13
LONG ANSWER3 marks
- ‘ચોપડાની ઇન્દ્રજાળ’ પાઠમાં રાતો ચોપડો ફાડી નાખવા પાછળ ભીખલાનું મનોમંથન કેવું હતું?
Answer
ભીખલો (લેખક) જોવે છે કે જીવલાએ વર્ષો સુધી અનાજ, શાકભાજી અને મહેનત આપી હોવા છતાં તેનું દેવું ઘટવાને બદલે વધતું જ જાય છે. શાહુકારના ચોપડાની ગણતરી એટલી જટિલ અને અન્યાયી છે કે જીવલાની સાત પેઢી પણ તે દેવું ચૂકવી શકે તેમ નથી. જીવલાની ગરીબાઈ અને લાચારી જોઈને લેખકનું હૃદય દ્રવી ઉઠે છે. તેમને લાગે છે કે આ ચોપડો જીવલાના શોષણનું સાધન છે, તેથી તે પાપના મૂળ સમાન રાતા ચોપડાના પાના ચીરી નાખે છે.