← Back to practice

Gujarati SL

Board exam · Gujarati · 2017

74 questions · No login required

Answers and solutions are AI-generated — please cross-check with your study materials.

View question paper
  1. 1
    MCQ1 mark

    ‘ભોળી રે ભરવાડણ’ પદમાં નરસિંહ મહેતા માટે કઈ વિગત સત્ય નથી ?

    • A.નરસિંહ મહેતાનો જન્મ ભાવનગર જિલ્લાના તળાજામાં થયો હતો.
    • B.નરસિંહ મહેતા ઉત્તમ ‘આદિકવિ’ તરીકે પણ જાણીતા છે.
    • C.નરસિંહ મહેતાએ ‘હાર’, ‘હૂંડી’ અને ‘કુંવરબાઈનું મામેરું' જેવી કૃત્તિઓની રચના કરી છે.
    • D.નરસિંહ મહેતાના પ્રભાતિયા ‘ઝૂલણા’ છંદમાં રચાયા નથી.Correct
  2. 2
    MCQ1 mark

    ગોપી એટલી કૃષ્ણમય છે કે ‘મહી લો ને બદલે લ્યો કોઈ મુરારિ' એવો સાદ પાડતી જાય છે. આ પંક્તિમાં ગોપીની કઈ દશાનું વર્ણન છે ?

    • A.તન્મયતાCorrect
    • B.વિયોગપણું તથા જીદ્દ
    • C.હેતપણું
    • D.સુમેળપણું
  3. 3
    MCQ1 mark

    નીચેનામાંથી કયું પદ મીરાંબાઈનું છે, ને તે ખૂબ લોકપ્રિય છે. જેને સાંભળતાં ઈશ્વરનું સ્મરણ થાય છે?

    • A.‘બોલમા, બોલમા, બોલ મા રે, રાધા કૃષ્ણ વિના બીજું બોલ મા’.Correct
    • B.ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમ ના.
    • C.ફૂલ કહે ભમરાને : માધવ ક્યાંય નથી મધુવનમાં.
    • D.શેરીએ શેરીએ સાદ પાડે : લ્યો કોઈ મુરારિ.
  4. 4
    MCQ1 mark

    અખાએ ગુરૂ વિશે કયું સત્ય રજૂ કર્યું છે ?

    • A.હંમેશા મોક્ષ મેળવવા જ્ઞાની ગુરૂ ન કરવા જોઈએ.
    • B.અજ્ઞાની ગુરૂ શિષ્યને નિયમ આપવા તત્પર બની જમુના તીરે લઈ જાય છે.Correct
    • C.જ્ઞાની ગુરૂ જ સર્વવ્યાપી છે, જે શ્રી હરિનાં દર્શન કરાવી શકે.
    • D.જે ગુરૂ જ્ઞાની ન હોય તે ભગવાન કહેવાય.
  5. 5
    MCQ1 mark

    આકાશમાંથી ભૂમિ તરફ પ્રયાણ કરતો સૂર્ય કઈ નગરીમાં ચડેલો પતંગ પૃથ્વી પર પડતો હોય તેમ લાગે છે ?

    • A.મોક્ષપુરી
    • B.બ્રહ્મપુરી
    • C.અમરાપુરીCorrect
    • D.જગન્નનાથ પુરી
  6. 6
    MCQ1 mark

    આથમતા સૂરજને જોઈ કવિ સૂર્ય માટે શી કલ્પના કરે છે ?

    • A.જાણે શત્રુ ને છેતરવા પ્રભુએ સૂર્યનું કૃત્રિમ રૂપ ધર્યુ છે.Correct
    • B.જાણે પ્રતાપી રાજ યુદ્ધ કરવા આવે છે.
    • C.સૌ જનોના ચિત્ત દુભાય છે.
    • D.સાગરમાંથી પ્રતિબિંબ પાછા વળી નૃત્ય કરે છે.
  7. 7
    MCQ1 mark

    નીચેના વિધાનોમાંથી કયા કવિએ કોના સહયોગથી શેની સ્થાપના કરી છે, તેની સાચી વિગત ઓળખો ?

    • A.જયંત પાઠક નાનાભાઈની મદદથી લોકભારતી મુંદ્રાના સ્થાપક.
    • B.ફોર્બ્સના સહયોગથી દલપતરામે ‘ગુજરાત વર્નાક્યુલર સોસાયટી' ની સ્થાપના.Correct
    • C.હરીન્દ્ર દવેના સહયોગથી સાબરમતી આશ્રમની સ્થાપના.
    • D.કૃષ્ણલાલની મદદથી અરવિંદ આશ્રમની સ્થાપના.
  8. 8
    MCQ1 mark

    ‘પાસે જેવી ચરતી હતી આ ગાય તેવો જ હું છું' એ પંક્તિમાં કવિ કલાપી શું પ્રગટ કરે છે ?

    • A.પોતાની સંવેદનશીલતાCorrect
    • B.પોતાનો ગુસ્સો
    • C.પોતાનો પ્રેમ
    • D.પોતાની નફરત
  9. 9
    MCQ1 mark

    ઊંચે ઊંચે મહલ બનાઊં, બિચ બિચ રાખું બારી; આ પંક્તિ કયા કાવ્યની છે ?

    • A.છપ્પા
    • B.સાયંકાળે
    • C.સપૂત
    • D.મને ચાકર રાખોજીCorrect
  10. 10
    MCQ1 mark

    ત્રિભુવનદાસ પુરુષોત્તમદાસ લુહાર વિશે કઈ વિગત સત્ય નથી ?

    • A.તે સુંદરમ્ ઉપનામથી જાણીતા કવિ છે.
    • B.તેઓ અરવિંદ આશ્રમ પોંડીચેરીમાં વસ્યા હતા.
    • C.‘વસુધા’ તેમનો કાવ્યસંગ્રહ છે.
    • D.તેઓ સપૂત કાવ્યના રચનાકાર છે.Correct
  11. 11
    MCQ1 mark

    ‘‘જાતે કરવું, જાતે રળવું, જાત વિના સૌ જૂઠું જી;’’ આ મુક્તકમાં શાનો મહિમા બતાવ્યો છે ?

    • A.સ્વાશ્રયCorrect
    • B.રડવાનો
    • C.પોતાની જાતિનો
    • D.પોતાના હકનો
  12. 12
    MCQ1 mark

    ‘મળે નહિ’...’, ‘જો નહિ ...’, ‘ના મળે ’, ‘ના યદિ ..’ આ ચાર બાબતો શું છે ?

    • A.સપૂતના કુવિચારો
    • B.સપૂતની પ્રતિજ્ઞાઓCorrect
    • C.સપૂતની શક્તિ
    • D.સપૂતની શાન
  13. 13
    MCQ1 mark

    ‘આવ્યો છું તો’ કાવ્યમાં કવિ એ કઈ ઈચ્છા વ્યક્ત કરી છે ?

    • A.સૌ સાથે હળી-મળીને રહેવાની.Correct
    • B.સૌ સાથે ભોજન કરવું.
    • C.સૌ સાથે મળીને ભજન ગાવા.
    • D.જીવનમાં લોકોને ઓળખતા રહેવું.
  14. 14
    MCQ1 mark

    નીચેનામાંથી કયા કવિ ચૂડી બનાવવાના વ્યવસાયની સાથે કાવ્ય સર્જન પણ કરતાં હતા ?

    • A.જયંત હિંમતલાલ પાઠક
    • B.મણિલાલ ભગવાનજી દેસાઈ
    • C.પ્રિયકાન્ત પ્રેમચંદ મણિયારCorrect
    • D.હરિન્દ્ર જયંતીલાલ દવે
  15. 15
    MCQ1 mark

    ‘‘પલ’’ કાવ્યમાં વૃંદાવન સાથે શ્રીકૃષ્ણ જ્યારે કુરુક્ષેત્ર સાથે કોનો ઉલ્લેખ છે ?

    • A.કૌરવો-પાંડવોCorrect
    • B.દેવ-દાનવો
    • C.રાધા-રમણ
    • D.રામ-રાવણ
  16. 16
    MCQ1 mark

    ‘રોહિણીના તીરે' પાઠની વિગતોમાં સાચી પ્રથમ ઘટના કઈ છે ? તે જણાવો.

    • A.‘રાજવીઓ, સમજો કે વેર કે વિનાશથી કોઈ પ્રશ્નનો ઉકેલ આવતો નથી.’
    • B.‘રાજવીઓ, મૂળમાં શા કારણથી આ કલહ મંડાયો છે, કહેશો ?’
    • C.બંને પક્ષોએ પરસ્પરનાં રાજકુળોને પણ આમાં સંડોવ્યાં છે.
    • D.જેઠ માસ વહી જતો હતો; છતાં વરસાદના કશાં એંધાણ દેખાતા ન હતા.Correct
  17. 17
    MCQ1 mark

    ‘‘હિંદુનું પંખી’’ સૂફી કથામાં સંદેશાની યુક્તિ કથાને કેવી બનાવે છે ?

    • A.વધુ ધારદાર : આળસ આપે તેવી
    • B.વિશેષ રસપ્રદCorrect
    • C.કંટાળાજનક
    • D.ખૂબ કલાત્મક, ચિત્ર દોરે તેવી
  18. 18
    MCQ1 mark

    ‘ગિની’ એ શું છે ?

    • A.સોનાનો એક બ્રિટિશ સિક્કોCorrect
    • B.ભારતીય સિક્કો
    • C.અમેરિકાનું ચલણી ડૉલર
    • D.જાપાનનું ચલણી નાણું
  19. 19
    MCQ1 mark

    ‘પેન્સિલ છોલવી એ કળા છે’ .... જ્યારે પેન્સિલ છોલતા મહેતાજી ..... એ શું છે?

    • A.નાટ્યકાર
    • B.કળાકારCorrect
    • C.રચનાકાર
    • D.નૃત્યકાર
  20. 20
    MCQ1 mark

    યજ્ઞેશ દવેના મતે દુનિયામાં સૌથી વધુ કોઈ સુંદર ચીજ હોય તો તે કઈ છે ?

    • A.પરવાળાનો પથ્થર
    • B.પોતાના પત્નીનો ફોટો
    • C.રજવાળી હાંડી
    • D.ભીનો સ્વચ્છ પારદર્શક કાચCorrect
  21. 21
    MCQ1 mark

    માણસને ગમે ત્યારે, ગમે તે દશામાં, ગમે તે દિશામાંથી, ગમે તે સમયે આશરો આપતું સ્થાન એટલે .... ?

    • A.મંદિર
    • B.ઉદ્યાન
    • C.ઘરCorrect
    • D.શાળા
  22. 22
    MCQ1 mark

    માણસ, ખુદ માણસ પ્રત્યે જ કેટલો ઉદાસીન અને અન્ય જીવો પ્રત્યે કેવો છે ?

    • A.પક્ષપાતી
    • B.તલાવગાહી નિરીક્ષણ કરનારોCorrect
    • C.ઉમદા
    • D.મૃદુ સ્વભાવી
  23. 23
    MCQ1 mark

    બાળકોને કોની અદ્ભૂત દુનિયાના દર્શન કરાવવા પત્રમાં કહ્યું છે ?

    • A.પરીઓની
    • B.પુસ્તકોનીCorrect
    • C.જનલોકની
    • D.સ્વર્ગલોકની
  24. 24
    MCQ1 mark

    આપણે દરિયાની પૂજા કરીએ છીએ પણ ... યોગ્ય વાક્યથી વિકલ્પ પૂર્ણ કરો.

    • A.દરિયાને નમન કરતાં નથી.
    • B.દરિયાને વહાલ કરતાં નથી.Correct
    • C.દરિયામાં સ્નાન કરતાં નથી.
    • D.દરિયાને ભેટ આપતાં નથી.
  25. 25
    MCQ1 mark

    વાડીલાલ ડગલીએ અનુભવોને આધારે કયો નિબંધ લખ્યો છે ?

    • A.આકાશ બધે આસમાનીCorrect
    • B.ચર્ચ બેલ
    • C.બીજી થોડીક વાતો
    • D.કમળના તંતુ
  26. 26
    MCQ1 mark

    ‘કાચે રે તાંતણે મને હરજીએ બાંધી જેમ તાણે તેમ તેમની રે... મને લાગી કટારી પ્રેમની.’ આ પંક્તિ કોની છે ? અને કોને માટે થોડે અંશે લાગું પડી છે ? તથા કયા પાઠમાં લાગુ પડે છે ?

    • A.નાનાભાઈ / નાનાભાઈ માટે / અખો
    • B.દેશગમન / ગાંધીજી માટે / મીરાંબાઈ
    • C.આભલાનો ટુકડો / રમણ માટે / નરસિંહ મહેતા
    • D.થીંગડું / પ્રભાશંકર માટે / ભગવાન બુદ્ધCorrect
  27. 27
    MCQ1 mark

    ‘તારા માટે શું લેતો આવું ? ’ આ વિધાન કોણ બોલે છે ? કોના માટે ?

    • A.વેપારી ગામલોકો માટે.
    • B.વેપારી બાળકો માટે.
    • C.વેપારી પંખી માટે.Correct
    • D.વેપારી ગ્રાહકો માટે.
  28. 28
    MCQ1 mark

    રમણની નોકરી ગઈ ને......... યોગ્ય વિકલ્પથી વાક્ય પૂર્ણ કરો.

    • A.ગભરાઈગયો.
    • B.બેકાર બન્યો.Correct
    • C.રોષમય બન્યો.
    • D.સ્વાશ્રયી બન્યો.
  29. 29
    MCQ1 mark

    ‘મેટ્રિક પાસ થઈ અમેરિકા ભણવા ચાલ્યો જા.’ આ સ્વપ્ન લેખક વાડીલાલને કોણે આપ્યું ?

    • A.લેખકના પિતાએ
    • B.લેખકની માતાએ
    • C.દુરિયાએCorrect
    • D.કોઈ સ્વજને
  30. 30
    MCQ1 mark

    આપણા દેશમાં ગમે ત્યાં મંદિરોમાં કોણે લાવવાનો રિવાજ છે ?

    • A.પાંડવોનેCorrect
    • B.કૌરવોને
    • C.વેપારીઓને
    • D.ભક્તોને
  31. 31
    MCQ1 mark

    નીચે સંધિ વિચ્છેદના બે શબ્દોના વિકલ્પો આપેલા છે. તેમાંથી સાચી સંધિ વિચ્છેદના જોડને શોધીને લખો.

    • A.લાભાલાભ = લાભ + અલાભ; હિમાલય = હિમ + આલયCorrect
    • B.રવિન્દ્ર =રવી + ઈન્દ્ર; યથાર્થ = યથ + અર્થ
    • C.પીતાંબર = પીત + અંબર; એકાન્ત = એકા + અન્ત
    • D.உજ્જડ = ઉત + જડ; સંસાર = સન + સાર
  32. 32
    MCQ1 mark

    નીચે આપેલી સંધિમાંથી કઈ સંધિ વિજાતીય સંધિ છે ? તે જણાવો.

    • A.કવિ + ઈશ્વર = કવીશ્વર (ઇ + ઈ = ઈ)
    • B.રજની + ઈશ = રજનીશ (ઇ + ઈ = ઈ)
    • C.સુ + ઉક્તિ = સૂક્તિ (ઉ + ઉ = ઊ)
    • D.જ્ઞાન + ઈશ્વર = જ્ઞાનેશ્વર (અ + ઈ = એ)Correct
  33. 33
    MCQ1 mark

    જે સમાસમાં બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિ સંબંધ હોય છે અને બીજું પદ ક્રિયાધાતુ હોય તથા ‘નાર’ કે ‘નારી’ પ્રત્યય આવતો હોય તો કયો સમાસ બને ?

    • A.દ્વન્દ્વ સમાસ
    • B.તત્પુરુષ સમાસ
    • C.ઉપપદ સમાસCorrect
    • D.કર્મધારય સમાસ
  34. 34
    MCQ1 mark

    રમણ-દક્ષા, રાજ-નિલરાજ, સોહમ-જાહ્નવી, માધવ-દિપેન આ બધાં ફરવા ગયા. આવા જોડકાં યુક્ત સમાસને કયા નામે ઓળખાય ?

    • A.દ્વન્દ્વ સમાસCorrect
    • B.તત્પુરુષ સમાસ
    • C.મધ્યમપદલોપી સમાસ
    • D.કર્મધારય સમાસ
  35. 35
    MCQ1 mark

    નીચે આપેલા શબ્દસમૂહ માટે કયો શબ્દ યોગ્ય નથી ? તે શોધો. ‘જેની કિંમત ન થઈ શકે તેવું’

    • A.અમૂલ્ય
    • B.અણયોગ
    • C.અણનમCorrect
    • D.અમૃતમ
  36. 36
    MCQ1 mark

    ઉપરથી નીચે પડતી પાણીની ધાર માટે કયો શબ્દસમૂહ વાપરી શકાય ?

    • A.પપૂડો
    • B.દદૂડોCorrect
    • C.ધડો
    • D.ઢબૂડો
  37. 37
    MCQ1 mark

    નીચેનામાંથી કયું લિંગ સૂચક જોડકું યોગ્ય નથી ?

    • A.બાલક-બાલિકા
    • B.વાંઝિયો-વાંઝણી
    • C.શેઠ-શેઠીCorrect
    • D.માળી-માળણ
  38. 38
    MCQ1 mark

    નીચેનામાંથી કયો શબ્દ પુલ્લિંગ છે ?

    • A.ઑફિસ
    • B.દોરી
    • C.માટી
    • D.સજ્જનCorrect
  39. 39
    MCQ1 mark

    નીચે આપેલા કયા શબ્દનું બહુવચન શક્ય છે ?

    • A.દ્વેષ
    • B.અક્કલ
    • C.પ્રેમ
    • D.પુસ્તકCorrect
  40. 40
    MCQ1 mark

    નીચે આપેલા વિધાનમાંથી કયું વિધાન બહુવચનનું સૂચન કરે છે ?

    • A.કુલદીપ રમે છે.
    • B.નિધી હસે છે.
    • C.નદીઓ વહે છે.Correct
    • D.બા ભજન કરે છે.
  41. 41
    MCQ1 mark

    નીચેના વાક્યોમાંથી કયા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ સંભાવનાનો અર્થ આપે છે ?

    • A.સાગર અમેરિકા ગયો.
    • B.રોમિત વાંચે છે.
    • C.સાહેબને અકસ્માત નડશે.Correct
    • D.એ ભણવામાં સારો હતો.
  42. 42
    MCQ1 mark

    નીચેનામાંથી કયા વાક્યમાં સહાયકારક ક્રિયાપદ વપરાયું નથી ?

    • A.મોર કળા કરતો હતો.
    • B.આયુષ હળવદ હશે.
    • C.અપૂર્વ રમે છે.
    • D.હું આવતી કાલે આવું.Correct
  43. 43
    MCQ1 mark

    ગોપીએ માધવ ને માખણ ખવડાવ્યું ? આ વિધાનમાંથી અનુગ ઓળખો.

    • A.માધવ
    • B.ગોપી
    • C.એ-નેCorrect
    • D.માખણ
  44. 44
    MCQ1 mark

    વૃક્ષ ...... પાકું ફળ પડયું. આ વિધાનમાં યોગ્ય નામયોગી મૂકો.

    • A.પરથીCorrect
    • B.ના
    • C.અંદર
    • D.ની
  45. 45
    MCQ1 mark

    બાળકો જ્યારે ખરાબ કામ કરે ત્યારે પિતા ખૂબ ઠપકો આપે. તે સમયે ‘ધૂળ કાઢી નાખવી’ એવો રૂઢિપ્રયોગ વપરાય. જો બાળક મોટું પરાક્રમ કરે તો કયો રૂઢિપ્રયોગ વાપરી શકાય ?

    • A.ઈડરિયો ગઢ જીતવો.Correct
    • B.અખાડા કરવા
    • C.નાકે દમ આવવો.
    • D.મોંમા પાણી આવવું.
  46. 46
    MCQ1 mark

    જ્યાં પાંચ તટસ્થ બુદ્ધિશાળી વ્યક્તિઓના નિર્ણય પરમેશ્વર સમાન હોય ત્યાં કઈ કહેવત લાગુ પડે છે?

    • A.પંચ પરાક્રમ કરે સાહસ.
    • B.પંચ પરમેશ્વર.Correct
    • C.પંચ પરાયણ છે તે નારાયણ.
    • D.પંચમુખી દેવો સુખી.
  47. 47
    MCQ1 mark

    નીચે આપેલા શબ્દોમાં સમાનાર્થી શબ્દોની સાચી જોડ શોધો.

    • A.પુદ્ગલ – પ્રેમ
    • B.ખેહ – ધારા
    • C.તપખીર – વાસ
    • D.હાટ – બજારCorrect
  48. 48
    MCQ1 mark

    નીચે આપેલા વિરોધી શબ્દોનું કયું જોડકું સાચું નથી ?

    • A.સ્વદેશ × પરદેશ
    • B.છેલ્લું × પહેલું
    • C.પ્રેમ × નફરત
    • D.નિષ્ફળ × નિર્મળCorrect
  49. 49
    MCQ1 mark

    નીચેનામાંથી કયો શબ્દ બંધ બેસતો નથી ?

    • A.નાજુક
    • B.નાજુકાઈ
    • C.નજાક્ત
    • D.નજરાણુંCorrect
  50. 50
    MCQ1 mark

    ‘સ્વર્ગ’ શબ્દના ધ્વનિ ઘટકો જણાવો.

    • A.સ્ + વ્ + અ + ર્ + ગ્ + અCorrect
    • B.સ્ + ર્ + ગ્ + અ
    • C.સ્ + વ્ + ર્ + ગ્
    • D.સ્ + અ + વ્ + ર્ + અ + ગ + અ
  51. 51
    SHORT ANSWER2 marks

    અગ્નિ અને ધુમાડાના ઉદાહરણ દ્વારા અખો શું સૂચવે છે ?

    Answer

    અખો સૂચવે છે કે જેમ ધુમાડો હોય ત્યાં અગ્નિ હોવો જરૂરી છે, તેમ બાહ્ય આડંબરો જ્ઞાન વિના નકામા છે. સાચું જ્ઞાન જ મુક્તિ અપાવે છે.
  52. 52
    SHORT ANSWER2 marks

    ‘‘રે રે ! સત્તા તમ પર જનો ભોગવે ક્રૂર આવી.’’ આ પંક્તિ પરથી કવિ માનવ સ્વભાવ વિશે કયું દુઃખ અનુભવે છે ?

    Answer

    કવિ માનવ સ્વભાવની ક્રૂરતા અને સત્તાના દુરુપયોગ વિશે દુઃખ અનુભવે છે, જ્યાં મનુષ્ય બીજા જીવો કે મનુષ્યો પર અત્યાચાર ગુજારે છે.
  53. 53
    SHORT ANSWER2 marks

    સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી સપૂત કઈ-કઈ પ્રતિજ્ઞા કરે છે ?

    Answer

    સપૂત પ્રતિજ્ઞા કરે છે કે જ્યાં સુધી સ્વતંત્રતા ન મળે ત્યાં સુધી તે સુખ-સાહ્યબી ભોગવશે નહીં અને દેશસેવામાં જ જીવન સમર્પિત કરશે.
  54. 54
    SHORT ANSWER2 marks

    કવિ મૃત પત્નીને કઈ-કઈ સામગ્રી ધરવાનું કહે છે ? શા માટે ?

    Answer

    કવિ મૃત પત્નીને તેના જીવનની પ્રિય વસ્તુઓ અને સ્મૃતિઓ ધરવા કહે છે જેથી તેની આત્માને શાંતિ મળે અને તેમનો અતૂટ પ્રેમ વ્યક્ત થાય.
  55. 55
    SHORT ANSWER2 marks

    ‘અબ લગ કંકર એક ન લાગ્યો, ગયાં ભાગ્ય મુજ ફૂટી.’ આ પંક્તિ કઈ ઘટનાનો નિર્દેશ કરે છે ?

    Answer

    આ પંક્તિ શિકારી અને પક્ષીની ઘટનાનો નિર્દેશ કરે છે જ્યાં શિકારીનું નિશાન ચૂકી જાય છે અને તે પોતાની કમનસીબી ગણે છે.
  56. 56
    SHORT ANSWER2 marks

    લેખક ચકલીઓને પાછી લાવવા કયા-કયા પ્રયાસો કરે છે ? શું તેમાં તે સફળ થાય છે ? તમારા મતે લખો.

    Answer

    લેખક કૃત્રિમ માળાઓ બનાવે છે અને ઘરના બારી-બારણાં ખુલ્લા રાખે છે. લેખકના મતે સાચો પ્રેમ અને કુદરતી વાતાવરણ જ તેમને પાછા લાવી શકે.
  57. 57
    SHORT ANSWER2 marks

    ધર્મપ્રચારની સમજ લેખકને કેવી રીતે સ્પષ્ટ થઈ ?

    Answer

    લેખકને અનુભવો અને વાસ્તવિક જ્ઞાન દ્વારા સમજાયું કે ધર્મપ્રચાર એ માત્ર ઉપદેશ નથી પણ આચરણ છે.
  58. 58
    SHORT ANSWER2 marks

    ‘આંગળી ઝાલીને એને દોરજે !' માં વ્યક્ત કરેલા કોઈપણ ચાર જીવન મૂલ્યો સ્પષ્ટ લખો.

    Answer

    ૧. માર્ગદર્શન, ૨. સહાનુભૂતિ, ૩. સંસ્કાર સિંચન, ૪. આત્મવિશ્વાસ.
  59. 59
    LONG ANSWER3 marks

    દક્ષા અને રમણ સાચેજ મધ્યમ વર્ગની ભીંસમાં પીસાતાં સાચા પાત્રો છે. એ વિધાનના આધારે ‘આભલાનો ટુકડો’ શીર્ષકની સાર્થકતા ચર્ચો.

    Answer

    મધ્યમ વર્ગની આર્થિક સંકડામણ અને સપનાઓ વચ્ચેની ખેંચતાણ દક્ષા અને રમણના પાત્ર દ્વારા રજૂ થઈ છે. આભલાનો ટુકડો એટલે કે અલ્પ સુખની શોધ.
  60. 60
    LONG ANSWER5 marks

    નીચેના ગદ્યખંડનું વિસ્તૃતીકરણ કરો. જગતમાં માનવીના કુળને નહિ પરંતુ ગુણોને પૂજાય છે. કોઈપણ માણસનું માપ તેનામાં રહેલા ગુણોથી નીકળે છે. કમળકાદવમાં ખીલે છતાંય દેવશિરે ચડે છે. કોઈપણ માનવીનું મૂલ્યાંકન તેના ગુણ પ્રમાણે જ થવું જોઈએ. ‘ગુણો જ સર્વત્ર પૂજાય છે, મનુષ્ય નહિ.' મનુષ્ય ઉચ્ચ કુળમાં જન્મ્યો હોય પણ ગુણવાન ન હોય તો તેનું જીવન નકામું છે. મહાન માણસો કુળથી નહિ પણ ગુણથી અમર અને મહાન બને છે.

    Answer

    વિદ્યાર્થીએ ગુણોના મહત્વ પર ભાર મૂકતા ઉદાહરણો (જેમ કે કમળ) સાથે લખાણ વિસ્તારવું.
  61. 61
    LONG ANSWER5 marks

    નીચેની પંક્તિઓનો વિસ્તારપૂર્વક અર્થવિસ્તાર કરો. ‘પૂજે જનો સૌ ઉગતા રવિને’ અથવા ‘હોય કામ મુશ્કેલ પણ, ઉદ્યમથી ઝટ થાય, ખંત જો દિલમાં હોય, તો કદી ફોગટ ન જાય.’

    Answer

    ઉદ્યમ અને મહેનતનું મહત્વ સમજાવવું. જો દિલમાં ખંત અને લગન હોય તો અશક્ય કામ પણ શક્ય બને છે.
  62. 62
    SHORT ANSWER1 mark

    રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્

    પ્રશ્ન : સંતાનો પોતાની માતા પાસે ક્યારે આવે છે ?

    Answer

    સંતાનો પોતાની માતા પાસે દિવાળીની રજાઓમાં આવે છે.
  63. 63
    SHORT ANSWER1 mark

    રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્

    પ્રશ્ન : દિવાળીની રજાએ પૂર્ણ થતાં શું બન્યું ?

    Answer

    દિવાળીની રજાઓ પૂર્ણ થતાં સંતાનો પોતાના ધંધાર્થે પાછા ગયા અને ઘરમાં વિરહ વ્યાપી ગયો.
  64. 64
    SHORT ANSWER1 mark

    રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્

    પ્રશ્ન : બા નું ઘર ક્યારે શાંત થઈ ગયું ?

    Answer

    જ્યારે બધા સંતાનો એક પછી એક વિદાય થયા ત્યારે બાનું ઘર શાંત થઈ ગયું.
  65. 65
    SHORT ANSWER1 mark

    રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્

    પ્રશ્ન : બા ક્યાં બેસીને રડવા લાગી ? શા માટે ?

    Answer

    બા ઘરના પગથિયે બેસી ગઈ કારણ કે સંતાનોના ગયા પછી ઘર ખાલી થઈ ગયું અને વિરહની વેદના થતી હતી.
  66. 66
    SHORT ANSWER1 mark

    રજાઓ દિવાળી તણી થઈ પૂરી ને ઘર મહીં દહાડાઓ કેરી સ્ખલિત થઈ શાંતિ પ્રથમની, વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં જવાનાં કાલે તો, જનકજનની ને ઘેર તણાં સદાનાં ગંગામા સ્વરૂપ ઘરડાં ફોઈ, સહુએ લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો, નિજ જગા, ઉવેખી અને સૌ જરઠ વળી વાતે સૂઈ ગયાં. સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઊપડયો, ગઈ અર્ધી વસ્તી, ઘર થઈ ગયું શાંત સઘળું. બપોરે બે ભાઈ અવર ઊપડયા લેઈ નિજની નવોઢા ભાર્યાઓ પ્રિયવચન મંદ સ્મિત વતી; વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ જૂહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે. – કવિ : ઉશનસ્

    પ્રશ્ન : કાવ્યને યોગ્ય શીર્ષક આપો.

    Answer

    વળાવી બા.
  67. 67
    SHORT ANSWER1 mark

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : આપણને સ્વજાતમાં કોણ મદદરૂપ બની શકે છે ?

    Answer

    આપણને સ્વજાતમાં પોતાની જાત પરની શ્રદ્ધાનો આદર્શ મદદરૂપ બની શકે છે.
  68. 68
    SHORT ANSWER1 mark

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : આપણી જાતને આપણે કેવી માનવાની છે ?

    Answer

    આપણે આપણી જાતને સામર્થ્યવાન, સર્વશક્તિમાન અને સર્વજ્ઞ માનવાની છે.
  69. 69
    SHORT ANSWER1 mark

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : માણસની વિચારસરણી બાબતે કયા-કયા વિચારો અહીં પ્રગટ કરેલા છે ?

    Answer

    માણસ જેવું વિચારે તેવો બને છે; જો દુર્બળ વિચારે તો દુર્બળ અને સબળ વિચારે તો સબળ બને છે.
  70. 70
    SHORT ANSWER1 mark

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : કોઈપણ માનવી કે રાષ્ટ્રનો ક્યારે નાશ થાય છે ?

    Answer

    જ્યારે માનવી કે રાષ્ટ્ર શ્રદ્ધા ગુમાવે છે ત્યારે તેનો નાશ થાય છે.
  71. 71
    SHORT ANSWER1 mark

    આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મદદરૂપ બને છે. જેવું તમે વિચારશો તેવા તમે બનશો. જો તમે તમારી જાતને દુર્બળ માનશો તો તમે દુર્બળ બનશો; જો તમે સબળ માનશો તો તમે સબળ બનશો; જો તમે પોતાને અપવિત્ર માનશો તો અપવિત્ર બનશો ; જો તમે પવિત્ર માનશો તો પવિત્ર બનશો. આ આપણને શીખવે છે કે આપણે આપણી જાતને દુર્બળ નહિ પણ સામર્થ્યવાન, સર્વશક્તિમાન, સર્વજ્ઞ માનવાની છે. આપણે હજી એ અભિવ્યક્ત નથી કર્યું તેનો કોઈ વાંધો નહીં; એ આપણાંમાં છે જ. આપણામાં સર્વ જ્ઞાન રહેલું છે, સર્વ શક્તિ રહેલી છે, સર્વ પવિત્રતા, સર્વ સ્વાતંત્ર્ય આપણી અંદર જ છે. ત્યારે હું, એ જ્ઞાનને પ્રગટ કેમ નથી કરી શકતો? કારણ કે હું જ એમાં શ્રદ્ધા રાખતો નથી. કોઈપણ માનવી કે હરકોઈ રાષ્ટ્ર જે ક્ષણે શ્રદ્ધા ગુમાવે તે જ ક્ષણે તેનો નાશ થાય છે. – સ્વામી વિવેકાનંદ

    પ્રશ્ન : આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો.

    Answer

    આત્મશ્રદ્ધાનું મહત્વ.
  72. 72
    LONG ANSWER5 marks

    બહારગામ હૉસ્ટેલમાં ભણતાં તમારા નાનાભાઈને વધુ પડતાં મોબાઈલના દુરઉપયોગથી થતી અભ્યાસ પર અસરનું વર્ણન કરતો પત્ર લખો. અથવા ‘સ્વચ્છ ભારત’ પર આધારિત તમારી શાળામાં યોજાયેલ સ્વચ્છતા અભિયાનનો આશરે 100 થી 150 શબ્દોમાં અહેવાલ લખો.

    Answer

    પત્ર અથવા અહેવાલ લેખન વિષયાનુસાર અને યોગ્ય માળખામાં હોવું જોઈએ.
  73. 73
    SHORT ANSWER2 marks

    ભાષાશુદ્ધિ જાળવી ફકરો ફરીથી લખો. મેં હળવે થી કહ્યું: ‘છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવાયે પરણાવવી છે ? મોટા થાય ત્યારે તો તે પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની સોખીન વહુઓ ગોતાવી છે ?’

    Answer

    મેં હળવેથી કહ્યું: ‘છોકરાઓ પરણે તો ખરા. આપણે ક્યાં બાળવયે પરણાવવી છે? મોટા થાય ત્યારે તો તેઓ પોતે જ ભલે કરવું હોય તે કરે. અને આપણે ક્યાં ઘરેણાંની શોખીન વહુઓ શોધવી છે?’
  74. 74
    LONG ANSWER8 marks

    નીચેનામાંથી કોઈપણ એક વિષય પર આશરે 150 થી 200 શબ્દોમાં નિબંધ લખો. (1) ‘‘યોગ ભગાડે રોગ’’ (2) સરદાર સરોવર નર્મદા યોજના (3) જનની ની જોડ સખી ! નહિ જડે રે લોલ !

    Answer

    નિબંધમાં પ્રસ્તાવના, વિષયવસ્તુ અને ઉપસંહાર હોવા જોઈએ.