો, અનુગ, નામયોગી યોગ્ય રીતે મૂકો.)

    સાજનો કૂણો તડકો મંદિરના શીખર પરની ધજા સાથે ફરફરી રહ્યો છે એક કબૂતર હવે એક નહિ બે મંદિરના શિખર પર કોતરાયેલા ફૂલ પાંદડીઓ પાસે બેઠાં બેઠાં પાંખોના પંખાને ફેલાવી-સંકોરી રહ્યાં છે બહેનોની ભજનમંડળી આવી ગઈ છે.

    Answer

    સાંજનો કૂણો તડકો મંદિરના શિખર પરની ધજા સાથે ફરફરી રહ્યો છે. એક કબૂતર, હવે એક નહિ પણ બે, મંદિરના શિખર પર કોતરાયેલી ફૂલ-પાંદડીઓ પાસે બેઠાં બેઠાં પાંખોના પંખાને ફેલાવી-સંકોરી રહ્યાં છે. બહેનોની ભજનમંડળી આવી ગઈ છે.
  67. 67
    SHORT ANSWER4 marks

    કૌંસમાં આપેલી સૂચના મુજબ રેખાંકિત ભાગમાં પરિવર્તન કરી પરિચ્છેદ ફરીથી લખો.

    સંસ્કૃતિ પ્રકૃતિની પાછળ ભલે ના રહે, પણ એ પ્રકૃતિને ભૂલીને ચાલવા જશે તો તદ્દન અવળે રસ્તે ચડી જવા જેવું થશે. (રૂઢિપ્રયોગ મૂકો) પ્રકૃતિએ કોઈનીય મહેરબાની પર નભવાનું આવે ત્યારે જીવનમાં ક્યાંક બધિરતા પ્રવેશી ગઈ છે એમ માનવું પડે. સંસ્કૃતિ તો હંમેશાં પ્રકૃતિની ગોદમાં જ પાંગરી છે. વૃક્ષો આની સાક્ષી પૂરશે. શાસ્ત્રો આની સાક્ષી પુરશે. (સંયોજક મૂકી વાક્ય બનાવો) હું પ્રકૃતિ ભણી પાછા વળવામાં મરણનો – (વિરોધી શબ્દ મૂકો) નવોન્મેષ (સંધિ છોડો) જોઉં છું.

    Answer

    પરિચ્છેદમાં 'અવળે રસ્તે ચડવું' માટે યોગ્ય રૂઢિપ્રયોગ, 'વૃક્ષો અને શાસ્ત્રો' માટે સંયોજક, મરણનો વિરોધી 'જન્મ' અથવા 'પુનર્જન્મ' અને નવોન્મેષની સંધિ 'નવ + ઉન્મેષ' તરીકે સુધારીને લખવું.
  68. 68
    LONG ANSWER8 marks

    ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. નારી તું નારાયણી મુદ્દાઓ – પ્રસ્તાવના – અમર નારી પાત્રો – સ્ત્રીઓમાં રહેલા કેટલાક સાહજિક ગુણો – નારી નરકની ખાણ – એક માન્યતા - સ્ત્રી સુધારણા અંગે ગાંધીજી - પશ્ચિમની અસર – ઉપસંહાર.

    Answer

    નિબંધમાં પ્રસ્તાવનાથી શરૂ કરી ભારતીય પરંપરામાં નારીનું સ્થાન, સીતા-સાવિત્રી જેવા પાત્રો, આધુનિક સમયમાં નારીની ભૂમિકા અને સ્ત્રી સશક્તિકરણની ચર્ચા કરવી.
  69. 69
    LONG ANSWER8 marks

    ગમે તે એક વિષય ઉપર મુદ્દાઓ પર આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. હાય રે મોંઘવારી ! મુદ્દાઓ – પ્રસ્તાવના – મોંઘવારી શું છે ? - આઝાદી પૂર્વે સોંઘવારીને ભવ્ય ભૂતકાળ – આઝાદી પછી મોંઘવારી વધવાનાં કારણો – મધ્યમવર્ગના માનવી પર અસર – મોંઘવારી દૂર કરવામાં સરકારનો ફાળો – ઉપાયો – ઉપસંહાર.

    Answer

    મોંઘવારીની સમસ્યા, તેના કારણો (વસ્તી વધારો, કાળાબજાર વગેરે), સામાન્ય માણસની હાલાકી અને તેને રોકવા માટેના વ્યક્તિગત અને સરકારી ઉપાયોની ચર્ચા નિબંધમાં કરવી.