49
LONG ANSWER4 marks
બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તે જણાવી બાળમજૂરીના કારણો જણાવો?
Answer
બાળમજૂરી: કાયદા દ્વારા નક્કી કરેલી વય (૧૪ વર્ષ) થી ઓછી ઉંમરના બાળકો દ્વારા કરવામાં આવતું આર્થિક કામ.
ક્ષેત્રો: હોટલો, લારી-ગલ્લા, ઈંટોના ભઠ્ઠા, ખેતમજૂરી, ફટાકડાના કારખાના, ઘરકામ વગેરે.
કારણો: ૧. ગરીબી (મુખ્ય કારણ), ૨. નિરક્ષરતા, ૩. વસ્તી વધારો (મોટું કુટુંબ), ૪. આર્થિક જરૂરિયાતને પહોંચી વળવા મા-બાપની મજબૂરી.