← Back to practice

Gujarati F.L

GSEB Gujarati SSC · Gujarati · 2018

63 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    ‘રેસનો ઘોડો’ પાઠમાં નીનાબહેન પોતાની જાતને નસીબદાર માને છે. કારણ કે

    • A.મંજુબહેન તેમના બહેનપણી છે.
    • B.વિનુકાકા તેમના પાડોશી છે.
    • C.સંજયભાઈ તેમના પતિ છે.
    • D.મંજુબહેન તેમના પાડોશી છે.Correct
  2. 2
    MCQ1 mark

    વિરાટભાઈએ મનીષાને નરેન સાથે સગાઈની ના શા માટે પાડી ?

    • A.તેમને નરેન ગમતો નહોતો.
    • B.તેમને તેના લગ્ન બીજે કરવા હતા.
    • C.મનીષા સુકુમાર અને ડરપોક હતી.Correct
    • D.મનીષાની ઈચ્છા નહતી.
  3. 3
    MCQ1 mark

    દુકાનદારના મતે શું કરવાથી છત્રી ખરીદવા કે ખોવાઈ જવાનો ડર ન રહે ?

    • A.ચાતુર્માસમાં ઘરે રહેવું.Correct
    • B.એકટાણાં કરવા.
    • C.પ્રભુભજન કરવા.
    • D.A, B, C ત્રણેય.
  4. 4
    MCQ1 mark

    મૃત્યુના માનમાં આદિવાસીઓ શું કરતાં હતાં ?

    • A.દીવા પ્રગટાવતાં હતાં.
    • B.મીઠાઈ ખાતાં હતાં.
    • C.શોક મનાવતાં હતાં.
    • D.ફટાકડાં ફોડતાં હતાં.Correct
  5. 5
    MCQ1 mark

    જીવલાની કરુણ દશા જોઈને લેખક શું અનુભવે છે ?

    • A.લેખક રાજી થઈ ગયા.
    • B.લેખકનું હૃદય દ્રવી ઊઠયું.Correct
    • C.લેખકને કશી અસર ન થઈ.
    • D.લેખક હસવા લાગ્યા.
  6. 6
    MCQ1 mark

    શાહુકારના ચોપડાને લેખક શેની સાથે સરખાવે છે ?

    • A.કરોળિયાની જાળ સાથે
    • B.ગાઈડ સાથે
    • C.વેદસાથે
    • D.ઈન્દ્રજાળ સાથેCorrect
  7. 7
    MCQ1 mark

    વેલજી ડોહાનું પાત્ર કયા પાઠમાં આવે છે ?

    • A.ચોપડાની ઈન્દ્રજાળ
    • B.જન્મોત્સવCorrect
    • C.ઘોડીની સ્વામીભક્તિ
    • D.ડાંગવનો અને ...
  8. 8
    MCQ1 mark

    ‘ફાટીતૂટી ગુણપાટ’,‘ઝૂંપડાં’,‘ગફગિયો દીવો’..... વગેરે શબ્દો દ્વારા શેનું તાદશ વર્ણન થયું છે ?

    • A.ગરીબાઈCorrect
    • B.બાળકનો જન્મ
    • C.ઝૂંપડપટ્ટી
    • D.અંધારું
  9. 9
    MCQ1 mark

    ધૂળમાં પગલી જોઈને ડુંગરની પત્નીને કોણ યાદ આવ્યું ?

    • A.નાનું બાળક
    • B.મોરનું પગલું
    • C.પોતાની દીકરી બબલીCorrect
    • D.પોતાની ગાય
  10. 10
    MCQ1 mark

    કાળુ અને રાજુ બંને શું માને છે ?

    • A.ભૂંડામાં ભૂંડી ભૂખ છે.
    • B.ભૂંડામાં ભૂંડી ભીખ છે.Correct
    • C.ભૂંડામાં ભૂંડો દુકાળ છે.
    • D.ભૂંડામાં ભૂંડું પોતાનું નસીબ છે.
  11. 11
    MCQ1 mark

    દુકાળમાં અંગ્રેજો લોકોને શું કામ કરાવીને ધાન આપતાં ?

    • A.રેલવેનું કામ કરાવીને.Correct
    • B.રસ્તો બનાવડાવીને.
    • C.કૂવો ખોદાવીને.
    • D.મહેલ બનાવીને.
  12. 12
    MCQ1 mark

    શાક સુધારતી વખતે લીલી શાકભાજીમાં રહેલાં જીવો જોઈને શ્રીમદ્દની આંખો ભરાઈ આવી. – આ પ્રસંગમાં શ્રીમદ્ગો કયા ગુણો જોવા મળે છે ?

    • A.પરહિત અને પરોપકાર
    • B.ધાર્મિકતા
    • C.જીવદયા અને કરુણાCorrect
    • D.સેવાભાવના
  13. 13
    MCQ1 mark

    સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો કેવો અનુભવ હતો ?

    • A.કાયમી અનુભવ હતો.
    • B.ઓછો અનુભવ હતો.
    • C.પ્રથમ અનુભવ હતો.Correct
    • D.છેલ્લો અનુભવ હતો.
  14. 14
    MCQ1 mark

    વછેરીને દૂધ પાવા આંબા પટેલે શું વ્યવસ્થા કરી ?

    • A.ભરવાડને ત્યાંથી બે બકરી લાવ્યા.Correct
    • B.ભેંસ લાવ્યા.
    • C.ગાય લાવ્યા.
    • D.ડેરીમાંથી દૂધ લાવતા.
  15. 15
    MCQ1 mark

    ઢેલ જેવી જાતવાન ઘોડી રાંગમાં રમતી હોય, પછી ચંત્યા શાની ? – આ વાક્ય કોણ બોલે છે ?

    • A.ગામલોકો
    • B.આંબા પટેલCorrect
    • C.મામા
    • D.ગણેશની મા
  16. 16
    MCQ1 mark

    વૈષ્ણવજનના દર્શન કરવાથી શું થાય છે ?

    • A.પાપ ધોવાઈ જાય છે.
    • B.મન પ્રસન્ન થઈ જાય છે.
    • C.એકોતેર પેઢી તરી જાય છે.Correct
    • D.જીવન ધન્ય બની જાય છે.
  17. 17
    MCQ1 mark

    કેવી વ્યક્તિની સંગત કરવાથી ભવ પાર ઉતરી શકાય છે ?

    • A.વૈષ્ણવજન
    • B.પરોપકારી મનુષ્ય
    • C.શીલવંત સાધુCorrect
    • D.સાચા મિત્ર
  18. 18
    MCQ1 mark

    ‘જેને જાગી ગયો તૂરિયાનો તાર' – દ્વારા ગંગાસતી શું સૂચવે છે ?

    • A.ભજનો ગાવાનું
    • B.તંબૂરો વગાડવાનું
    • C.જાગૃત થવાનું
    • D.ધ્યાનાવસ્થાCorrect
  19. 19
    MCQ1 mark

    ‘જે શિરે હું હાથ ફેરવતો, હવે એ હાથ દે.’ – પંક્તિ દ્વારા કયો અર્થ વ્યક્ત થયો છે ?

    • A.મોટી અને સમજણી થયેલી દીકરી પિતાને સહાયભૂત થાયCorrect
    • B.પિતાનો હાથ પકડીને ચાલે છે.
    • C.પિતાને તાળી આપે છે.
    • D.પિતાને વંદન કરે છે.
  20. 20
    MCQ1 mark

    દીકરીની હાજરી શું આપે છે ?

    • A.સુગંધ અને શીતળતાCorrect
    • B.સ્નેહનું ઝરણું
    • C.સુખડ અને ચંદન
    • D.લાજ-મર્યાદા
  21. 21
    MCQ1 mark

    મારે શિર ભારતમાતાની આશિષનો વિસ્તાર.’ - પંક્તિ દ્વારા કવિ શું સૂચવે છે ?

    • A.ભારતીય નાગરિક હોવાનું.
    • B.ભારતમાતાના અંશ હોવાનું ગૌરવ.
    • C.ગુજરાતી હોવાનું પ્રાદેશિક અભિમાન.Correct
    • D.ભારતમાતાનું વરદાન પ્રાપ્ત થવાનું.
  22. 22
    MCQ1 mark

    ‘માધવને દીઠો છે ક્યાંય ? ' – કાવ્યમાં કોના કૃષ્ણવિરહનો ભાવ દર્શાવ્યો છે ?

    • A.રાધાના
    • B.ગોપીના
    • C.ગોકુળના
    • D.વાંસળીનાCorrect
  23. 23
    MCQ1 mark

    ‘શિકારીને’ કાવ્યના કવિનું મૂળ નામ શું છે ?

    • A.મણિશંકર રતનજી ભટ્ટ
    • B.સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલCorrect
    • C.અશોક ચાવડા
    • D.બરકત વિરાણી
  24. 24
    MCQ1 mark

    નીચેનાં કાવ્યો પૈકી કયું કાવ્ય ‘સૉનેટ’ પ્રકારનું કાવ્ય છે ?

    • A.હું એવો ગુજરાતી.
    • B.માધવને દીઠો છે ક્યાંય ?
    • C.વતનથી વિદાય થતાં.Correct
    • D.દિવસો જુદાઈના જાય છે.
  25. 25
    MCQ1 mark

    ‘બોલીએ ના કંઈ’ કાવ્યમાં ‘બોલીએ ના કંઈ' શબ્દો દ્વારા કવિએ કયો ભાવ વ્યક્ત કર્યો છે ?

    • A.ચૂપ જ રહેવું જોઈએ.
    • B.વધારે પડતું ન બોલવું.
    • C.વ્યથાને સહન કરવી તથા ફરિયાદ ન કરવી જોઈએ.Correct
    • D.મૌનવ્રત ધારણ કરવું.
  26. 26
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ પંક્તિ ‘દિવસો જુદાઈના જાય છે' – કાવ્યમાંથી નથી ?

    • A.ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ, ન પતન સુધી.
    • B.દિવસો જુદાઈના જાય છે, એ જશે જરૂર મિલન સુધી.
    • C.તમે રાંકનાં છો રતન સમાં, ન મળો હે અશ્રુઓ ધૂળમાં.
    • D.ઘટે ના ક્રૂર દૃષ્ટિ અહીં ત્યાં : વિશ્વ સૌંદર્ય કુમળું.Correct
  27. 27
    MCQ1 mark

    ‘એક બપોરે’ – કાવ્યમાં ‘બપોર’ એ શેનું પ્રતીક છે ?

    • A.દિવસના મધ્યાહ્નનું
    • B.ખેતરનું
    • C.ગરમીનું
    • D.જીવનના મધ્યાહ્નનુંCorrect
  28. 28
    MCQ1 mark

    ‘એક બપોરે’ કાવ્યમાં કવિનો કયો ભાવ વ્યક્ત થયો છે ?

    • A.જીવન પ્રત્યેની નીરસતાનો
    • B.નજીક આવી રહેલા મૃત્યુનોCorrect
    • C.બપોરે લાગતી ગરમીનો
    • D.જગતના મિથ્યાપણાનો
  29. 29
    MCQ1 mark

    ‘રઢિયાળી રાત' – કાવ્યસંગ્રહના સંપાદક કોણ છે ?

    • A.શ્રી હરીન્દ્ર દવે
    • B.શ્રી ઝવેરચંદ મેઘાણીCorrect
    • C.શ્રી રાજેન્દ્ર શાહ
    • D.શ્રી વિનોદ જોશી
  30. 30
    MCQ1 mark

    ‘હાઈકુ’ – કાવ્યપ્રકારનું બંધારણ લખો.

    • A.પાંચ – સાત – પાંચ અક્ષરોCorrect
    • B.ચાર – આઠ – પાંચ અક્ષરો
    • C.છ – સાત – ચાર અક્ષરો
    • D.સાત – પાંચ – પાંચ અક્ષરો
  31. 31
    MCQ1 mark

    નીચેનામાંથી કયો શબ્દ સાચી જોડણીવાળો નથી ?

    • A.અનુભૂતિ
    • B.દુષ્કાળ
    • C.અનુકુળCorrect
    • D.અનુચિત
  32. 32
    MCQ1 mark

    નીચેનામાંથી સાચી જોડણીવાળો શબ્દ લખો.

    • A.નિરાભિમાની
    • B.નિરભિમાનીCorrect
    • C.નિભિમાની
    • D.નિરભીમાની
  33. 33
    MCQ1 mark

    નીચેનામાંથી કઈ ધ્વનિશ્રેણી યોગ્ય છે ?

    • A.પ્+ર્ + અ + ફ્ + ઉ + સ્ + ક્ + ઈ + ત્ = પ્રફુલ્લિત
    • B.સ્ + અ + ર્ + અ + વ્ + ઓ + ત્ + અ + મ્ = સર્વોત્તમCorrect
    • C.ક્ + ઊ + ટ્ + ઠ્ + ઈ = મુઠ્ઠી
    • D.ક્ + ઊ + જ્ + અ + ર્ + અ + ત્ + ઈ = ગુજરાતી
  34. 34
    MCQ1 mark

    નીચે આપેલ સંધિઓમાંથી કયા શબ્દની સંધિ સાચી છે ?

    • A.સસ + રુષિ = સમર્પિ
    • B.યથા + ઈષ્ટ = યથેષ્ટCorrect
    • C.જીર્ણ + ઉદ્ધાર = જીર્ણોદ્ધાર
    • D.વિ + અગ્ર = વ્યાગ્ર
  35. 35
    MCQ1 mark

    ‘શરદ + ઉત્સવ’ – સંધિ જોડો.

    • A.શરદુંત્સવ
    • B.શરદોત્સવCorrect
    • C.શરદોઉત્સવ
    • D.શરદઉત્સવ
  36. 36
    MCQ1 mark

    નીચેનામાંથી સમાસ અને તેનો પ્રકાર દર્શાવતું કયું જોડકું સાચું છે ?

    • A.પત્ર ચેષ્ટા – તત્પુરુષ સમાસ
    • B.સ્વર્ગવાસ – મધ્યમપદલોપી સમાસ
    • C.પંચવટી – દ્વિગુ સમાસCorrect
    • D.ઋણરાહત – દ્વન્દ્વ સમાસ
  37. 37
    MCQ1 mark

    નીચેનામાંથી મધ્યમપદલોપી સમાસનું ઉદાહરણ કયું છે ?

    • A.નરસિંહ
    • B.વૈષ્ણવજન
    • C.માનવસેવા
    • D.ભજનાનંદCorrect
  38. 38
    MCQ1 mark

    વરસાદ એકધારો પડતો હતો. – રેખાંકિત શબ્દ કયા પ્રકારનું ક્રિયાવિશેષણ છે ?

    • A.સમયવાચક
    • B.રીતિવાચકCorrect
    • C.પરિમાણવાચક
    • D.ક્રમવાચક
  39. 39
    MCQ1 mark

    રોહિતે ચાની આદત છોડી. – આ વાક્યનું કર્મણિ વાક્ય લખો.

    • A.રોહિતથી ચાની આદત છોડાય છે.
    • B.રોહિતથી ચાની આદત છૂટી.Correct
    • C.રોહિતથી ચાની આદત છોડાશે.
    • D.રોહિત ચાની આદતથી છૂટશે.
  40. 40
    MCQ1 mark

    નીચેનાં વાક્યોમાંથી પ્રેરક વાક્ય શોધીને લખો.

    • A.એમણે પ્રવૃત્ત જીવન સંકેલી લીધું.
    • B.દાદાથી ઠંડા પાણીએ ન્હવાય છે.
    • C.મારાથી કૉલેજ ક્યારે જવાશે ?
    • D.બાએ પોતાના હાથે ભોજન પીરસાવ્યું.Correct
  41. 41
    MCQ1 mark

    યોગ્ય ઉપમાન ન મળતાં ઉપમેયને જ ઉપમાન માની લેવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ?

    • A.રૂપક અલંકાર
    • B.અનન્વય અલંકારCorrect
    • C.શ્લેષ અલંકાર
    • D.વ્યતિરેક અલંકાર
  42. 42
    MCQ1 mark

    વર્ષા તમારી રાહ જુએ છે. – આ વાક્યમાં કયો અલંકાર છે ?

    • A.સજીવારોપણ અલંકાર
    • B.શ્લેષ અલંકારCorrect
    • C.ઉત્પ્રેક્ષા અલંકાર
    • D.વ્યાજસ્તુતિ અલંકાર
  43. 43
    MCQ1 mark

    ‘લેરખી’ – કયા શબ્દસમૂહ સાથે બંધબેસતો શબ્દ છે ?

    • A.પવનની લહેરCorrect
    • B.પવનના કારણે ઉડતું પાણી
    • C.વૃક્ષોની હારમાળા
    • D.લહેરી સ્વભાવવાળું
  44. 44
    MCQ1 mark

    ‘પગ જડાઈ જવા’ – રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.

    • A.ઊભા રહી જવું.
    • B.પગ ચોંટી જવા.
    • C.અપંગ થઈજવું.
    • D.સ્તબ્ધ થઈજવું.Correct
  45. 45
    MCQ1 mark

    ‘જ્યાં સુધી વાત બહાર ન જાય ત્યાં સુધી ઈજ્જત સચવાય’ – એવો અર્થ આપતી કહેવત લખો.

    • A.પાકા ઘડે કાંઠા ન ચડે.
    • B.શેઠની શિખામણ ઝાંપા સુધી.
    • C.બાંધી મૂઠી લાખની.Correct
    • D.નબોલવામાં નવ ગુણ.
  46. 46
    MCQ1 mark

    નીચેનામાંથી સમાનાર્થી શબ્દોનું સાચું જોડકું શોધીને લખો.

    • A.લક = નજર, દૃષ્ટિ
    • B.વિભાવરી = રાત્રિ, નિશાCorrect
    • C.લતા = લાકડું, કાષ્ઠ
    • D.આછેરો = પડછાયો, ઓળો
  47. 47
    MCQ1 mark

    ‘લોભી’ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખો.

    • A.અલોભી
    • B.અણલોભી
    • C.વણલોભીCorrect
    • D.દુર્લભ
  48. 48
    MCQ1 mark

    ‘વાચ’ – તળપદા શબ્દનું શિષ્ટ રૂપ લખો.

    • A.વાણીCorrect
    • B.વાંચવું
    • C.વચન
    • D.વાચાળ
  49. 49
    MCQ1 mark

    ‘ખાદ્ય’ શબ્દનો અર્થ લખો.

    • A.ખવાય એવુંCorrect
    • B.ખભો
    • C.ખોટ
    • D.ખોરાક
  50. 50
    MCQ1 mark

    ‘બિનજરૂરી’ શબ્દમાં કેવા પ્રકારનો પ્રત્યય રહેલો છે ?

    • A.કૃતપ્રત્યય
    • B.પૂર્વપ્રત્યયCorrect
    • C.પરપ્રત્યય
    • D.તષ્ઠિત પ્રત્યય
  51. 51
    LONG ANSWER4 marks

    ‘રેસનો ઘોડો’ વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતાં પરિબળોની ચર્ચા કરો. અથવા ‘ભૂખથી ભૂંડી ભીખ’ વાર્તાના આધારે રાજુની મનોવ્યથા તમારાં શબ્દોમાં વર્ણવો.

    Answer

    Discuss barriers in child development based on 'Race no Ghodo' or describe Raju's mental state in 'Bhukhthi Bhundi Bhikh'.
  52. 52
    SHORT ANSWER2 marks

    હ્રદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો. – એમ લેખક શા માટે કહે છે ?

    Answer

    The author implies that a heart attack is the cumulative result of a stressful, sedentary, and unhealthy lifestyle, which 'costs' the body significantly.
  53. 53
    SHORT ANSWER2 marks

    શ્રીમદ્ રાજચંદ્રની સ્મરણશક્તિ અસાધારણ હતી, એમ તમે શા પરથી કહેશો ? અથવા પૂરમાં ડૂબતા આંબા પટેલને કેવી રીતે જીવતદાન મળ્યું ?

    Answer

    Evidence of Shrimad Rajchandra's memory (Shatavadhan) or how Amba Patel was saved during the flood.
  54. 54
    LONG ANSWER3 marks

    ‘શિકારીને’ કાવ્યનો ધ્વનિ સ્પષ્ટ કરો. અથવા ગંગાસતી કોને શીલવંત સાધુ કહે છે ? શા માટે ?

    Answer

    The essence of the poem 'Shikari ne' regarding nature preservation, or the definition of a virtuous saint by Gangasati.
  55. 55
    SHORT ANSWER2 marks

    ‘ચાંદલિયો’ કાવ્યમાં કાવ્યનાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે ?

    Answer

    The heroine describes her husband as being like a moon/sweetheart and shares her feelings about him in the folk context.
  56. 56
    SHORT ANSWER2 marks

    કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે. – કારણ આપી ટૂંકમાં સમજાવો. અથવા ‘દીપ હોલવું’ હાઈકુનો ભાવાર્થ સ્પષ્ટ કરો.

    Answer

    Explanation of the poet's hesitation to leave the homeland (Vatan) or the meaning of the Haiku 'Deep Holvu'.
  57. 57
    LONG ANSWER5 marks

    નીચે આપેલા ગદ્યખંડનો આશરે ત્રીજા ભાગમાં સંક્ષેપ કરી તેને યોગ્ય શીર્ષક આપો: (પશ્ચાતાપ એ એક કીંમતી ધર્માનુભવ છે...) પશ્ચાતાપ એ એકકીમતી ધર્માનુભવ છે. જેવાસણ માટીકેરાખથી સાફ થતાં નથી તે જેમ। તેજાબથી સાફ થાય છેને કાટ બધો ઓગળી જાય છે. અને વાસણ ચળકવા માંડેછે, તેવી જ રીતે ધર્મજીવન પર બાઝેલીકેટલીયે શિથિલતા પશ્ચાતાપથી દૂર થઈ જાય છે અને માણસ એકાએક પલટો ખાય છે. ખરેખર પશ્ચાતાપની અસરતેજાબથી ઓછી નથી હોતી. સૃષ્ટિ માટે ને એમાંય માનવજીવન માટેઈશ્વરની યોજના મંગળનેપવિત્ર.એમાં ભંગાણ પડીશકે માનવીની મૂર્ખાૉઈથી,| પણએ ભંગાણપાછુંસંધાય છે. માનવીના પશ્ચાતાપથીઅને ઈશ્વરની અનહદ કૃપાથી. આખરે એની એ દિવ્યયોજના આગળ ચાલવાની જ.

    Answer

    Title: પશ્ચાતાપ અને દિવ્યતા. Summary emphasizing repentance as a cleansing agent for the soul that restores divine order.
  58. 58
    LONG ANSWER5 marks

    નીચે આપેલી પંક્તિઓનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરો: ઊંચી-નીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ; ભરતી એની ઓટ છે, ઓટ પછી જુવાળ. અથવા કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય; બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.

    Answer

    Expansion of thoughts on the cyclical nature of life (ups and downs) or the importance of family support despite internal conflicts.
  59. 59
    LONG ANSWER5 marks

    5 સપ્ટેમ્બર, શિક્ષકદિનની ઉજવણીનું વર્ણન કરતો પત્ર તમારા મિત્રને લખો.

    Answer

    A letter to a friend describing Teacher's Day celebrations in school.
  60. 60
    LONG ANSWER5 marks

    નદીમાં આવેલા ભારે પૂને લીધે થયેલા વિનાશ અંગેનો અહેવાલ આશરે એકસો શબ્દોમાં લખો.

    Answer

    A report on the destruction caused by heavy river floods.
  61. 61
    SHORT ANSWER1 mark

    નીચેનો ગદ્યાંશ વાંચીને, તેની નીચેઆપેલા પ્રશ્નોના ઉત્તર લખો.| જીવન માં ડગલે ને પગલે આત્મવિશ્વાસની જરૂર પડે છે. પોતાનીજાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના કર્તૃત્વમાં વિશ્વાસ હોવોએટલે આત્મવિશ્વાસ. ક્રિકેટનીરમતમાં દડાને આત્મવિશ્વાસથી | ફટકારનાર ચોગ્ગો અને છગ્ગો લગાવીલોકોની તાળીઓનોગડગડાટ મેળવે છે. કબફીનીરમતમાં । પ્રતિસ્પર્ધીના પગને આત્મવિશ્વાસથીજકડી લેનાર વિજયનો હકદાર થાય છે. આત્મવિશ્વાસથી। ભાષણ કરનાર વક્તા શ્રોતાઓના અભિવાદનનો અધિકારી બને છે. આત્મવિશ્વાસ વિરતાનેો। સારછે. આત્મવિશ્વાસથી એકપગથિયું ઉપર ચડતાં આત્મશ્રદ્ધાનામના તત્ત્વનુંદર્શન થાયછે. આત્મશ્રદ્ધાએઆજાનબાહુ પુરુષાર્થની ટચલીઆંગળી છે, જેગમેતેવા સંકટનાગોવર્ધન પર્વતનેય તોળી શકેછે, ઊંચે ઊઠાવી શકેછે. સ્વામી વિવેકાનદે કહ્યું છે,“આત્મશ્રદ્ધામાંએક એવી પ્રબળ અને અનન્ય શઠિત છે જે પાણીને ઘીમાંઅને રેતીને ખાંડમાંફેરવી શકે છે.” આત્મવિશ્વાસ કને કહેવાય ? આત્મશ્રદ્ધાએકોની ટચલી આંગળી છે? શા માટે? ગદ્યખંડનેયોગ્ય શીર્ષક આપો.

    Answer

    પોતાની જાતમાં, પોતાના જ્ઞાનમાં, પોતાના કર્તૃત્વમાં વિશ્વાસ હોવો એટલે આત્મવિશ્વાસ.
  62. 62
    SHORT ANSWER1 mark

    નીચેનું કાવ્ય વાંચી, તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.। ભોમિયા વિના મારે ભમવા'તાડુંગરા, જંગલનીકુંજકુંજ જોવીહતી;| જોવી'તીકોતરોને જોવી'તી કંદરા, રોતા ઝરણાની આંખ લો'વી હતી. સૂના સરવરિયાનીસોનેરી પાળે, હંસોની હાર મારે ગણવી હતી. ડાળેઝૂલંત કો'ક કોકિલાને માળે, અંતરની વેદના વણવી હતી. એકલા આકાશ તળે ઊભીનેએકલો, પડઘા ઉર-બોલનાઝીલવા ગયો; વેરાયાં બોલ મારાં,ફેલાયા આભમાં, એકલોઅટૂલો ઝાંખો પડયો, આખો અવતાર મારેભમવા ડુંગરિયા,| જંગલનીકુંજકુંજ જોવીફરી; ભોમિયા ભૂલે એવી ભમવીરેકંદરા, અંતરની આંખડી લ્હોવી જરી. કવિનેકોના વિનાડુંગરા ભમવા હતા ?| કવિને શુંશુંજોવું હતું? કોની આંખ લોવી હતી? કવિને કોની વેદના વણવી હતી ?| કાવ્યને યોગ્ય શીર્ષકઆપો.

    Answer

    ભોમિયા (માર્ગદર્શક) વિના.
  63. 63
    LONG ANSWER8 marks

    ગમે તે એક વિષય પર નિબંધ લખો: ૧) સ્વચ્છતા ૨) પ્રદૂષણ : એક સાર્વત્રિક સમસ્યા ૩) નારી તું નારાયણી.

    Answer

    Detailed essay on Cleanliness, Pollution, or the Status of Women.